Ezra 10 : 1 (IRVGU)
એઝરા ઈશ્વરના ભક્તિસ્થાન આગળ પોતાને નમ્ર કરીને રડીને અપરાધના પસ્તાવા સાથે પ્રાર્થના કરતો હતો. તે દરમિયાન ઇઝરાયલી સ્ત્રીઓ, પુરુષો અને બાળકોનું એક મોટું ટોળું તેની આજુબાજુ ભેગું થઈ ગયું. તેઓ વિલાપ કરવા લાગ્યા.
Ezra 10 : 2 (IRVGU)
ત્યારે એલામના એક વંશજ યહીએલના પુત્ર શખાન્યાએ એઝરાને કહ્યું, “આપણે આ દેશની અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરનો અનાદર કર્યો છે. તેમ છતાં પણ તે સંબંધી ઇઝરાયલીઓ માટે હજી આશા છે.
Ezra 10 : 3 (IRVGU)
હવે આપણે આપણા ઈશ્વર સમક્ષ કરાર કરીએ કે, આપણે આ સ્ત્રીઓને તેઓથી જન્મેલા સંતાનો સાથે મૂકી દઈશું. અને અમે આ પ્રમાણે પ્રભુથી ડરીને તેમની સલાહ પ્રમાણે ચાલીશું. ઈશ્વરના નિયમનું પાલન થવું જ જોઈએ.
Ezra 10 : 4 (IRVGU)
ઊઠો, આ કામ તમારું છે અમે તમારી સાથે છીએ. હિંમત રાખીને આ કામ પૂર્ણ કરો.”
Ezra 10 : 5 (IRVGU)
ત્યારે એઝરાએ ઊઠીને મુખ્ય યાજકોને, લેવીઓને તથા સર્વ ઇઝરાયલીઓને સમ ખવડાવ્યા કે અમો તે વચન પ્રમાણે જ કરીશું. તેઓ સર્વએ સોગન લીધા.
Ezra 10 : 6 (IRVGU)
ત્યાર બાદ એઝરા ભક્તિસ્થાન સામેથી ઊઠીને એલ્યાશીબના પુત્ર યહોહાનાનની ઓરડીમાં પ્રવેશ્યો. તેણે કંઈ પણ ખાધું નહિ અને પાણી પણ પીધું નહિ. બંદીવાસમાંથી પાછા આવેલા લોકોના અપરાધોને લીધે તે શોકમાં હતો.
Ezra 10 : 7 (IRVGU)
તેઓએ ઢંઢેરો પિટાવીને આખા યહૂદિયામાં, યરુશાલેમમાં સર્વ બંદીવાનોને યરુશાલેમમાં ભેગા થવા માટે કહેવડાવ્યું.
Ezra 10 : 8 (IRVGU)
એમ જણાવ્યું કે સરદાર અને વડીલોની સલાહ પ્રમાણે જે કોઈ ત્રણ દિવસમાં આવશે નહિ તેની બધી મિલકત જપ્ત કરવામાં આવશે અને તેમને બંદીવાસવાળાઓના સમૂહમાંથી દૂર કરવામાં આવશે.”
Ezra 10 : 9 (IRVGU)
આથી ત્રણ દિવસની અંદર યહૂદિયાના અને બિન્યામીનના પ્રદેશના બધા લોકો યરુશાલેમમાં ભેગા થયા. નવમા માસના વીસમા દિવસે તેઓ બધા આ વાતના ભયના લીધે અને મૂશળધાર વરસાદને લીધે તેઓ ધ્રૂજતા ધ્રૂજતા આવીને ઈશ્વરના ભક્તિસ્થાનના આંગણામાં બેઠા.
Ezra 10 : 10 (IRVGU)
પછી યાજક એઝરાએ ઊભા થઈને કહ્યું, “તમે વિધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને ઈશ્વરને તજી દીધા છે અને ઇઝરાયલમાં અપરાધનો વધારો કર્યો છે.
Ezra 10 : 12 (IRVGU)
માટે હવે તમારા પિતૃઓના ઈશ્વર, યહોવાહ સમક્ષ સ્તુતિ કરો અને તેમની ઇચ્છાને અનુસરીને તમારી નજીક વસેલા સ્થાનિક અન્ય લોકોથી અને તમારી અન્યધર્મી પત્નીઓથી અલગ થઈ જાઓ.” ત્યારે આખી સભાએ ઊંચા અવાજે કહ્યું, “નિશ્ચે, તમે કહ્યું છે તે પ્રમાણે અમારે કરવું જ જોઈએ.
Ezra 10 : 13 (IRVGU)
પણ લોકો ઘણા છે અને વરસાદની ઋતુ છે, તેથી આપણે બહાર ઊભા રહી શકતા નથી, વળી આ કામ એક બે દિવસનું નથી; કારણ કે, આ બાબતમાં તો અમે મોટું પાપ કર્યું છે.
Ezra 10 : 14 (IRVGU)
દરેક શહેરમાં અમારામાંના જેઓ અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં છે તેઓ વડીલો અને ન્યાયાધીશો સાથે ઠરાવેલ સમયે હાજર થાય, અમારા આગેવાનો આખા સમાજનું પ્રતિનિધિત્વ કરે કે આ કારણે ભભૂકી ઊઠેલો ઈશ્વરનો કોપ આપણા પરથી દુર થાય.”
Ezra 10 : 15 (IRVGU)
કેવળ અસાહેલના પુત્ર યોનાથાન તથા તિકવાના પુત્ર યાહઝયાએ આ બાબતનો વિરોધ કર્યો, અને મશુલ્લામે તથા લેવી શાબ્બથાય તેઓને સાથ આપ્યો. બાકીના સર્વ લોકોએ એઝરાની સુચનાનો સ્વીકાર કર્યો.
Ezra 10 : 16 (IRVGU)
તેથી બંદીવાસમાંથી છૂટીને આવેલા લોકોએ પણ એઝરાના કહેવા પ્રમાણે કર્યુ. યાજક એઝરાએ પિતૃઓના વંશજોના પ્રતિનિધિ તરીકે કેટલાક વડાઓને પસંદ કર્યા અને તેઓના નામની યાદી બનાવી. દસમા માસના પહેલા દિવસે તેમણે આ બાબતની તપાસ શરૂ કરી
Ezra 10 : 17 (IRVGU)
પ્રથમ માસના પ્રથમ દિવસ સુધીમાં તેમણે અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા બધા પુરુષોની તપાસ કાર્યવાહી પૂરી કરી.
Ezra 10 : 18 (IRVGU)
યાજકોના કુટુંબોમાં અન્યધર્મી સ્ત્રીઓ સાથે લગ્ન કરેલા જે પુરુષો માલૂમ પડ્યા, તેઓનાં નામ આ પ્રમાણે છે: યેશૂઆના વંશજોમાંના, યોશાદાકનો પુત્ર તથા તેના ભાઈઓ માસેયા, એલિએઝેર, યારીબ તથા ગદાલ્યા.
Ezra 10 : 19 (IRVGU)
એ બધાએ પોતાની પત્નીઓને તજી દેવાનું વચન આપ્યું. તેઓએ પોતાના અપરાધોને લીધે પાપાર્થાર્પણ તરીકે એક ઘેટાંનું અર્પણ કર્યું.
Ezra 10 : 20 (IRVGU)
ઈમ્મેરના વંશજોમાંથી હનાની અને ઝબાદ્યા
Ezra 10 : 21 (IRVGU)
હારીમના વંશજોમાંથી માસેયા, એલિયા, શમાયા, યહીએલ, અને ઉઝિયા,
Ezra 10 : 22 (IRVGU)
પાશહૂરના વંશજોમાંથી એલ્યોએનાય, માસેયા, ઇશ્માએલ, નથાનયેલ, યોઝાબાદ અને એલાસા.
Ezra 10 : 24 (IRVGU)
લેવીઓમાંથી યોઝાબાદ, શિમઇ, કેલાયા-કેલીટા પણ કહેવાય છે, પથાહ્યા યહૂદા અને એલિએઝેર.
Ezra 10 : 25 (IRVGU)
ગાયકોમાંથી એલ્યાશીબ, દ્વારપાળોમાંથી શાલ્લુમ, ટેલેમ અને ઉરી.
Ezra 10 : 26 (IRVGU)
ઇઝરાયલીઓમાંથી: પારોશના વંશજોમાંના; રામિયા, યિઝિયા, માલ્કિયા, મિયામીન, એલાઝાર, માલ્કિયા તથા બનાયા. એલામી વંશજોમાંથી માત્તાન્યા, ઝખાર્યા, યહીએલ, આબ્દી, યરિમોથ તથા એલિયા હતા.
Ezra 10 : 27 (IRVGU)
ઝાત્તૂના વંશજોમાંથી: એલ્યોએનાય, એલ્યાશીબ, માત્તાન્યા, યરિમોથ, ઝાબાદ તથા અઝીઝા.
Ezra 10 : 28 (IRVGU)
બેબાયના વંશજોમાંથી; યહોહાનાન, હનાન્યા, ઝાબ્બાય તથા આથલાય.
Ezra 10 : 29 (IRVGU)
બાનીના વંશજોમાંથી: મશુલ્લામ, માલ્લૂખ, અદાયા, યાશૂબ, શેઆલ તથા યરિમોથ.
Ezra 10 : 30 (IRVGU)
પાહાથ મોઆબના વંશજોમાંથી; આદના, કલાલ, બનાયા, માસેયા, માત્તાન્યા, બસાલેલ, બિન્નૂઇ તથા મનાશ્શા.
Ezra 10 : 31 (IRVGU)
હારીમના વંશજોમાંથી: એલિએઝેર, યિશ્શિયા, માલ્કિયા, શમાયા, શિમયોન,
Ezra 10 : 32 (IRVGU)
બિન્યામીન, માલ્લૂખ તથા શમાર્યા.
Ezra 10 : 33 (IRVGU)
હાશુમના વંશજોમાંથી; માત્તનાય, માત્તાત્તા, ઝાબાદ, અલીફેલેટ, યરેમાઇ, મનાશ્શા તથા શિમઇ,
Ezra 10 : 34 (IRVGU)
બિગ્વાયના વંશજોમાંથી; માઅદાય, આમ્રામ, ઉએલ;
Ezra 10 : 36 (IRVGU)
વાન્યા, મરેમોથ, એલ્યાશીબ;
Ezra 10 : 37 (IRVGU)
માત્તાન્યા, માત્તનાય, યાસુ;
Ezra 10 : 40 (IRVGU)
માખ્નાદબાય, શાશાય, શારાય,
Ezra 10 : 41 (IRVGU)
અઝારેલ, શેલેમ્યા, શમાર્યા,
Ezra 10 : 42 (IRVGU)
શાલ્લુમ, અમાર્યા અને યૂસફ;
Ezra 10 : 43 (IRVGU)
નબોના વંશજોમાંના; યેઇએલ, માત્તિથ્યા, ઝાબાદ, ઝબીના, યિદ્દો, યોએલ તથા બનાયા.
Ezra 10 : 44 (IRVGU)
આ બધાએ વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યા હતા અને તેઓમાંના કેટલાકને તે સ્ત્રીઓથી બાળકો પણ થયાં હતાં.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44