Ephesians 4 : 1 (IRVGU)
શરીરનું ઐક્ય એ માટે હું, પ્રભુને સારુ બંદીવાન, તમને વિનંતી કરું છું કે, જે તેડાથી તમે તેડાયા છો, તે તેડાને યોગ્ય થઈને ચાલો;
Ephesians 4 : 2 (IRVGU)
સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો;
Ephesians 4 : 3 (IRVGU)
શાંતિના બંધનમાં આત્માની એકતા રાખવાનો યત્ન કરો.
Ephesians 4 : 4 (IRVGU)
જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડાયેલા છો, તેમ એક શરીર તથા એક આત્મા છે;
Ephesians 4 : 5 (IRVGU)
એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા,
Ephesians 4 : 6 (IRVGU)
એક ઈશ્વર અને સર્વના પિતા, ઈશ્વર સર્વ ઉપર, સર્વ મધ્યે તથા સર્વમાં છે.
Ephesians 4 : 7 (IRVGU)
આપણામાંના દરેકને ખ્રિસ્તનાં કૃપાદાનના પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે.
Ephesians 4 : 8 (IRVGU)
એ માટે તે કહે છે કે, ઊંચાણમાં ચઢીને તે *ઈસુ ખ્રિસ્ત બંદીવાનોને લઈ ગયા તથા તેમણે માણસોને કૃપાદાન આપ્યાં.
Ephesians 4 : 9 (IRVGU)
તેઓ પ્રથમ પૃથ્વીના ઊંડાણોમાં ઊતર્યા.
Ephesians 4 : 10 (IRVGU)
જે ઊતર્યા તે *ઈસુ ખ્રિસ્ત એ છે કે જે સર્વને ભરપૂર કરવાને સર્વ સ્વર્ગો પર ઊંચે ચઢ્યાં.
Ephesians 4 : 11 (IRVGU)
વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે, સેવાના કામને સારુ, ખ્રિસ્તનું શરીર ઉન્નતિ કરવાને સારુ,
Ephesians 4 : 12 (IRVGU)
તેમણે કેટલાક પ્રેરિતો, કેટલાક પ્રબોધકો, કેટલાક સુવાર્તિકો, અને કેટલાક પાળકો તથા શિક્ષકો આપ્યા;
Ephesians 4 : 13 (IRVGU)
ત્યાં સુધી કે આપણે સહુ ઈશ્વરના દીકરા પરના વિશ્વાસથી તથા જ્ઞાનના ઐક્યમાં સંપૂર્ણ પુરષત્વને, એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ;
Ephesians 4 : 14 (IRVGU)
જેથી હવે આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાંભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.
Ephesians 4 : 15 (IRVGU)
પણ પ્રેમથી સત્યને બોલીને, ખ્રિસ્ત જે શિર છે, તેમાં સર્વ પ્રકારે વધીએ.
Ephesians 4 : 16 (IRVGU)
એનાથી આખું શરીર ગોઠવાઈને તથા દરેક સાંધા વડે જોડાઈને, દરેક અંગ પોતાની શક્તિ પ્રમાણે કાર્ય કર્યાથી, પ્રેમમાં પોતાની ઉન્નતિને સારુ શરીરની વૃદ્ધિ કરે છે.
Ephesians 4 : 17 (IRVGU)
ખ્રિસ્તમાં નવું જીવન એ માટે હું કહું છું તથા પ્રભુમાં સાક્ષી આપું છે કે, જેમ બીજા બિનયહૂદી પોતાના મનની ભ્રમણામાં ચાલે છે, તેમ હવેથી તમે ન ચાલો;
Ephesians 4 : 18 (IRVGU)
તેઓની બુદ્ધિ અંધકારમય થયેલી હોવાથી, અને તેઓના હૃદયની કઠણતાથી પોતામાં જે અજ્ઞાનતા છે, તેને લીધે તેઓ ઈશ્વરના જીવનથી દૂર છે.
Ephesians 4 : 19 (IRVGU)
તેઓ નઠોર થયા. અને આતુરતાથી સર્વ દુરાચારો કરવા સારુ, પોતે વ્યભિચારી થયા.
Ephesians 4 : 20 (IRVGU)
પણ તમે ખ્રિસ્તની પાસેથી એવું શીખ્યા નથી,
Ephesians 4 : 21 (IRVGU)
જો તમે તેમનું સાંભળ્યું હોય તથા ઈસુમાં જે સત્ય છે તે પ્રમાણે તમને તે વિષેનું શિક્ષણ મળ્યું હોય તો,
Ephesians 4 : 22 (IRVGU)
તમારી અગાઉની વર્તણૂકનું જૂનું મનુષ્યત્વ જે કપટવાસના પ્રમાણે ભ્રષ્ટ થતું જાય છે તે દૂર કરો;
Ephesians 4 : 23 (IRVGU)
અને તમારી મનોવૃત્તિઓ નવી બનાવો.
Ephesians 4 : 24 (IRVGU)
અને નવું મનુષ્યત્વ જે ઈશ્વરના મનોરથ પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સરજાયેલું છે તે ધારણ કરો.
Ephesians 4 : 25 (IRVGU)
એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સત્ય બોલો; કેમ કે આપણે એકબીજાનાં અંગો છીએ.
Ephesians 4 : 26 (IRVGU)
ગુસ્સે થવાય ત્યારે *ખુન્નસ રાખવાનું પણ પાપ ન કરો; તમારા ગુસ્સા પર સૂર્યને આથમવા ન દો;
Ephesians 4 : 27 (IRVGU)
અને શેતાનને સ્થાન આપો નહિ.
Ephesians 4 : 28 (IRVGU)
ચોરી કરનારે હવેથી ચોરી કરવી નહિ; પણ તેને બદલે પોતાને હાથે ઉદ્યોગ કરીને સારાં કામ કરવાં, એ સારુ કે જેને જરૂરિયાત છે તેને આપવા માટે પોતાની પાસે કંઈ હોય.
Ephesians 4 : 29 (IRVGU)
તમારા મુખમાંથી કંઈ મલિન વચન નહિ, પણ જે ઉન્નતિને સારુ હોય તે જ નીકળે, કે તેથી સાંભળનારાઓનું હિત સધાય.
Ephesians 4 : 30 (IRVGU)
ઈશ્વરનો પવિત્ર આત્મા, જેણે તમને ઉદ્ધારના દિવસને સારુ મુદ્રાંકિત કર્યા છે, તેને ખેદિત ન કરો.
Ephesians 4 : 31 (IRVGU)
સર્વપ્રકારની કડવાસ, ક્રોધ, કોપ, ઘોંઘાટ, અપમાન તેમ જ સર્વ પ્રકારના દુરાચાર કરવાનું બંધ કરો.
Ephesians 4 : 32 (IRVGU)
તમે એકબીજા પ્રત્યે માયાળુ અને કરુણાળુ થાઓ, અને જેમ ખ્રિસ્તમાં ઈશ્વરે પણ તમને માફી આપી તેમ તમે એકબીજાને માફ કરો.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32