Ecclesiastes 10 : 1 (IRVGU)
જેમ મરેલી માખીઓ અત્તરને દૂષિત કરી દે છે, [QBR2] તેવી જ રીતે થોડી મૂર્ખાઈ બુદ્ધિ અને સન્માનને દબાવી દે છે. [QBR]
Ecclesiastes 10 : 2 (IRVGU)
બુદ્ધિમાન માણસનું હૃદય તેને જમણે હાથે છે, [QBR2] પણ મૂર્ખનું હૃદય તેને ડાબે હાથે છે. [QBR]
Ecclesiastes 10 : 3 (IRVGU)
વળી મૂર્ખ પોતાને રસ્તે જાય છે, [QBR2] ત્યારે તેની બુદ્ધિ ખૂટી જાય છે, [QBR3] અને તે દરેકને કહે છે કે હું મૂર્ખ છું. [QBR]
Ecclesiastes 10 : 4 (IRVGU)
જ્યારે તારો અધિકારી તારા પર ગુસ્સે થાય તો તું ત્યાંથી નાસી ન જા, [QBR2] કારણ કે નમ્ર થવાથી ભારે ગુસ્સો પણ સમી જાય છે. [QBR]
Ecclesiastes 10 : 5 (IRVGU)
મેં આ દુનિયામાં એક અનર્થ જોયો છે, [QBR2] અને તે એ છે કે અધિકારી દ્વારા થયેલી ભૂલ; [QBR]
Ecclesiastes 10 : 6 (IRVGU)
મૂર્ખને ઉચ્ચ પદવીએ સ્થાપન કરવામાં આવે છે, [QBR2] જ્યારે ધનવાનો નીચા સ્થળે બેસે છે. [QBR]
Ecclesiastes 10 : 7 (IRVGU)
મેં ગુલામોને ઘોડે સવાર થયેલા [QBR2] અને અમીરોને ગુલામોની જેમ પગે ચાલતા જોયા છે. [QBR]
Ecclesiastes 10 : 8 (IRVGU)
જે ખાડો ખોદે છે [QBR2] તે જ તેમાં પડે છે અને જે વાડમાં છીંડું પાડે છે તેને સાપ કરડે છે. [QBR]
Ecclesiastes 10 : 9 (IRVGU)
જે માણસ પથ્થર ખસેડશે, [QBR2] તેને જ તે વાગશે, [QBR] અને કઠિયારો લાકડાથી જ જોખમમાં પડે છે. [QBR]
Ecclesiastes 10 : 10 (IRVGU)
જો કોઈ બુઠ્ઠા લોખંડને ઘસીને તેની ધાર ન કાઢે, તો તેને વધારે શકિતની જરૂર પડે છે, સીધા ચાલવાને માટે બુદ્ધિ લાભકારક છે. [QBR]
Ecclesiastes 10 : 11 (IRVGU)
જો મંત્ર્યા અગાઉ જ સાપ કોઈને કરડી જાય, [QBR2] તો મદારીની વિદ્યા નકામી છે. [QBR]
Ecclesiastes 10 : 12 (IRVGU)
જ્ઞાની માણસનાં શબ્દો માયાળુ છે [QBR2] પણ મૂર્ખના બોલ તેનો પોતાનો જ નાશ આમંત્રે છે. [QBR]
Ecclesiastes 10 : 13 (IRVGU)
તેના મુખના શબ્દોનો આરંભ મૂર્ખાઈ છે, [QBR2] અને તેના બોલવાનું પરિણામ નુકસાનકારક છે. [QBR]
Ecclesiastes 10 : 14 (IRVGU)
વળી મૂર્ખ માણસ વધારે બોલે છે, [QBR2] પણ ભવિષ્ય વિષે કોઈ જાણતું નથી. [QBR2] કોણ જાણે છે કે તેની પોતાની પાછળ શું થવાનું છે? [QBR]
Ecclesiastes 10 : 15 (IRVGU)
મૂર્ખની મહેનત તેઓમાંના દરેકને થકવી નાખે છે. [QBR] કેમ કે તેને નગરમાં જતાં આવડતું નથી. [QBR]
Ecclesiastes 10 : 16 (IRVGU)
જો તારો રાજા યુવાન હોય, [QBR2] અને સરદારો સવારમાં ઉજાણીઓ કરતા હોય, ત્યારે તને અફસોસ છે! [QBR]
Ecclesiastes 10 : 17 (IRVGU)
તારો રાજા કુલિન કુટુંબનો હોય ત્યારે દેશ આનંદ કરે છે, [QBR2] તારા હાકેમો કેફને સારુ નહી [QBR2] પણ બળ મેળવવાને માટે યોગ્ય સમયે ખાતા હોય છે. [QBR2] ત્યારે તો તું આશીર્વાદિત છે! [QBR]
Ecclesiastes 10 : 18 (IRVGU)
આળસથી છાપરું નમી પડે છે, [QBR2] અને હાથની આળસથી ઘરમાં પાણી ટપકે છે. [QBR]
Ecclesiastes 10 : 19 (IRVGU)
ઉજાણી મોજમજાને માટે ગોઠવવામાં આવે છે, [QBR2] અને દ્રાક્ષારસ જીવને ખુશી આપે છે. [QBR3] પૈસા સઘળી વસ્તુની જરૂરિયાત પૂરી પાળે છે. [QBR]
Ecclesiastes 10 : 20 (IRVGU)
રાજાને શાપ ન આપીશ તારા વિચારમાં પણ નહિ, [QBR2] અને દ્રવ્યવાનને તારા સૂવાના ઓરડામાંથી પણ શાપ ન દે, [QBR] કારણ કે, વાયુચર પક્ષી તે વાત લઈ જશે [QBR2] અને પંખી તે વાત કહી દેશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: