પુનર્નિયમ 33 : 1 (IRVGU)
અને ઈશ્વરભક્ત મૂસાએ પોતાના મૃત્યુ પહેલાં ઇઝરાયલીઓને જે આશીર્વાદ આપ્યો તે આ છે;
પુનર્નિયમ 33 : 2 (IRVGU)
મૂસાએ કહ્યું, [QBR] “યહોવાહ સિનાઈ પર્વત પરથી આવ્યા. [QBR] તે સેઈર પર્વત પરથી તેઓ પર પ્રગટ્યા [QBR] પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા, [QBR] અને દસ હજાર પવિત્રો પાસેથી તે આવ્યા. [QBR] અને તેમને જમણે હાથે નિયમ તેઓને માટે અગ્નિરૂપ હતો. [QBR]
પુનર્નિયમ 33 : 3 (IRVGU)
હા, યહોવાહ પોતાના લોકોને પ્રેમ કરે છે; [QBR] તેમના સર્વ પવિત્ર લોકો તેમના હાથમાં છે, [QBR] તેઓ તેમના ચરણ આગળ બેઠા; [QBR] અને દરેક તમારાં વચનો ગ્રહણ કરશે. [QBR]
પુનર્નિયમ 33 : 4 (IRVGU)
મૂસાએ અમને યાકૂબના સમુદાયને વારસા તરીકે નિયમશાસ્ત્ર આપ્યું. [QBR]
પુનર્નિયમ 33 : 5 (IRVGU)
જયારે લોકોના આગેવાનો [QBR] અને ઇઝરાયલનાં સર્વ કુળો એકત્ર થયાં હતાં [QBR] ત્યારે યહોવાહ યશુરૂનમાં રાજા હતા. [QBR]
પુનર્નિયમ 33 : 6 (IRVGU)
રુબેન સદા જીવંત રહો અને મરે નહિ; [QBR] પરંતુ તેના માણસો થોડા રહે.” [QBR]
પુનર્નિયમ 33 : 7 (IRVGU)
મૂસાએ કહ્યું, યહૂદા માટે આ આશીર્વાદ છે: [QBR] હે યહોવાહ, યહૂદાની વાણી સાંભળો, [QBR] અને તેને તેના લોકો પાસે પાછા લાવો, [QBR] તેને માટે લડાઈ કરીને; [QBR] અને તેના દુશ્મનોનો સામનો કરવામાં તમે તેને સહાય કરજો.” [PE][PS]
પુનર્નિયમ 33 : 8 (IRVGU)
ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું કે; [QBR] તમારાં તુમ્મીમ તથા તમારાં ઉરીમ, તમારો પસંદ કરેલો પુરુષ, [QBR] જેની તમે માસ્સામાં પરીક્ષા કરી. [QBR] અને મરીબાના પાણી પાસે તમે એમની કસોટી કરી તેની સાથે છે. [QBR]
પુનર્નિયમ 33 : 9 (IRVGU)
અને તેણે પોતાના પિતા વિષે તથા પોતાની માતા વિષે કહ્યું કે મેં તેઓને જોયાં નથી; [QBR] અને તેણે પોતાના ભાઈઓને પણ સ્વીકાર્યાં નહિ. [QBR] અને તેણે પોતાનાં સંતાનોને પણ ઓળખ્યાં નહિ; [QBR] કેમ કે તેઓ તમારા વચન પ્રમાણે ચાલતા આવ્યા છે, [QBR] અને તમારો કરાર તેઓ પાળે છે. [QBR]
પુનર્નિયમ 33 : 10 (IRVGU)
તેઓ યાકૂબને તમારા હુકમો [QBR] અને ઇઝરાયલને તમારો નિયમ શીખવશે; [QBR] અને તેઓ તમારી આગળ ધૂપ, [QBR] તથા તમારી વેદી સમક્ષ દહનીયાર્પણ ચઢાવશે. [QBR]
પુનર્નિયમ 33 : 11 (IRVGU)
હે યહોવાહ તેઓની સંપત્તિને આશીર્વાદ આપજો, [QBR] અને તેઓના હાથનાં કામો સ્વીકારો; [QBR] જેઓ તેઓની વિરુદ્ધ ઊઠે છે [QBR] અને જેઓ તેમની અદેખાઈ રાખે છે, તેમની કમર તોડી નાખજો, [QBR] જેથી તેઓ ફરી વાર બેઠા જ ન થઈ શકે.” [QBR]
પુનર્નિયમ 33 : 12 (IRVGU)
પછી બિન્યામીન વિષે મૂસાએ કહ્યું, [QBR] “તે યહોવાહનો પ્રિય છે તેની પાસે સુરક્ષિત રહેશે; [QBR] યહોવાહ સદાય તેનું રક્ષણ કરે છે. [QBR] અને એ તેમની ખાંધોની વચ્ચે રહે છે.” [QBR]
પુનર્નિયમ 33 : 13 (IRVGU)
પછી યૂસફ વિષે મૂસાએ કહ્યું; [QBR] તેનો દેશ યહોવાહથી આશીર્વાદિત થાઓ, આકાશની ઉતમ વસ્તુઓથી અને ઝાકળથી અને પાતાળના પાણીથી, [QBR]
પુનર્નિયમ 33 : 14 (IRVGU)
સૂર્યની ઊપજની ઉતમ વસ્તુઓથી [QBR] તથા ચંદ્રની વધઘટની ઉત્તમ વસ્તુઓથી, [QBR]
પુનર્નિયમ 33 : 15 (IRVGU)
પ્રાચીન પર્વતોની ઉત્તમ વસ્તુઓથી [QBR] અને સાર્વકાલિક પર્વતોની કિંમતી વસ્તુઓથી, [QBR]
પુનર્નિયમ 33 : 16 (IRVGU)
પૃથ્વી તથા તેની ભરપૂરીપણાની કિંમતી વસ્તુઓથી, [QBR] ઝાડમાં જે રહ્યો છે તેની કૃપાથી. [QBR] યૂસફ, જે તેના ભાઈઓ પર આગેવાન જેવો હતો, [QBR] તેના પર આશીર્વાદ આવો. [QBR]
પુનર્નિયમ 33 : 17 (IRVGU)
તેનો પ્રથમજનિત તેજસ્વી બળદના જેવો છે, [QBR] તેનાં શિંગડાં જંગલી બળદના જેવાં છે, [QBR] પ્રજાઓને તે પૃથ્વીને છેડેથી હાંકી કાઢશે. [QBR] એફ્રાઇમના દસ હજારો અને [QBR] મનાશ્શાના હજારો છે.” [QBR]
પુનર્નિયમ 33 : 18 (IRVGU)
મૂસાએ ઝબુલોન વિષે કહ્યું, “ઝબુલોન, તેના બહાર જવામાં, [QBR] ઇસ્સાખાર તેના તંબુઓમાં આનંદ કરો. [QBR]
પુનર્નિયમ 33 : 19 (IRVGU)
તેઓ લોકોને પર્વત પર બોલાવશે. [QBR] ત્યાં તેઓ ન્યાયીપણાના યજ્ઞો ચઢાવશે. [QBR] કેમ કે તેઓ સમુદ્રમાંની પુષ્કળતાને, [QBR] દરિયાકિનારાની ગુપ્ત રેતીને ચૂસશે.” [PE][PS]
પુનર્નિયમ 33 : 20 (IRVGU)
ગાદ વિષે મૂસાએ કહ્યું, [QBR] “ગાદને વિસ્તારનાર આશીર્વાદિત હો. [QBR] તે ત્યાં સિંહણ જેવો રહે, [QBR] તે તેના હાથને તથા તેના માથાને ફાડી નાખે છે. [QBR]
પુનર્નિયમ 33 : 21 (IRVGU)
તેણે પોતાના માટે પ્રથમ ભાગ મેળવ્યો, [QBR] કેમ કે, ત્યાં આગેવાનોને જમીનનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. [QBR] તેણે લોકોને નેતૃત્વ પૂરું પાડયું, [QBR] ઇઝરાયલ માટેની યહોવાહની આજ્ઞાઓ, [QBR] અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.” [PE][PS]
પુનર્નિયમ 33 : 22 (IRVGU)
મૂસાએ દાન વિષે કહ્યું, [QBR] “દાન બાશાનથી કૂદી નીકળતું, [QBR] સિંહનું બચ્ચું છે.” [PE][PS]
પુનર્નિયમ 33 : 23 (IRVGU)
નફતાલી વિષે મૂસાએ કહ્યું, [QBR] “અનુગ્રહથી તૃપ્ત થયેલા, [QBR] યહોવાહના આશીર્વાદથી ભરપૂર નફતાલી , [QBR] તું પશ્ચિમ તથા દક્ષિણનું વતન પામ.” [PE][PS]
પુનર્નિયમ 33 : 24 (IRVGU)
આશેર વિષે મૂસાએ કહ્યું, [QBR] “બધા દીકરાઓ કરતાં આશેર વધારે આશીર્વાદિત થાઓ; [QBR] તે પોતાના ભાઈઓને માન્ય થાઓ, [QBR] તે પોતાના પગ જૈતૂનનાં તેલમાં બોળો. [QBR]
પુનર્નિયમ 33 : 25 (IRVGU)
તારી ભૂંગળો લોખંડ તથા પિત્તળની થશે; [QBR] જેવા તારા દિવસો તેવું તારું બળ થશે.” [QBR]
પુનર્નિયમ 33 : 26 (IRVGU)
હે યશુરૂન, આપણા ઈશ્વર જેવા કોઈ નથી, [QBR] તેઓ આકાશમાંથી વાદળો પર સવાર થઈને [QBR] પોતાના ગૌરવમાં તમને મદદ કરવા આવશે. [QBR]
પુનર્નિયમ 33 : 27 (IRVGU)
સનાતન ઈશ્વર તમારો આશ્રય છે, તારી નીચે અનંત હાથો છે. [QBR] તેમણે તારી આગળથી દુશ્મનોને કાઢી મૂક્યા, [QBR] અને કહ્યું, “નાશ કર!” [QBR]
પુનર્નિયમ 33 : 28 (IRVGU)
ઇઝરાયલ સલામતીમાં રહે, [QBR] યાકૂબનો ઝરો એકલો, [QBR] ધાન્ય તથા દ્રાક્ષારસના દેશમાં રહે છે, [QBR] તેના પર આકાશમાંથી ઝાકળ પડે છે. [QBR]
પુનર્નિયમ 33 : 29 (IRVGU)
હે ઇઝરાયલ, તું આશીર્વાદિત છે! [QBR] યહોવાહ જે તારી સહાયની ઢાલ, [QBR] તારી ઉત્તમતાની તલવાર [QBR] તેનાથી ઉદ્ધાર પામેલી તારા જેવી પ્રજા બીજી કઈ છે? [QBR] તારા શત્રુઓ જુઠા કરશે; [QBR] તું તેઓના ઉચ્ચસ્થાનો ખૂંદી નાખશે. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: