કલોસ્સીઓને પત્ર 4 : 1 (IRVGU)
માલિકો, સ્વર્ગમાં તમારા માલિક છે, તેવું સમજીને તમે તમારા ચાકરો સાથે ન્યાયથી તથા સમાનતાથી વર્તન કરો.
કલોસ્સીઓને પત્ર 4 : 2 (IRVGU)
સૂચનાઓ પ્રાર્થનામાં દૃઢતાથી લાગુ રહો અને આભારસ્તુતિ કરીને જાગૃત રહો.
કલોસ્સીઓને પત્ર 4 : 3 (IRVGU)
ખ્રિસ્તનાં જે મર્મને સારું હું બંધનમાં છું, તે કહેવાને ઈશ્વર અમારે માટે સુવાર્તાનાં દ્વાર ઉઘાડે તે માટે અમારે સારુ પણ પ્રાર્થના કરો
કલોસ્સીઓને પત્ર 4 : 4 (IRVGU)
કે, જેથી મારે જેમ બોલવું જોઈએ તેમ હું પ્રગટ કરું.
કલોસ્સીઓને પત્ર 4 : 5 (IRVGU)
બિનવિશ્વાસીઓની સાથે ડહાપણથી વર્તો; સમયનો સદુપયોગ કરો.
કલોસ્સીઓને પત્ર 4 : 6 (IRVGU)
તમારું બોલવું હંમેશા કૃપાયુક્ત અને સારું લાગે એવું હોય કે, જેથી દરેકને યોગ્ય જવાબ આપવાનું તમે સમજી શકો.
કલોસ્સીઓને પત્ર 4 : 7 (IRVGU)
અંતિમ સલામી પ્રભુમાં વહાલા ભાઈ, વિશ્વાસુ સેવક તથા સાથીદાસ તુખિકસ મારા વિષેની બધી માહિતી તમને આપશે.
કલોસ્સીઓને પત્ર 4 : 8 (IRVGU)
તેના દ્વારા તમને અમારી જાણકારી મળશે અને તે તમારા હૃદયને દિલાસો આપે, તે માટે મેં તેને તમારી પાસે મોકલ્યો છે.
કલોસ્સીઓને પત્ર 4 : 9 (IRVGU)
તેની સાથે તમારા વિશ્વાસુ તથા વહાલો ભાઈ ઓનેસીમસને પણ મોકલ્યો છે. તેઓ અહીંના સર્વ સમાચાર તમને જણાવશે.
કલોસ્સીઓને પત્ર 4 : 10 (IRVGU)
મારો સાથી બંદીવાન આરિસ્તાર્ખસ તથા બાર્નાબાસનો પિત્રાઈ ભાઈ માર્ક જેને વિષે તમને આજ્ઞા મળી છે કે, 'તે જો તમારી પાસે આવે તો તેનો સ્વીકાર કરજો,'
કલોસ્સીઓને પત્ર 4 : 11 (IRVGU)
અને ઈસુ જે યુસ્તસ કહેવાય છે, તેઓ તમને સલામ કહે છે. આ બધાં એકલા જ સુન્નતીઓમાંના (યહૂદી વિશ્વાસીઓમાંના) છે, જે ઈશ્વરના રાજ્યને માટે મારી સાથે કામ કરનારા છે; તેઓ મને દિલાસારૂપ થયા છે.
કલોસ્સીઓને પત્ર 4 : 12 (IRVGU)
એપાફ્રાસ જે તમારામાંનો એક છે અને ખ્રિસ્તનો દાસ છે, તે તમને સલામ પાઠવે છે, તે તમારે માટે હંમેશા આગ્રહથી પ્રાર્થના કરે છે, કે તમે ઈશ્વરની સર્વ ઇચ્છામાં સંપૂર્ણ થઈને પૂરેપૂરી ખાતરી સાથે દૃઢ રહો.
કલોસ્સીઓને પત્ર 4 : 13 (IRVGU)
કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું.
કલોસ્સીઓને પત્ર 4 : 14 (IRVGU)
વહાલો વૈદ લૂક તથા દેમાસ તમને સલામ પાઠવે છે.
કલોસ્સીઓને પત્ર 4 : 15 (IRVGU)
લાઓદિકિયામાના ભાઈઓને, નુમ્ફાને તથા તેના ઘરમાંના વિશ્વાસી સમુદાયને સલામ કહેજો.
કલોસ્સીઓને પત્ર 4 : 16 (IRVGU)
આ પત્ર વાંચ્યા પછી તમે તેને લાઓદિકિયાના વિશ્વાસી સમુદાયમાં પણ વંચાવજો, અને લાઓદિકિયામાંથી જે પત્ર આવે તે તમે વાંચજો.
કલોસ્સીઓને પત્ર 4 : 17 (IRVGU)
આર્ખિપસને કહેજો કે, 'પ્રભુમાં જે સેવાકાર્ય તને સોંપવામાં આવ્યું છે તે સંપૂર્ણ હૃદયથી કરવાને તારે કાળજી રાખવી.'
કલોસ્સીઓને પત્ર 4 : 18 (IRVGU)
હું પાઉલ, મારે હાથે તમને સલામ લખું છું. મારાં બંધનો યાદ રાખજો. તમારા પર કૃપા હો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18