પ્રેરિતોનાં ક્રત્યો 6 : 1 (IRVGU)
{સાત સેવકોની પસંદગી} [PS] તે દિવસોમાં શિષ્યોની સંખ્યા વધતી જતી હતી, ત્યારે હિબ્રૂઓની સામે ગ્રીક યહૂદીઓએ ફરિયાદ કરી, કેમ કે રોજ વહેંચણીમાં તેઓની વિધવાઓને ટાળવામાં આવતી હતી. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 2 (IRVGU)
ત્યારે બાર [પ્રેરિતોએ] બધા શિષ્યોને પોતાની પાસે બોલાવીને કહ્યું કે, અમે ઈશ્વરનું વચન પડતું મૂકીને ભોજન પીરસવાની સેવા કરીએ, એ ઉચિત નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 3 (IRVGU)
માટે, ભાઈઓ, તમે તમારામાંથી [પવિત્ર] આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો, કે જેઓને અમે એ કામ પર નીમીએ.
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 4 (IRVGU)
પણ અમે તો પ્રાર્થનામાં તથા ઈશ્વરના વચનનાં સેવાકાર્યમાં લાગુ રહીશું. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 5 (IRVGU)
એ વાત આખા વિશ્વાસી સમુદાયને સારી લાગી; અને વિશ્વાસ તથા પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્તેફન નામના એક પુરુષને, ફિલિપને, પ્રોખરસને, નિકાનોરને, તિમોનને, પાર્મિનાસને તથા અંત્યોખના યહૂદી થયેલા નિકોલસને તેઓએ પસંદ કર્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 6 (IRVGU)
તેઓએ તેમને પ્રેરિતોની આગળ રજૂ કર્યા; અને પ્રાર્થના કરતાં તેમના પર હાથ મૂક્યા. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 7 (IRVGU)
ઈશ્વરની વચનોનો પ્રચાર થતો ગયો અને યરુશાલેમમાં શિષ્યોની સંખ્યા ઘણી વધી ગઈ; ઘણાં યાજકો પણ વિશ્વાસને આધીન થયા. [PS]
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 8 (IRVGU)
{સ્તેફનની ધરપકડ} [PS] સ્તેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો, તેણે લોકોમાં મોટાં અદભુત આશ્ચર્યકર્મો તથા ચમત્કારિક ચિહ્નો કર્યાં.
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 9 (IRVGU)
પણ લિબર્તીની કહેવાતી સભાસ્થાનમાંના, કુરેનીના, એલેકઝાંન્ડ્રિયાનાં, કિલીકિયાના તથા આસિયાના કેટલાક આગળ આવીને સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 10 (IRVGU)
પણ સ્તેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહિ.
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 11 (IRVGU)
ત્યારે તેઓએ કેટલાક માણસોને સમજાવ્યાં, જેઓએ કહ્યું કે, અમે તેમને મૂસા (નું નિયમશાસ્ત્ર) તથા ઈશ્વરની વિરુધ્ધ દુર્ભાષણ બોલતા સાંભળ્યાં છે. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 12 (IRVGU)
તેઓ લોકોને, વડીલોને તથા શાસ્ત્રીઓને ઉશ્કેરીને તેના પર તૂટી પડ્યા, અને તેને પકડીને સભામાં લાવ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 13 (IRVGU)
તેઓએ જૂઠા સાક્ષીઓ ઊભા કર્યા, જેઓએ કહ્યું કે, એ માણસ આ પવિત્રસ્થાન તથા નિયમશાસ્ત્ર વિરુધ્ધ દુર્ભાષણ કર્યા કરે છે;
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 14 (IRVGU)
કેમ કે અમે તેને એમ કહેતાં સાંભળ્યો છે કે, ઈસુ નાઝારી આ સ્થાનનો નાશ કરશે, અને જે રીતરિવાજો મૂસાએ આપણને ફરમાવ્યા છે તેઓને બદલી નાખશે.
પ્રેરિતોનાં ક્રત્યો 6 : 15 (IRVGU)
જેઓ સભામાં બેઠા હતા તેઓ સર્વ સ્તેફનની તરફ એક નજરે જોઈ રહ્યા, અને તેનો ચહેરો સ્વર્ગદૂતના ચહેરા જેવો દેખાયો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15

BG:

Opacity:

Color:


Size:


Font: