પ્રેરિતોનાં ક્રત્યો 27 : 1 (IRVGU)
{રોમ તરફ સફર} [PS] અમોને જળમાર્ગે ઇટાલી લઈ જવામાં આવે એવું નક્કી કરાયા પછી તેઓએ પાઉલને તથા બીજા કેટલાક કેદીઓને બાદશાહી પલટણના જુલિયસ નામના સૂબેદારને સોંપ્યાં.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 2 (IRVGU)
અદ્રમુત્તિયાનું એક વહાણ જે આસિયાના કિનારા પરના બંદરોએ જવાનું હતું તેમાં બેસીને અમે સફર શરુ કરી; મકદોનિયાના થેસ્સાલોનિકાનો આરિસ્તાર્ખસ અમારી સાથે હતો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 3 (IRVGU)
બીજે દિવસે અમે સિદોનના બંદરે પહોંચ્યા, અને જુલિયસે પાઉલ પર મહેરબાની રાખીને તેને તેના મિત્રોને ઘરે જઈને આરામ કરવાની પરવાનગી આપી.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 4 (IRVGU)
ત્યાંથી નીકળ્યા પછી પવન સામો હોવાને લીધે અમે સાયપ્રસની બાજુએ રહીને હંકારી ગયા;
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 5 (IRVGU)
અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા [બંદરે] પહોંચ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 6 (IRVGU)
ત્યાં સૂબેદારને ઇટાલી તરફ જનારું એલેકઝાંડ્રિયાનું એક વહાણ મળ્યું; તેમાં તેણે અમને બેસાડ્યા. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 7 (IRVGU)
પણ અમે ઘણાં દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 8 (IRVGU)
મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 9 (IRVGU)
સમય ઘણો થઈ ગયો હોવાથી, હવે સફર કરવી એ જોખમી હતું. ઉપવાસ [નો દિવસ] વીતી ગયો હતો, ત્યારે પાઉલે તેઓને સાવધ કરતા કહ્યું કે,
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 10 (IRVGU)
'ઓ ભાઈઓ, મને માલૂમ પડે છે કે, આ સફરમાં એકલા સામાનને તથા વહાણને જ નહિ, પણ આપણા જીવનું પણ જોખમ છે; અને ઘણું નુકસાન થઈ શકે તેમ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 11 (IRVGU)
પણ પાઉલે જે કહ્યું, તે કરતા કપ્તાન તથા વહાણના માલિકના કહેવા પર સૂબેદારે વધારે ભરોસો રાખ્યો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 12 (IRVGU)
વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાંને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 13 (IRVGU)
દક્ષિણ દિશાથી મંદ પવન વાવા લાગ્યો, ત્યારે અમારી ઇચ્છા પ્રમાણે થશે એમ સમજીને લંગર ઉપાડીને ક્રીતને કિનારે કિનારે હંકાર્યું. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 14 (IRVGU)
પણ થોડીવાર પછી તે તરફથી યુરાકુલોન નામનો તોફાની પવન ફુંકાયો.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 15 (IRVGU)
વહાણ તેમાં એવું સપડાયું કે પવનની સામે ટકી શક્યું નહિ, ત્યારે અમે તેને ઘસડાવા દીધું.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 16 (IRVGU)
કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે જીવનરક્ષક હોડીઓથી બચાવી લેવામાં ઘણી મુસીબત પડી; [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 17 (IRVGU)
તેને ઉપર તાણી લીધા પછી તેઓએ વહાણની નીચે બચાવના બંધ બાંધ્યા, અને સીર્તસ આગળ અથડાઈ પડવાની બીકથી સઢ છોડી નાખ્યાં, અને વહાણ સાથે અમે તણાવા લાગ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 18 (IRVGU)
અમને બહુ તોફાન નડવાથી બીજે દિવસે તેઓએ માલ બહાર નાખવા માંડ્યો; [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 19 (IRVGU)
ત્રીજે દિવસે તેઓએ પોતાને હાથે વહાણનો સામાન નાખી દીધો.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 20 (IRVGU)
ઘણાં દિવસ સુધી સૂર્ય તથા તારાઓ દેખાયા નહિ, તોફાન સતત ચાલતું રહ્યું, તેથી અમારા બચવાની કોઈ આશા રહી નહિ. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 21 (IRVGU)
કેટલાક દિવસ સુધી ખોરાક પાણી વિના ચલાવ્યાં પછી પાઉલે તેઓની વચ્ચે ઊભા રહીને કહ્યું કે, 'ભાઈઓ, તમારે મારું માનવું જોઈતું હતું, ક્રીતથી નીકળીને આ હાનિ તથા નુકસાન વહોરી લેવાની જરૂર ન હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 22 (IRVGU)
પણ હવે હું તમને વિનંતી કરું છું કે, હિંમત રાખો, કેમ કે તમારામાંથી કોઈનાં પણ જીવને નુકસાન નહિ થશે, એકલા વહાણને થશે. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 23 (IRVGU)
કેમ કે જે ઈશ્વરનો હું છું, અને જેમની સેવા હું કરું છું તેમના સ્વર્ગદૂતે ગઈ રાત્રે મારી પાસે ઊભા રહીને કહ્યું કે,
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 24 (IRVGU)
'પાઉલ, ડરીશ નહિ. કાઈસારની રૂબરૂ તારે ઊભા રહેવું પડશે, જો તારી સાથે સફર કરનારા સર્વને ઈશ્વરે તારી ખાતર બચાવ્યા છે.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 25 (IRVGU)
એ માટે, ભાઈઓ, હિંમત રાખો, કેમ કે ઈશ્વર પર મારો ભરોસો છે કે, જેમ મને કહેવામાં આવ્યું છે તેમ જ થશે.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 26 (IRVGU)
તોપણ આપણને એક બેટ પર અથડાવું પડશે. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 27 (IRVGU)
ચૌદમી રાત આવી ત્યારે અમે આદ્રિયા [સમુદ્ર] માં આમતેમ ઘસડાતા હતા, અને આશરે મધરાતે ખલાસીઓને લાગ્યું કે અમે કોઈ એક દેશની નજદીક આવી પહોંચ્યા છીએ.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 28 (IRVGU)
તેઓએ પાણી માપવાની દોરી નાખી, ત્યારે વીસ મીટર [પાણી] માલૂમ પડ્યું અને થોડે આગળ ગયા પછી તેઓએ ફરીથી દોરી નાખી. ત્યારે પંદર મીટર [પાણી] માલૂમ પડ્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 29 (IRVGU)
રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા [પાછળના ભાગ] પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતાં બેઠા રહ્યા. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 30 (IRVGU)
ખલાસીઓ વહાણમાંથી નાસી જવાનો લાગ શોધતાં હતા, અને વહાણના આગલા ભાગ પરથી લંગર નાખવાનો ડોળ કરીને તેઓએ સમુદ્રમાં મછવા [જીવનરક્ષક હોડીઓ] ઉતાર્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 31 (IRVGU)
ત્યારે પાઉલે સૂબેદારોને તથા સિપાઈઓને કહ્યું કે, જો તેઓ વહાણમાં નહિ રહે તો તમે બચી શકવાના નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 32 (IRVGU)
તેથી સિપાઈઓએ મછવાના દોરડાં કાપી નાખીને તેઓને જવા દીધાં. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 33 (IRVGU)
દિવસ ઊગવાનો હતો એટલામાં પાઉલે સર્વને અન્ન ખાવાને વિનંતી કરીને કહ્યું કે, 'આજ ચૌદ દિવસ થયા રાહ જોતાં જોતાં તમે છેલ્લાં ઘણાં દિવસથી કંઈ ખાધું નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 34 (IRVGU)
એ માટે હું તમને વિનંતી કરું છું કે, કંઈક ખોરાક લો, કેમ કે એ તમારા રક્ષણને માટે છે; કારણ કે તમારામાંના કોઈનાં માથાનો એક પણ વાળ ખરવાનો નથી.'
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 35 (IRVGU)
પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 36 (IRVGU)
ત્યારે તેઓ સર્વને હિંમત આવી, અને તેઓએ પણ ભોજન કર્યું.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 37 (IRVGU)
વહાણમાં અમે સર્વ મળીને બસ્સો છોતેર માણસો હતા.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 38 (IRVGU)
બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું. [PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 39 (IRVGU)
{વહાણ ભંગ} [PS] દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે કિનારા પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 40 (IRVGU)
લંગરો છૂટાં કરીને સમુદ્રમાં રહેવા દીધાં, ને તે જ વખતે સુકાનના બંધ છોડીને આગલો સઢ પવન તરફ ચઢાવીને કિનારા તરફ જવા લાગ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 41 (IRVGU)
વહાણ સમુદ્રમાં રેતીના ઢગલા સાથે અથડાવાથી રેતીમાં ખૂંપી ગયું, અને વહાણનો આગળનો ભાગ રેતીમાં સજ્જડ ભરાઈ ગયો. અને ડબૂસો મોજાના મારથી ભાંગી જવા લાગ્યો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 42 (IRVGU)
ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય.
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 43 (IRVGU)
પણ સૂબેદારે પાઉલને બચાવવાના ઇરાદાથી તેઓને એ સલાહને અમલમાં મૂકતા અટકાવ્યા, અને આજ્ઞા આપી કે, જેઓને તરતા આવડતું હોય તેઓએ દરિયામાં ઝંપલાવીને પહેલાં કિનારે જવું;
પ્રેરિતોનાં ક્રત્યો 27 : 44 (IRVGU)
અને બાકીનામાંથી કેટલાકે પાટિયાં પર તથા કેટલાકે વહાણના કંઈ બીજા સામાન પર ટેકીને કિનારે જવું. તેથી એમ થયું કે તેઓ સઘળાં સહીસલામત કિનારા પર પહોંચ્યા. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44

BG:

Opacity:

Color:


Size:


Font: