Acts 22 : 1 (IRVGU)
Acts 22 : 2 (IRVGU)
'ભાઈઓ તથા વડીલો, હવે હું મારા બચાવમાં જે પ્રત્યુત્તર તમને આપું છે તે સાંભળો.'
Acts 22 : 3 (IRVGU)
તેને હિબ્રૂ ભાષામાં બોલતો સાંભળીને તેઓએ વધારે શાંતિ જાળવી; ત્યારે પાઉલે કહ્યું કે, 'હું યહૂદી માણસ છું, કિલીકિયાના તાર્સસમાં જન્મેલો, પણ આ શહેરના ગમાલીએલના ચરણમાં ઊછરેલો, આપણા પૂર્વજોના નિયમશાસ્ત્ર પ્રમાણે ચુસ્ત રીતે શીખેલો, અને અત્યારે તમે સર્વ જેવા ઈશ્વર વિષે ઝનૂની છો તેવો હું પણ હતો.
Acts 22 : 4 (IRVGU)
વળી હું આ માર્ગના પુરુષોને તેમ જ સ્ત્રીઓને બાંધીને જેલમાં નાખીને તેઓને મરણ પામતા સુધી સતાવતો હતો.
Acts 22 : 5 (IRVGU)
પ્રમુખ યાજક તથા સમગ્ર વડીલો તે વિષે મારા સાક્ષી છે; વળી એમની પાસેથી ભાઈઓ ઉપર પત્ર લઈને હું દમસ્કસ જવા નીકળ્યો, એ માટે કે જેઓ ત્યાં હતા તેઓને પણ બાંધીને શિક્ષા કરવા સારુ યરુશાલેમમાં લાવું.
Acts 22 : 6 (IRVGU)
પોતાના બદલાણ વિષે પાઉલની સાક્ષી હું ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો, ત્યારે એમ થયું કે લગભગ મધ્યાહને મારી આસપાસ સ્વર્ગથી એકાએક મોટો પ્રકાશ ચમક્યો.
Acts 22 : 7 (IRVGU)
ત્યારે હું જમીન પર પડી ગયો, અને મારી સાથે બોલતી હોય એવી એક વાણી મેં સાંભળી કે, શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?
Acts 22 : 8 (IRVGU)
ત્યારે મેં ઉત્તર આપ્યો કે, પ્રભુ, તમે કોણ છો? તેમણે મને કહ્યું કે, 'હું ઈસુ નાઝારી છું, જેને તું સતાવે છે.'
Acts 22 : 9 (IRVGU)
મારી સાથે જે હતા તેઓએ તે પ્રકાશ જોયો તો ખરો, પણ મારી સાથે બોલનારની વાણી તેઓએ સાંભળી નહીં.
Acts 22 : 10 (IRVGU)
ત્યારે મેં કહ્યું કે, પ્રભુ હું શું કરું? 'પ્રભુએ મને કહ્યું કે, ઊઠીને દમસ્કસમાં જા, જે સઘળું તારે કરવાનું નિયત કરાયેલું છે તે વિષે ત્યાં તને કહેવામાં આવશે.
Acts 22 : 11 (IRVGU)
તે પ્રકાશના તેજના કારણથી હું જોઈ શક્યો નહિ, માટે મારા સાથીઓના હાથ પકડીને હું દમસ્કસમાં આવ્યો.
Acts 22 : 12 (IRVGU)
અનાન્યા નામે એક માણસ નિયમશાસ્ત્રને આધારે ચાલનારો ઈશ્વરભક્ત હતો, જેનાં વિષે ત્યાં રહેનારા સઘળાં યહૂદીઓ સારું બોલતા હતા.
Acts 22 : 13 (IRVGU)
તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, 'ભાઈ શાઉલ, તું દેખતો થા.' અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
Acts 22 : 14 (IRVGU)
પછી તેણે કહ્યું કે, 'આપણા પૂર્વજોના ઈશ્વરે તેમની સેવા માટે તને પસંદ કર્યો છે કે, તું તેમની ઇચ્છા જાણે, તે ન્યાયીને જુએ અને તેમના મુખની વાણી સાંભળે.
Acts 22 : 15 (IRVGU)
કેમ કે જે તેં જોયું છે, અને સાંભળ્યું છે, તે વિષે સર્વ લોકોની આગળ તું તેમનો સાક્ષી થશે.
Acts 22 : 16 (IRVGU)
હવે તું કેમ ઢીલ કરે છે? ઊઠ અને તેમના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે, તારાં પાપોની ક્ષમા પામ.
Acts 22 : 17 (IRVGU)
વિદેશીઓમાં સુવાર્તાપ્રચાર માટે પાઉલના તેડા વિષે પછી એમ થયું કે હું યરુશાલેમમાં પાછો આવ્યો અને ભક્તિસ્થાનમાં પ્રાર્થના કરતો હતો, એવામાં મૂર્છાગત થઈ ગયો,
Acts 22 : 18 (IRVGU)
*પ્રભુએ મને દર્શન દઈને કહ્યું કે, 'ઉતાવળ કર, અને યરુશાલેમથી વહેલો નીકળ, કેમ કે મારા વિષે તારી સાક્ષી તેઓ માનશે નહિ.'
Acts 22 : 19 (IRVGU)
ત્યારે મેં કહ્યું કે, 'પ્રભુ, તેઓ પોતે જાણે છે કે તારા પર વિશ્વાસ કરનારાઓને હું જેલમાં નાખતો હતો, દરેક સભાસ્થાનમાં તેઓને મારતો હતો;
Acts 22 : 20 (IRVGU)
તમારા સાક્ષી સ્તેફનનું લોહી વહેવડાવવામાં આવ્યું ત્યારે હું પણ પાસે ઊભો હતો, અને તે કામમાં રાજી હતો, તેને મારી નાખનારાઓના વસ્ત્રો હું સાચવતો હતો.'
Acts 22 : 21 (IRVGU)
ત્યારે તેમણે મને કહ્યું કે, 'તું ચાલ્યો જા, કેમ કે હું તને અહીંથી દૂર બિનયહૂદીઓની પાસે મોકલી દઈશ.'
Acts 22 : 22 (IRVGU)
તેઓએ તેની વાત સાંભળી, પછી બૂમ પાડીને કહ્યું કે, 'એવા માણસને પૃથ્વી પરથી દૂર કરો, કેમ કે એ જીવવા યોગ્ય નથી.
Acts 22 : 23 (IRVGU)
તેઓ બૂમ પાડતા, તથા પોતાના ઝભ્ભા ઉછાળતા, તથા પવનમાં ધૂળ ઉડાવતા હતા;
Acts 22 : 24 (IRVGU)
ત્યારે સરદારે તેને કિલ્લામાં લાવવાની આજ્ઞા કરી, તેઓએ કયા કારણસર તેની વિરુદ્ધ હોહા કરી, તે જાણવા સારુ તેને કોરડા મારીને તપાસ કરવાનું ફરમાવ્યું.
Acts 22 : 25 (IRVGU)
તેઓએ તેને ચામડાનાં દોરડાથી બાંધ્યો, ત્યારે પાઉલે પાસે ઊભેલા સૂબેદારને કહ્યું કે, 'જે માણસ રોમન છે, તથા ગુનેગાર ઠરાવવાંમાં આવ્યો નથી, તેને તમારે કોરડા મારવા શું કાયદેસર છે?'
Acts 22 : 26 (IRVGU)
સૂબેદારે તે સાંભળ્યું એટલે તેણે જઈને સરદારને જણાવીને કહ્યું કે, 'તું શું કરવા માગે છે? એ માણસ તો રોમન છે.'
Acts 22 : 27 (IRVGU)
ત્યારે સરદારે આવીને તેને કહ્યું કે, 'મને કહે, તું શું રોમન છે?' પાઉલે કહ્યું, 'હા.'
Acts 22 : 28 (IRVGU)
ત્યારે સરદારે ઉત્તર દીધો કે, 'મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, 'હું તો જન્મથી જ *નાગરિક છું.'
Acts 22 : 29 (IRVGU)
ત્યારે જેઓ તેની તપાસ કરવાને તૈયાર હતા, તેઓ તરત તેને મૂકીને ચાલ્યા ગયા; અને તે રોમન છે, એ જાણ્યાંથી તથા પોતે તેને બંધાવ્યો હતો તેથી સરદાર પણ ડરી ગયો.
Acts 22 : 30 (IRVGU)
ન્યાયસભા સમક્ષ પાઉલ યહૂદીઓ શા કારણથી તેના પર દોષ મૂકે છે એ નિશ્ચે જાણવા ચાહીને તેણે બીજે દિવસે તેનાં બંધનો છોડ્યાં; મુખ્ય યાજકોને તથા તેઓની આખી ન્યાયસભાને હાજર થવાને આજ્ઞા આપી, પછી તેણે પાઉલને લાવીને તેઓની આગળ ઊભો રાખ્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30