પ્રેરિતોનાં ક્રત્યો 18 : 1 (IRVGU)
{કરિંથમાં} [PS] પછી [પાઉલ] આથેન્સથી નીકળીને કરિંથમાં આવ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 2 (IRVGU)
પોન્તસનો વતની, આકુલા નામે એક યહૂદી, જે થોડા સમય માટે ઇટાલીથી આવેલો હતો, તે તથા તેની પત્ની પ્રિસ્કીલા તેને મળ્યાં, કેમ કે બધા યહૂદીઓને રોમમાંથી નીકળી જવાની ક્લોડિયસે [કાઈસારે] આજ્ઞા આપી હતી; પાઉલ તેઓને ત્યાં ગયો;
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 3 (IRVGU)
પાઉલ તેઓના જેવો જ વ્યવસાય કરતો હતો, માટે તે તેઓને ઘરે રહ્યો, અને તેઓ સાથે કામ કરતા હતા; કેમ કે તેઓનો વ્યવસાય પણ તંબુ બનાવવાનો [તંબુ ના કપડાં વણવાનો] હતો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 4 (IRVGU)
દરેક વિશ્રામવારે પાઉલ સભાસ્થાનમાં વાતચીત કરતો, યહૂદીઓને તથા ગ્રીકોને [વચનમાંથી] સમજાવતો હતો.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 5 (IRVGU)
પણ જયારે સિલાસ તથા તિમોથી મકદોનિયાથી આવ્યા, ત્યારે પાઉલે ઉત્સાહથી [ઈસુની] વાત પ્રગટ કરતા યહૂદીઓને સાક્ષી આપી કે, 'ઈસુ તે જ ખ્રિસ્ત છે.'
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 6 (IRVGU)
પણ યહૂદીઓ તેની વિરુદ્ધ થઈને તેનું અપમાન કરવા લાગ્યા ત્યારે પાઉલે પોતાના વસ્ત્ર ખંખેરીને તેઓને કહ્યું કે, તમારું લોહી તમારે માથે; હું તો નિર્દોષ છું, હવેથી હું બિનયહૂદીઓ પાસે જઈશ. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 7 (IRVGU)
પછી ત્યાંથી જઈને તે તિતસ યુસ્તસ નામે એક ઈશ્વરભક્ત હતો તેને ઘરે ગયો; તેનું ઘર સભાસ્થાનની તદ્દન પાસે હતું.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 8 (IRVGU)
અને સભાસ્થાનનાં આગેવાન ક્રિસ્પસે અને તેના ઘરના માણસોએ પ્રભુ પર વિશ્વાસ કર્યો; અને ઘણાં કરિંથીઓએ પણ વચન સાંભળીને વિશ્વાસ કર્યો, અને તેઓ બાપ્તિસ્મા પામ્યા. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 9 (IRVGU)
પ્રભુએ રાત્રે પાઉલને દર્શનમાં કહ્યું કે, તું બીશ નહીં, પણ બોલજે, શાંત ન રહેતો;
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 10 (IRVGU)
કેમ કે હું તારી સાથે છું, અને તને ઈજા થાય એવો હુમલો કોઈ તારા પર કરશે નહિ, કારણ કે આ શહેરમાં મારા ઘણાં લોક છે.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 11 (IRVGU)
તે [પાઉલ] તેઓને ઈશ્વરના વચનોનો બોધ કરતો રહીને દોઢ વરસ સુધી [ત્યાં] રહ્યો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 12 (IRVGU)
પણ ગાલિયો અખાયાનો અધિકારી હતો, ત્યારે યહૂદીઓ [સંપ કરીને] પાઉલની સામે ઊભા થયા, અને તેઓએ તેને [પાઉલને] ન્યાયાસન આગળ લાવીને કહ્યું કે,
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 13 (IRVGU)
આ માણસ ઈશ્વરનું ભજન નિયમશાસ્ત્રથી વિપરીત રીતે કરવાનું લોકોને સમજાવે છે. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 14 (IRVGU)
પાઉલ બોલવા જતો હતો, એટલામાં ગાલિયોએ યહૂદીઓને કહ્યું કે, 'ઓ યહૂદીઓ. જો અન્યાયની અથવા ગુનાની વાત હોત, તો તમારું સાંભળવું વાજબી ગણાત;
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 15 (IRVGU)
પણ જો શબ્દો, નામો, અથવા તમારા પોતાના નિયમશાસ્ત્ર વિષેની એ તકરાર હોય તો, તમે પોતે તે વિષે ન્યાય કરો, કેમ કે એવી વાતોનો ન્યાય ચૂકવવા હું ઇચ્છતો નથી.' [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 16 (IRVGU)
એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 17 (IRVGU)
ત્યારે તેઓ સર્વએ સભાસ્થાનનાં આગેવાન સોસ્થેનેસને પકડીને ન્યાયાસન આગળ માર માર્યો, પણ ગાલિયોએ તે વાત વિષે કંઈ પરવા કરી નહિ. [PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 18 (IRVGU)
{અંત્યોખમાં પાછા ફરવું} [PS] ત્યાર પછી ઘણાં દિવસ ત્યાં રહ્યા બાદ પાઉલે ભાઈઓથી વિદાય લીધી, અને પ્રિસ્કીલા તથા અકુલાની સાથે વહાણમાં બેસીને સિરિયા જવા ઊપડ્યો; [તે પહેલાં] તેણે કેખ્રિયામાં પોતાના વાળ ઉતારી નાખ્યાં, કેમ કે પાઉલે શપથ લીધી હતી.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 19 (IRVGU)
તેઓ એફેસસમાં પહોંચ્યાં ત્યારે તેણે [પાઉલે] તેઓને ત્યાં મૂક્યાં, ને પોતે સભાસ્થાનમાં જઈને યહૂદીઓની સાથે વાદવિવાદ કર્યો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 20 (IRVGU)
પોતાની સાથે વધારે સમય રહેવાની તેઓએ તેને વિનંતી કરી, પણ તેણે માન્યું નહિ.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 21 (IRVGU)
પણ ઈશ્વરની ઇચ્છા હશે તો હું તમારી પાસે પાછો આવીશ, એમ કહીને તેણે તેઓથી વિદાય લીધી, અને એફેસસથી જવા સારુ વહાણમાં બેઠો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 22 (IRVGU)
કાઈસારિયા પહોંચ્યા પછી, તેણે યરુશાલેમ જઈને મંડળીના માણસો સાથે મુલાકાત કરી, અને પછી અંત્યોખમાં ગયો.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 23 (IRVGU)
થોડા સમય સુધી ત્યાં રહ્યા પછી તે નીકળ્યો, અને સર્વ શિષ્યોને દૃઢ કરતો કરતો ગલાતિયા પ્રાંત તથા ફ્રુગિયામાં ફર્યો. [PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 24 (IRVGU)
{આપોલસ એફેસસ અને કરિંથમાં} [PS] આપોલસ નામનો એક વિદ્વાન યહૂદી જે પવિત્રશાસ્ત્રમાં પ્રવીણ હતો, અને એલેકઝાંડ્રિયાનો વતની હતો, તે એફેસસ આવ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 25 (IRVGU)
એ માણસ પ્રભુના માર્ગ વિષેનું શિક્ષણ પામેલો હતો, અને પવિત્ર આત્મામાં ઘણો આતુર હોવાથી તે કાળજીથી ઈસુ વિષેની વાતો પ્રગટ કરતો તથા શીખવતો હતો, પણ તે એકલું યોહાનનું બાપ્તિસ્મા જાણતો હતો;
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 26 (IRVGU)
તે હિંમતથી સભાસ્થાનમાં બોલવા લાગ્યો, પણ પ્રિસ્કીલાએ તથા આકુલાએ તેની વાત સાંભળી ત્યારે તેઓએ તેને પોતાને ઘરે લઈ જઈને ઈશ્વરના માર્ગનો વધારે ચોકસાઈથી ખુલાસો આપ્યો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 27 (IRVGU)
પછી તે અખાયા જવાને ઇચ્છતો હતો, ત્યારે ભાઈઓએ તેને ઉત્તેજન આપીને શિષ્યો પર લખી મોકલ્યું કે તેઓ તેનો [આપોલસનો] આવકાર કરે; તે ત્યાં આવ્યો ત્યારે જેઓએ [પ્રભુની] કૃપાથી વિશ્વાસ કર્યો હતો, તેઓને તેણે ઘણી સહાય કરી;
પ્રેરિતોનાં ક્રત્યો 18 : 28 (IRVGU)
કેમ કે ઈસુ તે જ ખ્રિસ્ત છે, એવું પવિત્રશાસ્ત્ર દ્વારા પુરવાર કરીને તેણે જાહેર [વાદવિવાદ] માં યહૂદીઓને સંપૂર્ણ રીતે હરાવ્યાં. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: