Acts 15 : 1 (IRVGU)
યરુશાલેમમાં મંડળીની પ્રથમ સભા કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.
Acts 15 : 2 (IRVGU)
અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી *ભાઈઓએ ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય.
Acts 15 : 3 (IRVGU)
એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતા વિદેશીઓના *પ્રભુ તરફ ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.
Acts 15 : 4 (IRVGU)
તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું.
Acts 15 : 5 (IRVGU)
પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, 'તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.'
Acts 15 : 6 (IRVGU)
ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા.
Acts 15 : 7 (IRVGU)
અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે, ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને *ઠરાવ્યું કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
Acts 15 : 8 (IRVGU)
અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,
Acts 15 : 9 (IRVGU)
અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ.
Acts 15 : 10 (IRVGU)
તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
Acts 15 : 11 (IRVGU)
પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ.
Acts 15 : 13 (IRVGU)
ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી. તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે, ભાઈઓ, મારું સાંભળો;
Acts 15 : 14 (IRVGU)
પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને *પસંદ કરી લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે.
Acts 15 : 15 (IRVGU)
પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,
Acts 15 : 16 (IRVGU)
“એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;
Acts 15 : 17 (IRVGU)
એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
Acts 15 : 18 (IRVGU)
પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.”
Acts 15 : 19 (IRVGU)
માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
Acts 15 : 20 (IRVGU)
પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મરેલાથી, તથા લોહીથી દૂર રહેવું.
Acts 15 : 21 (IRVGU)
કેમ કે મૂસા (ના નિયમશાસ્ત્ર) ની વાત પ્રગટ અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે.
Acts 15 : 22 (IRVGU)
વિદેશી વિશ્વાસીઓને પત્ર ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.
Acts 15 : 23 (IRVGU)
તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા.
Acts 15 : 24 (IRVGU)
અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ *તમારી પાસે આવીને પોતાની વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.
Acts 15 : 25 (IRVGU)
માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.
Acts 15 : 26 (IRVGU)
કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા.
Acts 15 : 27 (IRVGU)
માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.
Acts 15 : 28 (IRVGU)
કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.
Acts 15 : 29 (IRVGU)
એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મરેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો.
Acts 15 : 30 (IRVGU)
પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
Acts 15 : 31 (IRVGU)
તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
Acts 15 : 32 (IRVGU)
યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં.
Acts 15 : 33 (IRVGU)
તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
Acts 15 : 34 (IRVGU)
*પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું
Acts 15 : 35 (IRVGU)
પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા.
Acts 15 : 36 (IRVGU)
બાર્નાબાસ અને પાઉલ અલગ થયા કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, 'ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને *જોઈએ કે તેઓ કેમ છે.'
Acts 15 : 37 (IRVGU)
યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.
Acts 15 : 38 (IRVGU)
પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી.
Acts 15 : 39 (IRVGU)
ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.
Acts 15 : 40 (IRVGU)
પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.
Acts 15 : 41 (IRVGU)
સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41