પ્રેરિતોનાં ક્રત્યો 15 : 1 (IRVGU)
{યરુશાલેમમાં મંડળીની પ્રથમ સભા} [PS] કેટલાકે યહૂદિયાથી આવીને ભાઈઓને એવું શીખવ્યું કે, જો મૂસાની રીત પ્રમાણે તમારી સુન્નત ન કરાય તો તમે ઉદ્ધાર પામી શકતા નથી.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 2 (IRVGU)
અને પાઉલ તથા બાર્નાબાસને તેઓની સાથે બહુ તકરાર ને વાદવિવાદ થયા પછી [ભાઈઓએ] ઠરાવ્યું કે પાઉલ તથા બાર્નાબાસ અને તેમના બીજા કેટલાક આ વિવાદ સંબંધી સલાહ માટે યરુશાલેમના પ્રેરિતો તથા વડીલો પાસે જાય. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 3 (IRVGU)
એ માટે વિશ્વાસી સમુદાયે તેઓને વળાવ્યા પછી તેઓએ ફિનીકિયા તથા સમરૂનમાં થઈને જતા વિદેશીઓના [પ્રભુ તરફ] ફર્યાના સમાચાર પ્રગટ કર્યા, અને સઘળાં ભાઈઓને ઘણો આનંદ થયો.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 4 (IRVGU)
તેઓ યરુશાલેમ પહોંચ્યા ત્યારે વિશ્વાસી સમુદાયે, પ્રેરિતોએ તથા વડીલોએ તેઓનો આવકાર કર્યો, ઈશ્વરે જે અદભુત કર્યા તેઓની મારફતે કરાવ્યું હતું તે સર્વ તેઓએ તેઓને કહી સંભળાવ્યું. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 5 (IRVGU)
પણ ફરોશીપંથના કેટલાક વિશ્વાસીઓએ ઊઠીને કહ્યું કે, 'તેઓની સુન્નત કરાવવી, તથા મૂસાનું નિયમશાસ્ત્ર પાળવાનું તેઓને ફરમાવવું જોઈએ.'
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 6 (IRVGU)
ત્યારે પ્રેરિતો તથા વડીલો એ વાત વિષે વિચાર કરવાને એકઠા થયા. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 7 (IRVGU)
અને ઘણો વાદવિવાદ થયા પછી પિતરે ઊભા થઈને તેઓને કહ્યું કે, [PE][PS] ભાઈઓ તમે જાણો છો કે શરૂઆતથી જ ઈશ્વરે તમારામાંથી મને પસંદ કરીને [ઠરાવ્યું] કે, મારા મુખથી બિનયહૂદીઓ સુવાર્તા સાંભળે અને વિશ્વાસ કરે.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 8 (IRVGU)
અંતઃકરણના જાણનાર ઈશ્વરે જેમ આપણને તેમ તેઓને પણ પવિત્ર આત્મા આપ્યાથી તેઓના વિષે સાક્ષી પૂરી,
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 9 (IRVGU)
અને વિશ્વાસથી તેઓનાં હૃદય પવિત્ર કરીને આપણામાં તથા તેઓમાં કંઈ ભેદ રાખ્યો નહિ. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 10 (IRVGU)
તો હવે જે ઝૂંસરી આપણા પૂર્વજો તેમ જ આપણે પણ સહી શક્યા નહિ તે શિષ્યોની ગરદન પર મૂકીને ઈશ્વરનું પરીક્ષણ કેમ કરો છો?
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 11 (IRVGU)
પણ જેમ તેઓ પ્રભુ ઈસુની કૃપાથી ઉદ્ધાર પામશે, તેમ આપણે પણ પામીશું, એવો વિશ્વાસ આપણે કરીએ છીએ. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 12 (IRVGU)
ત્યારે સઘળાં લોકો ચૂપ રહ્યા; અને બાર્નાબાસ તથા પાઉલની મારફતે ઈશ્વરે જે ચમત્કારિક ચિહ્નો તથા આશ્ચર્યકર્મો બિનયહૂદીઓમાં કરાવ્યાં હતાં તેઓની હકીકત તેઓએ તેમના મુખથી સાંભળી. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 13 (IRVGU)
તેઓ બોલી રહ્યા પછી યાકૂબે ઉત્તર આપતા કહ્યું કે, [PE][PS] ભાઈઓ, મારું સાંભળો;
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 14 (IRVGU)
પહેલાં ઈશ્વરે બિનયહૂદીઓમાંથી પોતાના નામને સારુ એક પ્રજાને [પસંદ કરી] લેવાને કઈ રીતે તેઓની મુલાકાત લીધી, એ તો સિમોને કહી બતાવ્યું છે. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 15 (IRVGU)
પ્રબોધકોની વાતો એની સાથે મળતી આવે છે, જેમ લખેલું છે કે,
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 16 (IRVGU)
“એ પછી હું પાછો આવીશ, અને દાઉદનો પડેલો મંડપ હું પાછો બાંધીશ; તેનાં ખંડિયેર હું સમારીશ, અને તેને પાછો ઊભો કરીશ;
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 17 (IRVGU)
એ માટે કે બાકી રહેલા લોક તથા સઘળાં બિનયહૂદીઓ જેઓ મારા નામથી ઓળખાય છે તેઓ પ્રભુને શોધે;
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 18 (IRVGU)
પ્રભુ જે દુનિયાના આરંભથી એ વાતો પ્રગટ કરે છે તે એમ કહે છે.” [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 19 (IRVGU)
માટે મારો અભિપ્રાય એવો છે કે બિનયહૂદીઓમાંથી ઈશ્વર તરફ જે ફરે છે તેઓને આપણે હેરાન ન કરીએ;
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 20 (IRVGU)
પણ તેઓને લખી મોકલીએ કે તમારે મૂર્તિઓની ભ્રષ્ટતાથી, વ્યભિચારથી, ગૂંગળાવીને મરેલાથી, તથા લોહીથી દૂર રહેવું.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 21 (IRVGU)
કેમ કે મૂસા (ના નિયમશાસ્ત્ર) ની વાત પ્રગટ અને તેના વચનો દર વિશ્રામવારે સભાસ્થાનોમાં વાંચવામાં આવે છે. તેને પ્રગટ કરનારા પ્રાચીનકાળથી દરેક શહેરમાં છે. [PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 22 (IRVGU)
{વિદેશી વિશ્વાસીઓને પત્ર} [PS] ત્યારે વિશ્વાસી સમુદાય સહિત પ્રેરિતોને તથા વડીલોને એ સારુ લાગ્યું કે પોતાનામાંથી પસંદ કરેલા માણસોને, એટલે યહૂદા જે બર્સબા કહેવાય છે તે, તથા સિલાસ, જેઓ ભાઈઓમાં આગેવાન હતા, તેઓને પાઉલની તથા બાર્નાબાસની સાથે અંત્યોખ મોકલવા.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 23 (IRVGU)
તેઓની મારફતે તેઓને લખી મોકલ્યું કે, અંત્યોખમાં, સિરિયામાં, કિલીકિયામાં તથા વિદેશીઓમાંના જે ભાઈઓ છે, તેઓને પ્રેરિતો, વડીલો તથા ભાઈઓની કુશળતા. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 24 (IRVGU)
અમે એવું સાંભળ્યું છે કે અમારામાંથી કેટલાક જેઓને અમે કંઈ આજ્ઞા આપી ન હતી તેઓએ [તમારી પાસે] આવીને [પોતાની] વાતોથી તમારા મન ભમાવીને તમને ગૂંચવણમાં મૂક્યા છે.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 25 (IRVGU)
માટે અમોએ સર્વાનુમતે ઠરાવ કર્યો કે, માણસોને પસંદ કરીને તેઓને આપણા વહાલા બાર્નાબાસ તથા પાઉલ.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 26 (IRVGU)
કે જેઓએ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તનાં નામને સારુ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે, તેઓની સાથે તમારી પાસે મોકલવા. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 27 (IRVGU)
માટે અમે યહૂદાને તથા સિલાસને મોકલ્યા છે, ને તેઓ પોતે પણ તમને રૂબરૂ એ જ વાતો કહેશે.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 28 (IRVGU)
કેમ કે પવિત્ર આત્માને તથા અમને એ સારુ લાગ્યું કે આ અગત્યની વાતો કરતાં ભારે બોજો તમારા પર મૂકવો નહિ.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 29 (IRVGU)
એટલે કે, મૂર્તિઓને અર્પણ કરેલી વસ્તુઓથી, લોહીથી, ગૂંગળાવીને મરેલાંથી, તથા વ્યભિચારથી તમારે દૂર રહેવું; જો તમે એ વાતોથી દૂર રહેશો, તો તમારું ભલું થશે; તમે કુશળ રહો. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 30 (IRVGU)
પછી તેઓ વિદાયગીરી પામીને અંત્યોખમાં આવ્યા; લોકોને એકઠા કરીને તેઓએ પત્ર આપ્યો.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 31 (IRVGU)
તેઓ તે વાંચીને તેમના દિલાસાથી આનંદ પામ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 32 (IRVGU)
યહૂદા તથા સિલાસ કે જેઓ પોતે પણ પ્રબોધક હતા, તેઓએ ઈશ્વરના વચનોથી ભાઈઓને શિક્ષણ આપ્યું, અને તેઓનાં મન સ્થિર કર્યાં. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 33 (IRVGU)
તેઓ કેટલાક દિવસો સુધી ત્યાં રહ્યાં પછી, જેઓએ તેમને મોકલ્યા હતા તેઓની પાસે પાછા જવા સારુ ભાઈઓ પાસેથી તેઓ શાંતિથી વિદાય થયા.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 34 (IRVGU)
[પણ સિલાસને તો ત્યાં જ રહેવું સારું લાગ્યું]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 35 (IRVGU)
પણ પાઉલ તથા બાર્નાબાસ અંત્યોખમાં રહ્યા, અને બીજા ઘણાંઓની સાથે પ્રભુના વચનોનું શિક્ષણ તથા ઉપદેશ આપતા રહ્યા. [PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 36 (IRVGU)
{બાર્નાબાસ અને પાઉલ અલગ થયા} [PS] કેટલાક દિવસ પછી પાઉલે બાર્નાબાસને કહ્યું કે, 'ચાલો, હવે આપણે પાછા વળીએ, અને જે જે શહેરમાં આપણે પ્રભુનું વચન પ્રગટ કર્યું હતું, ત્યાંના આપણા ભાઈઓની મુલાકાત લઈને [જોઈએ કે] તેઓ કેમ છે.'
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 37 (IRVGU)
યોહાન જે માર્ક કહેવાય છે, તેને પણ સાથે લેવાનું બાર્નાબાસનું મન હતું.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 38 (IRVGU)
પણ પાઉલે એવું વિચાર્યું કે જે આપણને પામ્ફૂલિયામાં મૂકીને જતો રહ્યો, આપણી સાથે કામ કરવા આવ્યો નહિ, તેને સાથે લઈ જવો તે યોગ્ય નથી. [PE][PS]
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 39 (IRVGU)
ત્યારે એવો વાદવિવાદ થયો કે તેઓ એકબીજાથી અલગ થયા, બાર્નાબાસ માર્કને સાથે લઈને વહાણમાં બેસીને સાયપ્રસ ગયો.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 40 (IRVGU)
પણ પાઉલે સિલાસને પસંદ કર્યો, અને ભાઈઓએ તેને ઈશ્વરની કૃપાને સોંપ્યો. પછી તેઓ ચાલી નીકળ્યા.
પ્રેરિતોનાં ક્રત્યો 15 : 41 (IRVGU)
સિરિયામાં તથા કિલીકિયામાં ફરીને તેઓએ વિશ્વાસી સમુદાયને દૃઢ કર્યો. [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41

BG:

Opacity:

Color:


Size:


Font: