2 તિમોથીને 4 : 1 (IRVGU)
માટે ઈશ્વરની સમક્ષ ખ્રિસ્ત ઈસુ જે જીવતાં તથા મૂએલાંઓનો ન્યાય કરવાના છે તેમની સમક્ષ ઈસુના પ્રગટ થવાનાં તથા તેમના રાજ્યના *આદેશથી હું તને આગ્રહથી કહું છું કે,
2 તિમોથીને 4 : 2 (IRVGU)
તું સુવાર્તા પ્રગટ કર, અનુકૂળ તથા પ્રતિકૂળ સમયમાં તત્પર રહે, પૂર્ણ સહનશીલતાથી ઉપદેશ કરીને ઠપકો આપ, ધમકાવ તથા ઉત્તેજન આપ.
2 તિમોથીને 4 : 3 (IRVGU)
કેમ કે એવો સમય આવશે કે જેમાં તેઓ શુદ્ધ ઉપદેશને સહન કરશે નહિ; પણ કાનમાં ખજવાળ આવવાથી તેઓ પોતાને સારું મનગમતા ઉપદેશકો ભેગા કરશે;
2 તિમોથીને 4 : 4 (IRVGU)
તેઓ સત્ય તરફ આડા કાન કરશે, અને કલ્પિત દંતકથાઓ તરફ વળશે.
2 તિમોથીને 4 : 5 (IRVGU)
પરંતુ તું સર્વ વાતે સાવધાન થા, દુઃખ સહન કર, સુવાર્તિકનું કામ કર, તારું સેવાકાર્ય પૂર્ણ કર.
2 તિમોથીને 4 : 6 (IRVGU)
કેમ કે હું અત્યારે પેયાર્પણ તરીકે રેડાઉં છું, અને મારો અંતિમ સમય પાસે આવ્યો છે.
2 તિમોથીને 4 : 7 (IRVGU)
હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, અને મેં વિશ્વાસ રાખ્યો છે.
2 તિમોથીને 4 : 8 (IRVGU)
અને હવે મારે સારું ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે દિવસે અદલ ન્યાયાધીશ પ્રભુ મને તે આપશે; અને કેવળ મને નહિ પણ જે સઘળાં તેમના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.
2 તિમોથીને 4 : 9 (IRVGU)
અંગત શબ્દો મારી પાસે વહેલો આવવાને તું યત્ન કરજે.
2 તિમોથીને 4 : 10 (IRVGU)
કેમ કે દેમાસ હાલનાં જગત પર પ્રેમ કરીને મને પડતો મૂકીને, ને થેસ્સાલોનિકામાં ચાલ્યો ગયો છે; ક્રેસ્કેન્સ ગલાતિયા અને તિતસ દલ્માતિયામાં ગયો છે.
2 તિમોથીને 4 : 11 (IRVGU)
એકલો લૂક મારી સાથે છે. માર્કને તારી સાથે લઈ આવજે, કેમ કે સેવાને માટે તે મને ઉપયોગી છે.
2 તિમોથીને 4 : 12 (IRVGU)
તુખિકસને મેં એફેસસમાં મોકલ્યો.
2 તિમોથીને 4 : 13 (IRVGU)
જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો તે અને પુસ્તકો, પણ વિશેષે કરીને ચર્મપત્રો આવતા સમયે સાથે લઈ આવજે.
2 તિમોથીને 4 : 14 (IRVGU)
એલેક્ઝાન્ડર તામ્રવર્ણોએ મને બહુ નુકસાન કર્યું છે, પ્રભુ તેનાં કામ પ્રમાણે તેણે બદલો આપશે,
2 તિમોથીને 4 : 15 (IRVGU)
તેના વિષે તું સાવધ રહેજે, કેમ કે તેણે અમારી વાતોનો બહુ વિરોધ કર્યો છે.
2 તિમોથીને 4 : 16 (IRVGU)
મારા પ્રથમ બચાવની વખતે મારી પાસે કોઈ પણ રહ્યું ન હતું, પણ બધા મને મૂકીને ચાલ્યા ગયા હતા; *પ્રભુ એ તેઓની વિરુધ્ધ ન ગણે.
2 તિમોથીને 4 : 17 (IRVGU)
તોપણ પ્રભુ મારી સાથે રહ્યા અને મને બળ આપ્યું, કે જેથી મારા દ્વારા સુવાર્તા પૂરી રીતે પ્રગટ થાય, અને સઘળાં બિનયહૂદીઓ સાંભળે; અને હું સિંહના મોંમાંથી બચી ગયો.
2 તિમોથીને 4 : 18 (IRVGU)
અને પ્રભુ સર્વ ખરાબ હુમલાથી મને છોડાવશે, અને પોતાના સ્વર્ગીય રાજ્યને સારું મને બચાવી રાખશે; તેમને સર્વકાળ મહિમા હો. આમીન.
2 તિમોથીને 4 : 19 (IRVGU)
છેલ્લી સલામ પ્રિસ્કા તથા અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબનાં માણસોને સલામ પાઠવે છે.
2 તિમોથીને 4 : 20 (IRVGU)
એરાસ્તસ કરિંથમાં રહી ગયો; અને ત્રોફિમસને માંદો પડવાથી મેં તેને મિલેતસમાં રહેવા દીધો.
2 તિમોથીને 4 : 21 (IRVGU)
શિયાળા પહેલાં આવવાને યત્ન કરજે. યુબૂલસ, પુદેન્સ, લીનસ, ક્લોદિયા તથા સર્વ ભાઈઓ તને સલામ કહે છે.
2 તિમોથીને 4 : 22 (IRVGU)
પ્રભુ તમારા આત્માની સાથે રહો. તારા પર કૃપા હો.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22