2 તિમોથીને 3 : 1 (IRVGU)
અંતના દિવસો પણ એ જાણી લો કે અંતના દિવસોમાં સંકટના સમયો આવશે.
2 તિમોથીને 3 : 2 (IRVGU)
કેમ કે માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, આપવડાઈ કરનારા, ગર્વિષ્ઠ, નિંદક, માબાપને અનાજ્ઞાંકિત, અનુપકારી, અશુદ્ધ,
2 તિમોથીને 3 : 3 (IRVGU)
પ્રેમ રહિત, ક્રૂર, બટ્ટા મૂકનારા, અસંયમી, જંગલી, શુભદ્વેષી,
2 તિમોથીને 3 : 4 (IRVGU)
વિશ્વાસઘાતી, અવિચારી, અહંકારી, ઈશ્વર પર નહિ પણ મોજશોખ પર પ્રેમ રાખનારા.
2 તિમોથીને 3 : 5 (IRVGU)
ભક્તિભાવનો દેખાવ કરીને તેના પરાક્રમનો નકાર કરનારા એવા થશે; આવાં લોકોથી તું દુર રહે.
2 તિમોથીને 3 : 6 (IRVGU)
તેઓમાંના કેટલાક લોકો એવા છે કે જેઓ બીજાના ઘરમાં ઘૂસીને મૂર્ખ, પાપથી લદાયેલી, વિવિધ પ્રકારની દુર્વાસનાઓથી ભટકી ગયેલી,
2 તિમોથીને 3 : 7 (IRVGU)
હંમેશા શિક્ષણ લેનારી પણ સત્યનું જ્ઞાન પામી શકતી નથી, એવી સ્ત્રીઓને પોતાના વશમાં કરી લે છે.
2 તિમોથીને 3 : 8 (IRVGU)
જેમ જન્નેસ તથા જાંબ્રેસે મૂસાને વિરોધ કર્યો હતો, તેમ આવાં માણસો પણ સત્યની સામા થાય છે; તેઓ ભ્રષ્ટ બુદ્ધિના, વિશ્વાસ સંબંધી નકામા થયેલા માણસો છે.
2 તિમોથીને 3 : 9 (IRVGU)
પણ તેઓ આગળ વધવાના નથી; કેમ કે જેમ એ બન્નેની મૂર્ખતા પ્રગટ થઈ, તેમ તેઓની મૂર્ખાઈ પણ સર્વની આગળ પ્રગટ થશે.
2 તિમોથીને 3 : 10 (IRVGU)
અંતિમ સૂચનાઓ પણ મારો ઉપદેશ, આચરણ, હેતુ, વિશ્વાસ, સહનશીલતા, પ્રેમ, તથા ધીરજ,
2 તિમોથીને 3 : 11 (IRVGU)
લક્ષમાં રાખીને તથા મારી જે સતાવણી થઈ તથા દુઃખો પડ્યા, અને અંત્યોખમાં, ઈકોનિયામાં, તથા લુસ્રામાં જે સતાવણી મેં સહન કરી તે બધામાં તું મારી પાછળ ચાલ્યો હતો; અને આ સઘળાં દુઃખોમાંથી પ્રભુએ મને બચાવ્યો.
2 તિમોથીને 3 : 12 (IRVGU)
જેઓ ખ્રિસ્ત ઈસુમાં ભક્તિભાવથી ચાલવા ઇચ્છે છે, તેઓ સર્વની સતાવણી થશે.
2 તિમોથીને 3 : 13 (IRVGU)
પણ ખરાબ માણસ તથા ધુતારાઓ ભટકીને તથા *અન્યોને ભટકાવીને વધારે દુરાચારી બનશે.
2 તિમોથીને 3 : 14 (IRVGU)
પણ તું જે વાતો શીખ્યો અને જેનાં વિષે તને ખાતરી થઈ છે તેઓને વળગી રહે; કેમ કે તું કોની પાસેથી શીખ્યો એની તને ખબર છે;
2 તિમોથીને 3 : 15 (IRVGU)
વળી તું બાળપણથી પવિત્રશાસ્ત્ર જાણે છે, તે પવિત્રશાસ્ત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઉદ્ધારને સારું તને જ્ઞાન આપી શકે છે.
2 તિમોથીને 3 : 16 (IRVGU)
દરેક શાસ્ત્રવચન ઈશ્વર પ્રેરિત છે, તે ઉપદેશ, નિષેધ, સુધારા અને ન્યાયીપણાના શિક્ષણને સારુ ઉપયોગી છે;
2 તિમોથીને 3 : 17 (IRVGU)
જેથી કરીને ઈશ્વરભક્ત સંપૂર્ણ તથા સર્વ સારાં કામ કરવાને સારુ તૈયાર થાય.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17