2 તિમોથીને 1 : 1 (IRVGU)
પ્રસ્તાવના ખ્રિસ્ત ઈસુમાં જીવનનાં આશાવચન પ્રમાણે ઈશ્વરની ઇચ્છાથી ખ્રિસ્ત ઈસુના પ્રેરિત પાઉલ તરફથી વહાલા દીકરા તિમોથીને સલામ.
2 તિમોથીને 1 : 2 (IRVGU)
ઈશ્વરપિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી, તને કૃપા, દયા તથા શાંતિ હો.
2 તિમોથીને 1 : 3 (IRVGU)
આભારદર્શન અને ઉત્તેજન વંશપરંપરાથી જે મારા પૂર્વજોના ઈશ્વર કે, જેમને હું શુદ્ધ અંતઃકરણથી ભજું છું, તેમની આભારસ્તુતિ કરું છું કે, મારી પ્રાર્થનાઓમાં હું રાતદિવસ તારું સ્મરણ નિત્ય કરું છું.
2 તિમોથીને 1 : 4 (IRVGU)
તારાં આંસુઓ યાદ કરતા હું તને જોવાને ઘણો ઉત્સુક થાઉં છું કે *તને જોઈને હું આનંદથી ભરપૂર થાઉં;
2 તિમોથીને 1 : 5 (IRVGU)
કેમ કે જે નિષ્કપટ વિશ્વાસ તારામાં છે, જે અગાઉ તારી દાદી લોઈસમાં તથા તારી મા યુનિકેમાં રહેલો હતો, મને ભરોસો છે કે તારામાં પણ છે, તે મને યાદ છે.
2 તિમોથીને 1 : 6 (IRVGU)
માટે હું તને યાદ કરાવું છું કે, ઈશ્વરનું જે કૃપાદાન મારા હાથ મૂકવાથી તને મળ્યું તેને તારે જ્વલિત રાખવું.
2 તિમોથીને 1 : 7 (IRVGU)
કેમ કે ઈશ્વરે આપણને ભયનો આત્મા નહિ, પણ સામર્થ્યનો, પ્રેમનો તથા સાવધ બુદ્ધિનો *આત્મા આપ્યો છે.
2 તિમોથીને 1 : 8 (IRVGU)
માટે આપણા પ્રભુની સાક્ષી વિષે અને હું જે તેમનો બંદીવાન છું, તેના વિષે તું શરમાઈશ નહિ, પણ સુવાર્તાને લીધે મારી સાથે ઈશ્વરના સામર્થ્ય પ્રમાણે તું દુઃખનો અનુભવ કર.
2 તિમોથીને 1 : 9 (IRVGU)
તેમણે આપણો ઉદ્ધાર કર્યો તથા પવિત્ર પસંદગીથી આપણને, આપણા કામ પ્રમાણે નહિ, પણ તેમના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે તેડ્યાં. એ કૃપા આરંભથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી;
2 તિમોથીને 1 : 10 (IRVGU)
પણ આપણા ઉદ્ધારકર્તા ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે; તેમણે મરણને નષ્ટ કર્યું અને સુવાર્તાદ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે;
2 તિમોથીને 1 : 11 (IRVGU)
મને તે સુવાર્તાનો સંદેશાવાહક, પ્રેરિત તથા શિક્ષક નીમવામાં આવ્યો છે.
2 તિમોથીને 1 : 12 (IRVGU)
એ કારણથી હું એ દુઃખો સહન કરું છું; તોપણ હું શરમાતો નથી; કેમ કે જેમનાં પર મેં વિશ્વાસ કર્યો તેમને હું ઓળખું છું અને મને ભરોસો છે કે, તેમને સોંપેલી મારી અનામત તે દિવસ સુધી સાચવી રાખવાને તે શક્તિમાન છે.
2 તિમોથીને 1 : 13 (IRVGU)
જે સત્ય વચનો તેં મારી પાસેથી સાંભળ્યાં તેનો નમૂનો ખ્રિસ્ત ઈસુ પરના વિશ્વાસ તથા પ્રેમમાં પકડી રાખ.
2 તિમોથીને 1 : 14 (IRVGU)
જે સારી અનામત તને સોંપેલી છે તે આપણામાં રહેનાર પવિત્ર આત્મા વડે સંભાળી રાખ.
2 તિમોથીને 1 : 15 (IRVGU)
તને ખબર છે કે, આસિયામાંના સઘળાએ મને છોડી દીધો છે; તેઓમાં ફુગિલસ તથા હેર્મોગેનેસ પણ છે.
2 તિમોથીને 1 : 16 (IRVGU)
પ્રભુ ઓનેસિફરસના કુટુંબ પર દયા કરો; કેમ કે તેણે વારે વારે મને ઉત્તેજન આપ્યું અને મારાં બંધનને લીધે તે શરમાયો નહિ;
2 તિમોથીને 1 : 17 (IRVGU)
પણ તે રોમમાં હતો ત્યારે સતત પ્રયત્નોથી મને શોધી કાઢીને તે મને મળ્યો.
2 તિમોથીને 1 : 18 (IRVGU)
(પ્રભુ કરે કે તે દિવસે પ્રભુ તરફથી તેના પર દયા થાય); એફેસસમાં તેણે *મારી અનહદ સેવા કરી છે તે તું સારી રીતે જાણે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18