2 Samuel 22 : 1 (IRVGU)
દાઉદને ઈશ્વરે તેના સર્વ શત્રુઓના તથા શાઉલના હાથથી છોડાવ્યો, તે દિવસે દાઉદે ઈશ્વરની આગળ આ ગીત ગાયું:
2 Samuel 22 : 2 (IRVGU)
તેણે કહ્યું, [QBR] “ઈશ્વર મારો ખડક, મારો કિલ્લો તે મને બચાવનાર છે. [QBR]
2 Samuel 22 : 3 (IRVGU)
ઈશ્વર મારા ખડક છે. હું તેમના પર ભરોસો રાખીશ. [QBR] તેઓ મારી ઢાલ તથા મારા તારણનું શિંગ, મારા ઊંચા બુરજ તથા મારું આશ્રયસ્થાન છે, તે મારા ઉદ્ધારક ત્રાતા છે, [QBR] તેઓ મને જુલમથી બચાવે છે. [QBR]
2 Samuel 22 : 4 (IRVGU)
ઈશ્વર જે સ્તુતિને યોગ્ય છે તેમને હું હાંક મારીશ, [QBR] તેથી હું મારા શત્રુઓથી બચી જઈશ. [QBR]
2 Samuel 22 : 5 (IRVGU)
કેમ કે મૃત્યુનાં મોજાંઓએ મને ઘેરી લીધો, [QBR] દુર્જનોના ધસારાએ મને બીવડાવ્યો. [QBR]
2 Samuel 22 : 6 (IRVGU)
શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો, [QBR] મરણની જાળમાં હું સપડાઈ ગયો. [QBR]
2 Samuel 22 : 7 (IRVGU)
એવી કટોકટીમાં મારા સંકટમાં મેં ઈશ્વરને વિનંતી કરી; [QBR] મારા પ્રભુને પોકાર કર્યો; [QBR] તેમણે તેમના સભાસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, [QBR] મારી અરજ તેમને કાને પહોંચી. [QBR]
2 Samuel 22 : 8 (IRVGU)
ત્યારે પૃથ્વી હાલી તથા કાંપી. [QBR] આકાશના પાયા હાલ્યા તથા કાંપ્યા, [QBR] કારણ કે પ્રભુ ક્રોધિત થયા હતા. [QBR]
2 Samuel 22 : 9 (IRVGU)
તેમના નસકારોમાંથી ધુમાડો ચઢયો, [QBR] અને તેમના મુખમાંથી ભસ્મ કરી નાખનારો અગ્નિ બહાર આવ્યો. [QBR] તેનાથી અંગારા સળગી ઊઠ્યા. [QBR]
2 Samuel 22 : 10 (IRVGU)
અને ઈશ્વર આકાશોને નમાવીને નીચે ઊતર્યા, [QBR] તેમના પગ નીચે ગાઢ અંધકાર વ્યાપેલો હતો. [QBR]
2 Samuel 22 : 11 (IRVGU)
પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. [QBR] વાયુની પાંખો પર દેખાયા. [QBR]
2 Samuel 22 : 12 (IRVGU)
અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, [QBR] આકાશનાં ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં. [QBR]
2 Samuel 22 : 13 (IRVGU)
તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા. [QBR]
2 Samuel 22 : 14 (IRVGU)
આકાશમાંથી ઈશ્વરે ગર્જના કરી. [QBR] પરાત્પરે અવાજ કર્યો. [QBR]
2 Samuel 22 : 15 (IRVGU)
તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા [QBR] વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા. [QBR]
2 Samuel 22 : 16 (IRVGU)
ત્યારે ઈશ્વરની ધાકધમકીથી, [QBR] તેમના નસકોરાના શ્વાસના ઝપાટાથી, [QBR] સમુદ્રનાં તળિયાં દેખાયાં, [QBR] જગતના પાયા ઉઘાડા થયા. [QBR]
2 Samuel 22 : 17 (IRVGU)
તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! [QBR] પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા. [QBR]
2 Samuel 22 : 18 (IRVGU)
તેમણે મારા બળવાન શત્રુથી, [QBR] જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા. [QBR]
2 Samuel 22 : 19 (IRVGU)
મારી વિપત્તિને દિવસે તેઓ મારી વિરુદ્ધ ઊઠ્યા, [QBR] પણ મારો આધાર ઈશ્વર હતા. [QBR]
2 Samuel 22 : 20 (IRVGU)
વળી તેઓ મને ખુલ્લી જગ્યામાં લઈ આવ્યા. [QBR] તેમણે મને છોડાવ્યો, કેમ કે તેઓ મારા પર પ્રસન્ન હતા. [QBR]
2 Samuel 22 : 21 (IRVGU)
ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું; [QBR] તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને બદલો આપ્યો છે. [QBR]
2 Samuel 22 : 22 (IRVGU)
કેમ કે મેં ઈશ્વરના માર્ગોનું પાલન કર્યું છે [QBR] અને દુરાચાર કરીને હું મારા પ્રભુથી ફરી ગયો નથી. [QBR]
2 Samuel 22 : 23 (IRVGU)
કેમ કે તેમનાં સર્વ ન્યાયકૃત્યો મારી આગળ હતાં; [QBR] તેમના વિધિઓથી હું દૂર ગયો નથી. [QBR]
2 Samuel 22 : 24 (IRVGU)
વળી હું તેમની આગળ નિર્દોષ હતો, [QBR] મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે. [QBR]
2 Samuel 22 : 25 (IRVGU)
તે માટે ઈશ્વરે મારા ન્યાયીપણા પ્રમાણે તથા [QBR] તેમની દ્રષ્ટિમાં મારી શુદ્ધતા પ્રમાણે મને પ્રતિફળ આપ્યું છે. [QBR]
2 Samuel 22 : 26 (IRVGU)
કૃપાળુની સાથે તમે કૃપાળુ દેખાશો, [QBR] નિર્દોષ માણસની સાથે તમે નિર્દોષ દેખાશો. [QBR]
2 Samuel 22 : 27 (IRVGU)
શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો, [QBR] હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો. [QBR]
2 Samuel 22 : 28 (IRVGU)
દુઃખી લોકોને તમે બચાવશો, [QBR] પણ ઘમંડીઓને નીચા નમાવવા સારુ તમે તેઓના પર કરડી દ્રષ્ટિ કરો છો. એ સારુ કે તમે તેઓને નીચા નમાવો. [QBR]
2 Samuel 22 : 29 (IRVGU)
કેમ કે, હે ઈશ્વર, તમે મારો દીવો છો. [QBR] ઈશ્વર મારા અંધકારને પ્રકાશિત કરશે. [QBR]
2 Samuel 22 : 30 (IRVGU)
કેમ કે તમારી સહાયથી હું સૈન્ય પર આક્રમણ કરું છું. [QBR] મારા ઈશ્વર થકી હું દીવાલ કૂદી જાઉં છું. [QBR]
2 Samuel 22 : 31 (IRVGU)
કેમ કે ઈશ્વરનો માર્ગ તો સંપૂર્ણ છે. [QBR] ઈશ્વરનું વચન શુદ્ધ છે. [QBR] જેઓ તેમના પર ભરોસો રાખે છે તે સર્વની તેઓ ઢાલ છે. [QBR]
2 Samuel 22 : 32 (IRVGU)
કેમ કે પ્રભુ સિવાય ઈશ્વર કોણ છે? [QBR] અને આપણા પ્રભુ સિવાય ગઢ કોણ છે? [QBR]
2 Samuel 22 : 33 (IRVGU)
ઈશ્વર મારા ગઢ અને આશ્રય છે [QBR] તેઓ નિર્દોષ માણસને તેમના માર્ગમાં ચલાવે છે. [QBR]
2 Samuel 22 : 34 (IRVGU)
તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે [QBR] અને મને ઉચ્ચ્સ્થાનો પર બિરાજમાન છે. [QBR]
2 Samuel 22 : 35 (IRVGU)
તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, [QBR] તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે. [QBR]
2 Samuel 22 : 36 (IRVGU)
વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, [QBR] તમારી કૃપાએ મને મોટો કર્યો છે. [QBR]
2 Samuel 22 : 37 (IRVGU)
તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, [QBR] જેથી મારા પગ લપસી ગયા નથી. [QBR]
2 Samuel 22 : 38 (IRVGU)
મેં મારા શત્રુઓની પાછળ પડીને તેઓનો નાશ કર્યો છે. [QBR] તેઓનો નાશ થયો ત્યાં સુધી હું પાછો ફર્યો નહિ. [QBR]
2 Samuel 22 : 39 (IRVGU)
મેં તેઓનો સંહાર કર્યો છે તથા તેઓને એવા વીંધી નાખ્યા છે કે તેઓ પાછા ઊઠી શકે એવા રહ્યા નથી. [QBR] તેઓ મારા પગ આગળ પડ્યા છે. [QBR]
2 Samuel 22 : 40 (IRVGU)
કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; [QBR] મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે. [QBR]
2 Samuel 22 : 41 (IRVGU)
વળી તમે મારા શત્રુને મારી આગળ અવળા ફેરવ્યા છે. [QBR] કે જેઓ મને ધિક્કારે તેઓનો હું નાશ કરું. [QBR]
2 Samuel 22 : 42 (IRVGU)
તેઓએ મદદને માટે પોકાર કર્યો પણ તેમને બચાવનાર કોઈ ન હતું; [QBR] તેઓએ ઈશ્વરને વિનંતી કરી પણ તેમણે તેઓને જવાબ આપ્યો નહિ. [QBR]
2 Samuel 22 : 43 (IRVGU)
ત્યારે મેં તેઓ પર પ્રહાર કરીને તેમને ધરતીની ધૂળ જેવા કરી દીધા. [QBR] મેં તેઓને રસ્તાના કાદવની જેમ મસળી નાખ્યાં. તેઓને ચોગમ વિખેરી નાખ્યા. [QBR]
2 Samuel 22 : 44 (IRVGU)
તમે મારા લોકના વિવાદોથી પણ મને છોડાવ્યો છે. [QBR] વિદેશીઓનો અધિપતિ થવા માટે તમે મને સંભાળી રાખ્યો છે. [QBR] જે લોકોને હું ઓળખતો નથી તેઓ મારી તાબેદારી કરશે. [QBR]
2 Samuel 22 : 45 (IRVGU)
વિદેશીઓ લાચારીથી મારે શરણ આવશે. [QBR] મારા વિષે સાંભળતાં જ તેઓ મારો પડ્યો બોલ ઝીલશે. [QBR]
2 Samuel 22 : 46 (IRVGU)
વિદેશીઓ ક્ષય પામશે અને તેઓ પોતાના કિલ્લાઓમાંથી ધ્રૂજતા બહાર આવશે. [QBR]
2 Samuel 22 : 47 (IRVGU)
ઈશ્વર જીવંત છે! મારા ખડકની પ્રશંસા હો! [QBR] મારા ઉદ્ધારરૂપી ખડક સમાન ઈશ્વર ઊંચા મનાઓ. [QBR]
2 Samuel 22 : 48 (IRVGU)
એટલે જે ઈશ્વર મારા વૈરીઓનો બદલો લે છે, [QBR] જે લોકોને મારી સત્તા નીચે લાવે છે. [QBR]
2 Samuel 22 : 49 (IRVGU)
તેઓ મારા શત્રુઓની પાસેથી મને છોડાવે છે. મારી સામે ઊઠનારા પર તમે મને ઊંચો કરો છો. [QBR] તમે બળાત્કારી માણસથી મને બચાવો છો. [QBR]
2 Samuel 22 : 50 (IRVGU)
એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; [QBR] હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ. [QBR]
2 Samuel 22 : 51 (IRVGU)
ઈશ્વર પોતાના રાજાને વિજય અપાવે છે, [QBR] પોતાના અભિષિક્ત પર, [QBR] એટલે દાઉદ તથા તેના સંતાન પર, સદા સર્વકાળ સુધી મહેરબાની રાખે છે.” [PE]

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51

BG:

Opacity:

Color:


Size:


Font: