2 પિતરનો પત્ર 2 : 1 (IRVGU)
જૂઠા શિક્ષકો જેમ *ઇઝરાયલી લોકોમાં જૂઠાં પ્રબોધકો ઊભા થયા હતા, તેમ તમારામાં પણ ખોટા ઉપદેશકો થશે. તેઓ ગુપ્ત રીતે નાશકારક પાખંડી મતો ફેલાવશે અને જે પ્રભુએ તેઓનો ઉદ્ધાર કર્યો તેનો પણ નકાર કરીને જલદીથી પોતાનો જ વિનાશ કરશે.
2 પિતરનો પત્ર 2 : 2 (IRVGU)
તેઓના ભ્રષ્ટાચારમાં ઘણાં માણસો ચાલશે; અને તેઓને લીધે સત્યનાં માર્ગનો તિરસ્કાર થશે.
2 પિતરનો પત્ર 2 : 3 (IRVGU)
તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમારું શોષણ કરશે; તેઓને માટે અગાઉથી ઠરાવેલી સજામાં વિલંબ કે તેઓના નાશમાં ઢીલ થશે નહિ.
2 પિતરનો પત્ર 2 : 4 (IRVGU)
કેમ કે જે નર્કદૂતોએ પાપ કર્યું તેઓને ઈશ્વરે છોડ્યાં નહિ, પણ તેઓને નર્કમાં નાખીને ન્યાયચૂકાદા સુધી અંધકારનાં ખાડાઓમાં રાખ્યા;
2 પિતરનો પત્ર 2 : 5 (IRVGU)
તેમ જ *ઈશ્વરે પુરાતન માનવજગતને છોડ્યું નહિ, પણ અધર્મી જગત પર જળપ્રલય લાવીને ન્યાયીપણાના ઉપદેશક નૂહને તથા તેની સાથેનાં સાત માણસોને બચાવ્યાં;
2 પિતરનો પત્ર 2 : 6 (IRVGU)
અને અધર્મીઓને જે થનાર છે ઉદાહરણ આપવા સારુ સદોમ તથા ગમોરા શહેરોને બાળીને ભસ્મ કર્યાં, અને તેઓને પાયમાલ કરીને તેઓને શિક્ષા કરી;
2 પિતરનો પત્ર 2 : 7 (IRVGU)
અને ન્યાયી લોત જે અધર્મીઓના દુરાચારથી ત્રાસ પામતો હતો તેને છોડાવ્યો,
2 પિતરનો પત્ર 2 : 8 (IRVGU)
કેમ કે તે પ્રામાણિક માણસ જયારે તેઓની સાથે રહેતો હતો ત્યારે તેઓનાં ખરાબ કામ જોઈને તથા સાંભળીને તે પોતાના ન્યાયી આત્મામાં નિત્ય દુઃખ પામતો હતો.
2 પિતરનો પત્ર 2 : 9 (IRVGU)
પ્રભુ ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે, અને અન્યાયીઓને તથા વિશેષે કરીને જેઓ દુર્વાસનાઓથી દૈહિક વિકારો પ્રમાણે ચાલે છે,
2 પિતરનો પત્ર 2 : 10 (IRVGU)
અને પ્રભુના અધિકારને તુચ્છ ગણે છે તેઓને ન્યાયકાળ સુધી શિક્ષાને માટે રાખી મૂકવાનું તે જાણે છે. તેઓ ઉદ્ધત તથા સ્વછંદી થઈને આકાશી જીવોની નિંદા કરતાં પણ ડરતા નથી.
2 પિતરનો પત્ર 2 : 11 (IRVGU)
પરંતુ સ્વર્ગદૂતો વિશેષ બળવાન તથા પરાક્રમી હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી.
2 પિતરનો પત્ર 2 : 12 (IRVGU)
પણ તેઓ સ્વભાવે અબુધ પશુ કે જેઓ પકડાવા તથા નાશ પામવાને સૃજાયેલાં છે, તેઓની માફક તેઓ જે વિષે જાણતા નથી, તે વિષે નિંદા કરીને પોતાના દુરાચારમાં નાશ પામશે, અન્યાય કર્યાને લીધે અન્યાયનું ફળ ભોગવશે.
2 પિતરનો પત્ર 2 : 13 (IRVGU)
ઉઘાડે છોગ સુખભોગ કરવાને આનંદ માને છે; તેઓ ડાઘ તથા કલંક છે; અને પોતાના પ્રેમભોજનમાં મસ્ત થઈને તમારી સાથે ભોજન કરે છે.
2 પિતરનો પત્ર 2 : 14 (IRVGU)
તેઓની આંખો વ્યભિચારિણીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરતાં બંધ થતી નથી; તેઓ ડામાડોળ માણસોને લલચાવે છે; તેઓનાં હૃદયો દ્રવ્યલોભમાં કેળવાયેલાં છે, તેઓ શાપિત છે.
2 પિતરનો પત્ર 2 : 15 (IRVGU)
ખરો માર્ગ મૂકીને તેઓ અવળે માર્ગે ભટકેલા છે, અને બયોરનો દીકરો બલામ, જેણે અન્યાયનું ફળ ચાહ્યું તેને માર્ગે ચાલનારાં થયા;
2 પિતરનો પત્ર 2 : 16 (IRVGU)
પણ તેને પોતાના અધર્મને લીધે ઠપકો આપવામાં આવ્યો; મૂંગા ગધેડાએ માણસની વાણીથી પ્રબોધકની ઘેલછાને અટકાવી.
2 પિતરનો પત્ર 2 : 17 (IRVGU)
તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી ધૂમર જેવા છે, તેઓને સારુ ઘોર અંધકાર રાખેલો છે.
2 પિતરનો પત્ર 2 : 18 (IRVGU)
તેઓ ભ્રમણામાં છે. તેઓમાંથી જેઓ બચી જવાની તૈયારીમાં છે તેઓને તેઓ વ્યર્થતાની બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.
2 પિતરનો પત્ર 2 : 19 (IRVGU)
તેઓને તેઓ સ્વતંત્રતાનું વચન આપે છે, પણ પોતે પાપના દાસ છે; કેમ કે માણસને જ કોઈ જીતે છે, તે જ તેને પોતાનો દાસ બનાવે છે.
2 પિતરનો પત્ર 2 : 20 (IRVGU)
કેમ કે આપણા પ્રભુ તથા ઉદ્ધારક ઈસુ ખ્રિસ્તને ઓળખવાથી જો તેઓ, જગતની ભ્રષ્ટતાથી છૂટીને, પાછા તેમાં ફસાઈને હારી ગયા, તો તેઓની છેલ્લી દશા પહેલી કરતાં ખરાબ થઈ છે;
2 પિતરનો પત્ર 2 : 21 (IRVGU)
કારણ કે ન્યાયીપણાનો માર્ગ જાણ્યાં પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી હતી તેમાંથી પાછા ફરવું, એ કરતાં આ તેઓ તે *માર્ગ વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત.
2 પિતરનો પત્ર 2 : 22 (IRVGU)
પણ તેઓને માટે આ કહેવત સાચી ઠરી છે, 'કૂતરું પોતે ઊલટી કરી હોય ત્યાં પાછું આવે છે અને નવડાવેલું ભૂંડ કાદવમાં આળોટવા માટે પાછું આવે છે,' આ કહેવત પ્રમાણે તેઓનું વર્તન થયું છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22