2 Kings 17 : 1 (IRVGU)
યહૂદિયાના રાજા આહાઝના બારમા વર્ષે એલાનો દીકરો હોશિયા સમરુનમાં ઇઝરાયલ પર રાજ કરવા લાગ્યો. તેણે નવ વર્ષ રાજ કર્યુ.
2 Kings 17 : 2 (IRVGU)
તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું, તોપણ તેની પહેલાં થઈ ગયેલા ઇઝરાયલના રાજાઓ જેવું નહિ.
2 Kings 17 : 3 (IRVGU)
આશૂરના રાજા શાલ્માનેસેરે તેના પર હુમલો કર્યો, હોશિયા તેનો ચાકર બનીને તેને ખંડણી આપવા લાગ્યો.
2 Kings 17 : 4 (IRVGU)
પણ આશૂરના રાજાને પોતાની વિરુદ્ધ હોશિયાનું ષડયંત્ર સમજાયું, કેમ કે, તેણે મિસરના સો નામના રાજાની પાસે સંદેશાવાહકો મોકલ્યા હતા. દર વર્ષની જેમ હોશિયાએ આશૂરના રાજાને ખંડણી ભરી ન હતી. તેથી આશૂરના રાજાએ તેને કેદ કરીને બંદીખાનામાં નાખ્યો.
2 Kings 17 : 5 (IRVGU)
પછી આશૂરનો રાજા આખા દેશ પર ચઢી આવ્યો, સમરુન સુધી આવીને ત્રણ વર્ષ સુધી તેને ઘેરો ઘાલ્યો.
2 Kings 17 : 6 (IRVGU)
હોશિયાને નવમે વર્ષે આશૂરના રાજાએ સમરુન જીતી લીધું, તે આશૂરમાં ઇઝરાયલીઓને લઈ આવ્યો. તેણે તેમને હલાહમાં, ગોઝાન નદી પર આવેલા હાબોરમાં તથા માદીઓના નગરમાં રાખ્યા.
2 Kings 17 : 7 (IRVGU)
આમ થવાનું કારણ એ હતું કે, ઇઝરાયલના લોકોએ તેઓને મિસરના રાજા ફારુનના હાથ નીચેથી છોડાવી મિસર દેશમાંથી બહાર કાઢી લાવનાર પોતાના ઈશ્વર યહોવાહ વિરુદ્ધ પાપ કર્યું હતું. લોકોએ બીજા દેવોની સેવા કરી હતી.
2 Kings 17 : 8 (IRVGU)
અને જે પ્રજાઓને યહોવાહે કાઢી મૂકી હતી તે પ્રજાઓના વિધિઓ પ્રમાણે તથા ઇઝરાયલના રાજાઓએ કરેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
2 Kings 17 : 9 (IRVGU)
ઇઝરાયલી લોકોએ ઈશ્વર યહોવાહની વિરુદ્ધ જે સારા ન હતાં તેવાં કામ ગુપ્ત રીતે કર્યાં. તેઓએ પોતાનાં બધાં નગરોમાં, ચોકીદારોના કિલ્લાથી તે કોટવાળા નગર સુધી ઉચ્ચસ્થાનો બાંધ્યાં.
2 Kings 17 : 10 (IRVGU)
તેઓએ દરેક ઉચ્ચસ્થાન પર અને લીલાં વૃક્ષ નીચે સ્તંભો અને અશેરીમ મૂર્તિઓ ઊભી કરી હતી.
2 Kings 17 : 11 (IRVGU)
યહોવાહે જે પ્રજાઓને તેની આગળથી કાઢી મૂકી હતી, તે લોકોની જેમ ત્યાં તેઓ બધાં ઉચ્ચસ્થાનો પર ધૂપ બાળતા હતા. ઇઝરાયલીઓ દુષ્ટ કામો કરીને યહોવાહને ગુસ્સે કરતા હતા;
2 Kings 17 : 12 (IRVGU)
તેઓ મૂર્તિઓની પૂજા કરતા હતા, જેના વિષે યહોવાહે તેઓને કહ્યું હતું, “તમારે આ કામ કરવું નહિ.”
2 Kings 17 : 14 (IRVGU)
તેમ છતાં યહોવાહે ઇઝરાયલને અને યહૂદિયાને દરેક પ્રબોધક અને દરેક દ્રષ્ટા દ્વારા જાહેર કર્યું હતું કે, “તમારા દુષ્ટ માર્ગોથી પાછા ફરો, જે નિયમશાસ્ત્ર મેં તમારા પિતૃઓને ફરમાવ્યું હતું, જે મેં મારા સેવક પ્રબોધકો દ્વારા તમારી પાસે મોકલ્યું હતું, તે પ્રમાણે મારી આજ્ઞાઓ તથા વિધિઓ તમે પાળો.” પણ તેઓએ યહોવાહનું સાંભળ્યું નહિ; પણ તેઓના જે પિતૃઓ પોતાના ઈશ્વર પર ભરોસો રાખતા નહોતા, તેઓના જેવા તેઓ વધારે હઠીલા થઈ ગયા હતા.
2 Kings 17 : 15 (IRVGU)
તેઓએ તેઓના પિતૃઓ સાથે કરેલા યહોવાહના વિધિઓ અને કરારનો, તેમ જ યહોવાહે તેઓને આપેલા સાક્ષ્યોનો ત્યાગ કર્યો હતો. તેઓ વ્યર્થ બાબતોની પાછળ ચાલીને નકામા થઈ ગયા. તેઓની આસપાસ રહેનાર પ્રજાઓ કે જેઓના વિષે યહોવાહે ફરમાવ્યું હતું કે તેઓનું અનુકરણ ન કરવું, પણ તેઓએ તેઓનું અનુકરણ કર્યું.
2 Kings 17 : 16 (IRVGU)
તેઓએ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓનો ત્યાગ કર્યો. પોતાના માટે વાછરડાના આકારની ધાતુની બે મૂર્તિઓ બનાવી. તેઓએ અશેરાદેવીની મૂર્તિ બનાવી, આકાશનાં બધાં જ્યોતિમંડળની અને બાલની પૂજા કરી હતી.
2 Kings 17 : 17 (IRVGU)
તેઓએ પોતાના દીકરા અને દીકરીઓનાં બલિદાન અગ્નિમાં દહનીયાપર્ણની માફક આપ્યાં હતાં. તેઓ શકુનવિદ્યા અને તંત્રમંત્રનો ઉપયોગ કરતા હતા. યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરવા માટે પોતાને વેચીને યહોવાહને ગુસ્સે કર્યા હતા.
2 Kings 17 : 18 (IRVGU)
તે માટે યહોવાહે અતિશય કોપાયમાન થઈને ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. ફક્ત યહૂદિયાના કુળ સિવાય બીજું કોઈ ત્યાં રહ્યું નહિ.
2 Kings 17 : 19 (IRVGU)
યહૂદિયાએ પણ પોતાના ઈશ્વર યહોવાહની આજ્ઞાઓ પાળી નહિ, પણ ઇઝરાયલના બનાવેલા વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા.
2 Kings 17 : 20 (IRVGU)
તેથી યહોવાહે ઇઝરાયલના બધા વંશજોનો ત્યાગ કર્યો, તેઓના પર દુઃખ લાવ્યા, તેઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા અને તેમને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા.
2 Kings 17 : 21 (IRVGU)
જયારેે યહોવાહે ઇઝરાયલીઓને દાઉદના કુળમાંથી વિભાજિત કરીને છૂટા પાડ્યા, ત્યારે તેઓએ નબાટના દીકરા યરોબામને રાજા બનાવ્યો. યરોબામે ઇઝરાયલ પાસે યહોવાહનો ત્યાગ કરાવીને મોટું પાપ કરાવ્યું.
2 Kings 17 : 22 (IRVGU)
ઇઝરાયલી લોકો યરોબામે જે બધાં પાપો કર્યાં હતાં તે પ્રમાણે ચાલ્યા. તેઓએ તે પાપો કરવાનું છોડ્યું નહિ.
2 Kings 17 : 23 (IRVGU)
માટે યહોવાહે તેઓના બધા સેવક પ્રબોધકો દ્વારા જે કહ્યું હતું તે પ્રમાણે ઇઝરાયલને પોતાની દ્રષ્ટિ આગળથી દૂર કર્યા. એમ ઇઝરાયલને તેઓના પોતાના દેશમાંથી આશૂરમાં લઈ જવામાં આવ્યા, આજ સુધી તેઓ ત્યાં જ છે.
2 Kings 17 : 24 (IRVGU)
આશૂરના રાજાએ બાબિલ, કુથા, આવ્વા, હમાથ તથા સફાર્વાઈમમાંથી લોકોને લાવીને ઇઝરાયલી લોકોની જગ્યાએ સમરુનનાં નગરોમાં વસાવ્યા. આથી તેઓએ સમરુનનો કબજો લીધો. અને તેઓ તેનાં નગરોમાં રહ્યા.
2 Kings 17 : 25 (IRVGU)
ત્યાં તેઓના વસવાટની શરૂઆતમાં એવું બન્યું કે તેઓએ યહોવાહની આરાધના કરી ન હતી. તેથી યહોવાહે તેઓની મધ્યે સિંહ મોકલ્યા. સિંહોએ તેઓમાંના કેટલાકને મારી નાખ્યા.
2 Kings 17 : 26 (IRVGU)
માટે તેઓએ આશૂરના રાજાને કહેવડાવ્યું કે, “જે પ્રજાઓને લઈ જઈને તમે સમરુનના નગરોમાં વસાવી છે, તેઓ તે દેશના દેવના વિધિઓ જાણતા નથી. આથી તેઓએ તેઓની વચ્ચે સિંહો મોકલ્યા છે, જુઓ સિંહો લોકોને મારી નાખે છે, કેમ કે, એ લોકો તે દેશના દેવના વિધિઓ જાણતા ન હતા.”
2 Kings 17 : 27 (IRVGU)
ત્યારે આશૂરના રાજાએ આજ્ઞા કરી કે, “જે યાજકો તમે ત્યાંથી લાવ્યા હતા તેઓમાંથી એકને ત્યાં લઈ જાઓ, જેથી તેઓ ત્યાં જઈને રહે અને તેઓને તે દેશના દેવની રીત શીખવે.”
2 Kings 17 : 28 (IRVGU)
તેથી જે યાજકોને તેઓ સમરુનમાંથી લઈ આવ્યા હતા, તેઓમાંથી એક યાજક આવીને બેથેલમાં રહ્યો, તેણે તેઓને કેવી રીતે યહોવાહની આરાધના કરવી તે શીખવ્યું.
2 Kings 17 : 29 (IRVGU)
દરેક પ્રજાના લોકોએ પોતપોતાના દેવો બનાવીને તેઓ જયાં રહેતા હતા, ત્યાં સમરુનીઓએ બનાવેલા ઉચ્ચસ્થાનોમાં તેઓને મૂક્યા.
2 Kings 17 : 30 (IRVGU)
બાબિલના લોકોએ સુક્કોથ-બનોથ નામે મૂર્તિ બનાવી; કુથના લોકોએ નેર્ગાલ નામે મૂર્તિ બનાવી; હમાથના લોકોએ અશીમા નામે મૂર્તિ બનાવી;
2 Kings 17 : 31 (IRVGU)
આવ્વીના લોકોએ નિબ્હાઝ અને તાંર્તાક નામે મૂર્તિ બનાવી, સફાર્વીઓએ પોતાના બાળકનું સફાર્વાઈમના દેવ આદ્રામ્મેલેખ અને અન્નામ્મેલેખની આગળ દહનીયાપર્ણ કર્યું.
2 Kings 17 : 32 (IRVGU)
એમ તેઓ યહોવાહનું ભય રાખતા હતા, તેઓ પોતાનામાંથી ઉચ્ચસ્થાનોના યાજક નિયુકત કરતા, જે તેઓના માટે ઉચ્ચસ્થાનોના સભાસ્થાનોમાં યજ્ઞ કરતા.
2 Kings 17 : 33 (IRVGU)
તેઓ યહોવાહનું ભય રાખતા હતા અને જે દેશમાંથી તેઓને લઈ આવવામાં આવ્યા તેઓના વિધિ પ્રમાણે પોતાના દેવોની પણ પૂજા કરતા હતા.
2 Kings 17 : 34 (IRVGU)
આજ દિવસ સુધી તે લોકો આ જ રીત પ્રમાણે કરે છે. તેઓ યહોવાહનું ભય રાખતા નથી, કે તેઓ પોતાના વિધિઓ, હુકમો, નિયમ તથા આજ્ઞાઓ યહોવાહે યાકૂબના લોકોને આપ્યાં તે પ્રમાણે તેઓ વર્તતા નથી. જેનું નામ તેમણે ઇઝરાયલ પાડ્યું તે પ્રમાણે તેઓ વર્તતા નથી.
2 Kings 17 : 35 (IRVGU)
યહોવાહે તેઓની સાથે કરાર કર્યો હતો અને તેઓને આજ્ઞા આપી હતી, “તમારે બીજા દેવોનો ડર રાખવો નહિ, તેઓને નમવું નહિ, તેમની પૂજા કરવી નહિ, તેમને યજ્ઞો કરવા નહિ.
2 Kings 17 : 36 (IRVGU)
પણ યહોવાહ કે જે તમને પોતાની મહાન શક્તિથી તથા લંબાવેલા હાથથી મિસર દેશમાંથી બહાર લાવ્યા, તેમનો જ ભય રાખવો, તેમને જ તમારે નમવું અને તેમને જ તમારે યજ્ઞ કરવા.
2 Kings 17 : 37 (IRVGU)
જે વિધિઓ, કાનૂનો, નિયમ તથા આજ્ઞા યહોવાહે તમારે માટે લખ્યાં, તેનું તમારે સદાકાળ પાલન કરવું. તમે બીજા દેવોથી ડરશો નહિ,
2 Kings 17 : 38 (IRVGU)
મેં તમારી સાથે જે કરાર કર્યો છે તે તમારે ભૂલી જવો નહિ અને બીજા દેવોની પૂજા કરવી નહિ.
2 Kings 17 : 39 (IRVGU)
પણ તમારા યહોવાહ ઈશ્વરનો તમારે ભય રાખવો. તે તમને તમારા સર્વ શત્રુઓથી છોડાવશે.”
2 Kings 17 : 40 (IRVGU)
પણ તેઓએ તે સાંભળ્યું નહિ, અને તેઓએ ભૂતકાળમાં જે કર્યું હતું તે કરવાનું ચાલુ રાખ્યું.
2 Kings 17 : 41 (IRVGU)
આમ, તે લોકો યહોવાહનું ભય રાખતા અને પોતાની કોતરેલી મૂર્તિઓની પણ પૂજા કરતા હતા, તેઓનાં સંતાનો તેમ જ તેઓનાં સંતાનોનાં સંતાનો પણ, જેમ તેઓના પિતૃઓ કરતા હતા તેમ, આજ દિવસ સુધી કરે છે.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41