2 કરિંથીઓને 2 : 1 (IRVGU)
પણ મેં પોતાને સારુ એવું નક્કી કર્યું, કે હું ફરી ખેદથી તમારી પાસે નહિ આવું.
2 કરિંથીઓને 2 : 2 (IRVGU)
કેમ કે જો હું તમને દુઃખી કરું, તો જે મારાથી દુઃખ પામ્યો તે વિના મને કોણ આનંદ આપે છે?
2 કરિંથીઓને 2 : 3 (IRVGU)
અને મેં તમને એ જ લખ્યું, એ સારુ કે જેઓથી મારે આનંદ પામવો, તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય; હું તમારા બધા પર ભરોસો રાખું છું, કે મારો આનંદ તમારા સર્વનો છે.
2 કરિંથીઓને 2 : 4 (IRVGU)
કેમ કે ઘણી વિપત્તિથી તથા હૃદયની વેદનાથી, મેં ઘણાં આંસુઓ પાડીને તમને લખ્યું તે, એ માટે નહિ કે તમે દુઃખિત થાઓ, પણ એ માટે કે તમારા ઉપર મારો જે અતિ ઘણો પ્રેમ છે તે તમે જાણો.
2 કરિંથીઓને 2 : 5 (IRVGU)
પતિતને ક્ષમા કરો પણ જો કોઈએ દુઃખ પમાડ્યું છે, તો મને નહિ, પણ કેટલેક દરજ્જે (કેમ કે હું વધારે ભાર ન નાખું) તમને સર્વને તેણે દુઃખી કર્યા છે.
2 કરિંથીઓને 2 : 6 (IRVGU)
એવા માણસને બહુમતીથી આ જે શિક્ષા થયેલી છે તે પૂરતી છે,
2 કરિંથીઓને 2 : 7 (IRVGU)
માટે તેથી ઊલટું તમારે તેને વિશેષ માફી તથા દિલાસો આપવો, રખેને તે વધારે દુઃખમાં ગરકાવ થઈ જાય.
2 કરિંથીઓને 2 : 8 (IRVGU)
એ માટે હું તમને વિનંતી કરું છું કે તેના પર તમે પૂરો પ્રેમ કરો;
2 કરિંથીઓને 2 : 9 (IRVGU)
કેમ કે એ જ સારુ મેં લખ્યું છે, કે સર્વમાં તમે આજ્ઞાકારી છો કે નથી તે વિષે હું પરીક્ષા કરી લઉં.
2 કરિંથીઓને 2 : 10 (IRVGU)
પણ જેને તમે કંઈ માફ કરો છો, તેને હું પણ માફ કરું છું; કેમ કે જો મેં પણ કંઈ માફ કર્યું હોય, તો જે માફ કર્યું છે, તે તમારે લીધે ખ્રિસ્તની આગળ માફ કર્યું છે,
2 કરિંથીઓને 2 : 11 (IRVGU)
કે જેથી શેતાન આપણને ન જીતે, કેમ કે આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી.
2 કરિંથીઓને 2 : 12 (IRVGU)
ત્રોઆસમાં પાઉલની ચિંતા ખ્રિસ્તની સુવાર્તા પ્રગટ કરવા સારુ હું ત્રોઆસમાં આવ્યો અને પ્રભુએ મારે માટે બારણું ઉઘાડેલું છતાં
2 કરિંથીઓને 2 : 13 (IRVGU)
પણ મારા આત્માને શાંતિ ન હતી, કેમ કે તિતસ મારો ભાઈ મને મળ્યો નહિ; માટે તેઓથી વિદાય લઈને હું મકદોનિયામાં ગયો.
2 કરિંથીઓને 2 : 14 (IRVGU)
ખ્રિસ્ત દ્વારા વિજય પણ ઈશ્વર જે ખ્રિસ્તમાં સદા અમને વિજયકૂચમાં દોરે છે અને અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે, તેમની આભારસ્તુતિ થાઓ.
2 કરિંથીઓને 2 : 15 (IRVGU)
કેમ કે જેઓ ઉદ્ધાર પામે છે તેઓમાં, તથા નાશ પામે છે તેઓમાં, અમે ઈશ્વરની આગળ ખ્રિસ્તની સુગંધ છીએ.
2 કરિંથીઓને 2 : 16 (IRVGU)
મૃત્યુ પામેલાઓને સારુ અમે મરણની દુર્ગંધરૂપ અને જીવંતને સારું જીવનની દુર્ગંધરૂપ છીએ; તો એ કાર્યોને સારુ કોણ યોગ્ય છે?
2 કરિંથીઓને 2 : 17 (IRVGU)
કેમ કે કેટલાકની જેમ અમે ઈશ્વરની વાતમાં ઉમેરો કરતા નથી પણ સત્યતાથી તથા ઈશ્વરની *સત્તાથી ખ્રિસ્તમાં ઈશ્વરની આગળ બોલીએ છીએ.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17