1 Samuel 29 : 1 (IRVGU)
હવે પલિસ્તીઓએ પોતાનાં સર્વ સૈન્યોને અફેક આગળ એકત્ર કર્યાં; ઇઝરાયલીઓએ યિઝ્રએલમાં જે ઝરો છે તેની પાસે છાવણી કરી.
1 Samuel 29 : 2 (IRVGU)
પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજારહજારની ટોળીબંધ ચાલી નીકળ્યા; દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યની પાછળ ચાલ્યા.
1 Samuel 29 : 4 (IRVGU)
ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓનું અહીંયાં શું કામ છે?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલનો રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? જે આ દિવસોમાં બલકે કેટલાક વર્ષોથી મારી સાથે રહે છે, તોપણ તે આવ્યો તે દિવસથી આજ સુધી મને એનામાં કોઈ દોષ જોવા મળ્યો નથી.
1 Samuel 29 : 5 (IRVGU)
પણ પલિસ્તીઓના સરદારો તેના પર ગુસ્સે થયા; તેઓએ તેને કહ્યું, “આ માણસને પાછો મોકલ, જે જગ્યા તેં તેને ઠરાવી આપી છે ત્યાં તે પાછો જાય; તેને આપણી સાથે લડાઈમાં આવવા ન દેતો, રખેને યુદ્ધમાં તે આપણો શત્રુ થાય. કેમ કે તે પોતાના માલિક સાથે સલાહ શાંતિ કરી દે તો? શું તે આપણા માણસોના માથાં નહિ આપે? શું એ દાઉદ નથી કે જેનાં વિષે તેઓએ નાચતાં નાચતાં સામસામે ગાયું ન હતું કે, 'શાઉલે તો સહસ્રોને પણ દાઉદે તો દસ સહસ્રોને માર્યા છે?”'
1 Samuel 29 : 6 (IRVGU)
ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા ઈશ્વરના સમ, તું પ્રામાણિકપણાથી વર્ત્યો છે અને સૈન્યમાં મારી સાથે આવે તે મારી દૃષ્ટિમાં સારું છે; કેમ કે તું મારી પાસે આવ્યો તે દિવસથી તે આજ સુધી તારામાં મને કંઈ અપરાધ માલૂમ પડ્યો નથી. તેમ છતાં, સરદારો તારાથી રાજી નથી.
1 Samuel 29 : 7 (IRVGU)
માટે હવે તું પાછો વળ. અને પલિસ્તીઓના સરદારો તારાથી નારાજ ન થાય તે માટે તું શાંતિથી પાછો જા.”
1 Samuel 29 : 8 (IRVGU)
દાઉદે આખીશને કહ્યું, “પણ મેં શું કર્યું છે? જ્યાં સુધી હું તારી સેવામાં હતો ત્યાં સુધી, એટલે આજ સુધી તેં પોતાના દાસમાં એવું શું જોયું, કે મારા માલિક રાજાના શત્રુઓની સાથે લડવા માટે મારી પસંદગી ના થાય?”
1 Samuel 29 : 9 (IRVGU)
આખીશે ઉત્તર આપીને દાઉદને કહ્યું, “હું જાણું છું કે મારી દ્રષ્ટિમાં તું સારો, ઈશ્વર જેવો છે; પરંતુ પલિસ્તીઓના સરદારોએ કહ્યું છે કે, 'તે અમારી સાથે યુદ્ધમાં ન આવે.'
1 Samuel 29 : 10 (IRVGU)
માટે હવે તારા માલિકના જે ચાકરો તારી સાથે આવેલા છે તેઓની સાથે તું વહેલી સવારે ઊઠજે; ઊઠ્યા પછી સૂર્યોદય સમયે તમે વિદાય થજો.”
1 Samuel 29 : 11 (IRVGU)
તેથી દાઉદ તથા તેના માણસો પલિસ્તીઓના દેશમાં પાછા જવા માટે વહેલી સવારે ઊઠ્યા. પલિસ્તીઓએ યિઝ્એલ તરફ કૂચ કરી.
❮
❯
1
2
3
4
5
6
7
8
9
10
11