1 કરિંથીઓને 16 : 1 (IRVGU)
ફાળો ઉઘરાવવા વિષે હવે સંતોને માટે ફાળો એકઠો કરવા વિષે લખું છું; મેં ગલાતિયાના વિશ્વાસી સમુદાયને જે સૂચના આપી તે પ્રમાણે તમે પણ કરો.
1 કરિંથીઓને 16 : 2 (IRVGU)
હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, માટે અઠવાડિયાને પહેલે દિવસે તમારામાંના પ્રત્યેકે પોતાની કમાણી પ્રમાણે અમુક હિસ્સો રાખી મૂકવો.
1 કરિંથીઓને 16 : 3 (IRVGU)
જયારે હું આવીશ ત્યારે જેઓને તમે પસંદ કરશો, તેઓને પત્રો આપીને હું તમારાં દાન યરુશાલેમમાં પહોંચાડવા માટે મોકલીશ.
1 કરિંથીઓને 16 : 4 (IRVGU)
જો મારે પણ જવાનું યોગ્ય લાગશે તો તેઓ મારી સાથે આવશે.
1 કરિંથીઓને 16 : 5 (IRVGU)
મુસાફરી માટે પાઉલનો કાર્યક્રમ હું મકદોનિયા થઈને જવાનો છું; તેથી મકદોનિયા પાર કર્યાં પછી હું તમારી પાસે આવીશ.
1 કરિંથીઓને 16 : 6 (IRVGU)
હું કદાચ તમારી સાથે રહીશ, અથવા શિયાળો પણ ગાળીશ કે, જેથી મારે જ્યાં જવાનું છે ત્યાં તમે મને પહોંચાડો.
1 કરિંથીઓને 16 : 7 (IRVGU)
કેમ કે હમણાં જતા તમને મળવાની મારી ઇચ્છા નથી; પણ જો ઈશ્વરની ઇચ્છા હશે તો હું થોડા સમય સુધી તમારી સાથે રહેવાની આશા રાખું છું.
1 કરિંથીઓને 16 : 8 (IRVGU)
પણ હું પચાસમાના પર્વ સુધી એફેસેસમાં જ રહીશ;
1 કરિંથીઓને 16 : 9 (IRVGU)
કેમ કે એક મહાન કાર્ય સફળ થાય એવું દ્વાર મારે માટે ઉઘાડવામાં આવ્યું છે. જોકે વિરોધીઓ પણ ઘણાં છે.
1 કરિંથીઓને 16 : 10 (IRVGU)
પણ જો તિમોથી આવે તો તે તમારી સાથે નિર્ભય રહે, તે વિષે સંભાળ રાખજો, કેમ કે મારી માફક તે પણ પ્રભુનું કામ કરે છે.
1 કરિંથીઓને 16 : 11 (IRVGU)
એ માટે કોઈ તેને તુચ્છ ગણે નહીં; પણ શાંતિથી તમે તેને મારી પાસે પહોંચાડજો, કેમ કે ભાઈઓની સાથે તેના આવવાની પ્રતિક્ષા હું કરું છું.
1 કરિંથીઓને 16 : 12 (IRVGU)
હવે, ભાઈ આપોલસ વિષે મારે આટલું કહેવું છે કે ભાઈઓની સાથે તે તમારી પાસે આવે માટે મેં તેને બહુ વિનંતી કરી; પણ હમણાં ત્યાં આવવાની તેની ઇચ્છા નથી; પણ જયારે અનુકૂળ પ્રસંગ મળશે ત્યારે તે આવશે.
1 કરિંથીઓને 16 : 13 (IRVGU)
વિદાયવચનો જાગૃત રહો, વિશ્વાસમાં સ્થિર રહો, સામર્થ્ય બતાવો, બળવાન થાઓ.
1 કરિંથીઓને 16 : 14 (IRVGU)
તમે જે કંઈ કરો તે પ્રેમથી કરો.
1 કરિંથીઓને 16 : 15 (IRVGU)
ભાઈઓ, તમે સ્તેફનાસના કુટુંબને જાણો છો કે, તે અખાયાનું પ્રથમફળ વિશ્વાસી છે, તેઓ સંતોની સેવામાં હંમેશા સક્રિય રહ્યા છે માટે હું તમને વિનંતી કરું છું કે,
1 કરિંથીઓને 16 : 16 (IRVGU)
તમે એવા માણસોને અને અન્ય જેઓ સેવામાં પરિશ્રમ કરે છે તેઓને પણ આધીન થાઓ.
1 કરિંથીઓને 16 : 17 (IRVGU)
સ્તેફનાસ તથા ફોર્તુનાતસ તથા અખાઈક્સના આવવાથી હું હર્ષ પામ્યો છું; કેમ કે તમારું જે કામ અધૂરું હતું તે તેઓએ પૂરું કર્યું છે.
1 કરિંથીઓને 16 : 18 (IRVGU)
તેઓએ મારા તથા તમારા આત્માને પણ ઉત્તેજિત કર્યા. માટે એવા માણસોને માન આપો.
1 કરિંથીઓને 16 : 19 (IRVGU)
આસિયાના વિશ્વાસી સમુદાય તમને સલામ પાઠવે છે. આકુલા, પ્રિસ્કા તથા તેઓના ઘરમાં મળતા વિશ્વાસી સમુદાયના સર્વ પ્રભુમાં તમને સલામ પાઠવે છે.
1 કરિંથીઓને 16 : 20 (IRVGU)
સર્વ ભાઈઓ પણ તમને સલામ પાઠવે છે. પવિત્ર ચુંબનથી એકબીજાને ક્ષેમકુશળ કહેજો.
1 કરિંથીઓને 16 : 21 (IRVGU)
હું પાઉલ મારે પોતાને હાથે તમને સલામ લખું છું.
1 કરિંથીઓને 16 : 22 (IRVGU)
જો કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પ્રેમ કરતો ન હોય, તો તે શાપિત થાઓ.
1 કરિંથીઓને 16 : 23 (IRVGU)
આપણા પ્રભુ આવવાનાં છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા તમારા પર હો.
1 કરિંથીઓને 16 : 24 (IRVGU)
ખ્રિસ્ત ઈસુમાં મારો પ્રેમ તમો સર્વની સાથે હો. આમીન.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24