1 કાળવ્રત્તાંત 9 : 1 (IRVGU)
સર્વ ઇઝરાયલની ગણતરી વંશાવળી પ્રમાણે કરવામાં આવી. ઇઝરાયલના રાજાઓના પુસ્તકમાં તેની નોંધ કરવામાં આવેલી છે. યહૂદાને તેના પાપને લીધે કેદી તરીકે બાબિલમાં લઈ જવામાં આવ્યો હતો.
1 કાળવ્રત્તાંત 9 : 2 (IRVGU)
હવે પોતપોતાનાં વતનોના નગરોમાં પહેલા રહેવા આવ્યા તે તો ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, તથા ભક્તિસ્થાનોના સેવકો હતા.
1 કાળવ્રત્તાંત 9 : 3 (IRVGU)
યહૂદાના, બિન્યામીનના, એફ્રાઇમના તથા મનાશ્શાના વંશજોમાંના જેઓ યરુશાલેમમાં રહેતા હતા તેઓ આ છે.
1 કાળવ્રત્તાંત 9 : 4 (IRVGU)
યહૂદાના દીકરા પેરેસના વંશજોમાંથી બાનીના દીકરા ઈમ્રીના દીકરા ઓમ્રીના દીકરા આમિહૂદનો દીકરો ઉથાય.
1 કાળવ્રત્તાંત 9 : 5 (IRVGU)
શીલોનીઓમાંથી તેનો જયેષ્ઠ દીકરો અસાયા તથા તેના દીકરાઓ.
1 કાળવ્રત્તાંત 9 : 6 (IRVGU)
ઝેરાના વંશજોમાંથી યેઉએલ. તથા કુટુંબીઓ મળીને કુલ છસો નેવું.
1 કાળવ્રત્તાંત 9 : 7 (IRVGU)
બિન્યામીનના વંશજોમાંના હાસ્સેનુઆના દીકરા હોદાવ્યાના દીકરા મશુલ્લામનો દીકરો સાલ્લૂ.
1 કાળવ્રત્તાંત 9 : 8 (IRVGU)
યરોહામનો દીકરો યિબ્નિયા, મિખ્રીના દીકરા ઉઝઝીનો દીકરો એલા, યિબ્નિયાના દીકરા રેઉએલના દીકરા શફાટયાનો દીકરો મશુલ્લામ.
1 કાળવ્રત્તાંત 9 : 9 (IRVGU)
તેઓની વંશાવળીઓ પ્રમાણે તેઓના કુટુંબીઓ નવસો છપ્પન. એ સર્વ પુરુષો પોતાના પિતૃઓના કુટુંબોના સરદારો હતા.
1 કાળવ્રત્તાંત 9 : 10 (IRVGU)
યાજકો; યદાયા, યહોયારીબ તથા યાકીન.
1 કાળવ્રત્તાંત 9 : 11 (IRVGU)
અહિટૂબના દીકરા મરાયોથના દીકરા સાદોકના દીકરા મશુલ્લામના દીકરા હિલ્કિયાનો દીકરો અર્ઝાયા ઈશ્વરના ઘરનો કારભારી હતો.
1 કાળવ્રત્તાંત 9 : 12 (IRVGU)
માલ્કિયાના દીકરા પાશ્હૂરના દીકરા યરોહામનો દીકરો અદાયા. ઈમ્મેરના દીકરા મશિલ્લેમિથના દીકરા મશુલ્લામના દીકરા યાહઝેરાના દીકરા અદીએલનો દીકરો માસાય.
1 કાળવ્રત્તાંત 9 : 13 (IRVGU)
તેઓના સગાંઓ, પોતાના પિતૃઓના કુટુંબનાં આગેવાનો એક હજાર સાતસો સાઠ હતા. તેઓ ઈશ્વરના ઘરની સેવાના કામમાં ઘણાં કુશળ પુરુષો હતા.
1 કાળવ્રત્તાંત 9 : 14 (IRVGU)
લેવીઓમાંના એટલે મરારીના વંશજોમાંના; હશાબ્યાના દીકરા આઝ્રીકામના દીકરા હાશુબનો દીકરો શમાયા.
1 કાળવ્રત્તાંત 9 : 15 (IRVGU)
બાક-બાક્કાર, હેરેશ તથા ગાલાલ, આસાફના દીકરા ઝિખ્રીના દીકરા મિખાનો દીકરો માત્તાન્યા.
1 કાળવ્રત્તાંત 9 : 16 (IRVGU)
યદૂથૂનના દીકરા ગાલાલના દીકરા શમાયાનો દીકરો ઓબાદ્યા, એલ્કાનાના દીકરા આસાનો દીકરો બેરેખ્યા તેઓ નટોફાથીઓના ગામોના રહેવાસી હતા.
1 કાળવ્રત્તાંત 9 : 17 (IRVGU)
દ્વારપાળો; શાલ્લુમ, આકકુબ, ટાલ્મોન, અહીમાન તથા તેઓના વંશજો. શાલ્લુમ તેઓનો આગેવાન હતો.
1 કાળવ્રત્તાંત 9 : 18 (IRVGU)
એ સમયે તે (શાલ્લુમ) રાજાના પૂર્વ તરફના મુખ્ય દરવાજાનો દ્વારપાળ હતો. તેઓ લેવી વંશજોની છાવણીના દ્વારપાળો હતા.
1 કાળવ્રત્તાંત 9 : 19 (IRVGU)
કોરાહના દીકરા એબ્યાસાફના દીકરા કોરેનો દીકરો શાલ્લુમ, તેના પિતાના કુટુંબનાં તેના ભાઈઓ, એટલે કોરાહીઓ સેવાના કામ પર હતા તેઓ મંડપના દ્વારપાળો હતા. તેઓના પિતૃઓ યહોવાહની છાવણીનું પ્રવેશદ્વાર સંભાળનારા હતા.
1 કાળવ્રત્તાંત 9 : 20 (IRVGU)
ગતકાળમાં એલાઝારનો દીકરો ફીનહાસ તેઓનો ઉપરી હતો, યહોવાહ તેમની સાથે હતા.
1 કાળવ્રત્તાંત 9 : 21 (IRVGU)
મશેલેમ્યાનો દીકરો ઝખાર્યા “મુલાકાતમંડપના” દ્વારપાળ હતો.
1 કાળવ્રત્તાંત 9 : 22 (IRVGU)
એ સર્વ જે દરવાજા ઉપર દ્વારપાળ તરીકે પસંદ કરાયેલા હતા તેઓ બસો બાર હતા. તેઓ પોતપોતાનાં ગામોમાં તેમની વંશાવળી પ્રમાણે ગણાયા હતા. તેઓને દાઉદે તથા શમુએલ પ્રબોધકે તેઓના મુકરર કરેલા કામ પર નીમ્યા હતા.
1 કાળવ્રત્તાંત 9 : 23 (IRVGU)
તેથી તેઓનું તથા તેઓના દીકરાઓનું કામ ભક્તિસ્થાનના દ્વારોની એટલે મંડપની, ચોકી કરીને સંભાળ રાખવાનું હતું.
1 કાળવ્રત્તાંત 9 : 24 (IRVGU)
દ્વારપાળો ચારે બાજુએ ફરજ બજાવતા હતા, એટલે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર તથા દક્ષિણ ગમ.
1 કાળવ્રત્તાંત 9 : 25 (IRVGU)
તેઓના જે ભાઈઓ તેઓના ગામોમાં હતા, તેઓને સાત દિવસને અંતરે વારાફરતી તેઓની સાથે સેવામાં સામેલ થવા સારુ આવતા હતા.
1 કાળવ્રત્તાંત 9 : 26 (IRVGU)
ચાર મુખ્ય દરવાજાના રક્ષકો જે લેવીઓ હતા તેઓ ભક્તિસ્થાનની ઓરડીઓ પર તથા ભંડારો પર નિમાયેલા હતા.
1 કાળવ્રત્તાંત 9 : 27 (IRVGU)
તેઓ ભક્તિસ્થાનની આસપાસ તેમનાં કામ પ્રમાણે રહેતા હતા, કેમ કે તેઓ તેની રક્ષા માટે જવાબદાર હતા. દર સવારે તેને ઉઘાડવાનું કામ તેઓનું હતું.
1 કાળવ્રત્તાંત 9 : 28 (IRVGU)
તેઓમાંના કેટલાકના હવાલામાં સેવાનાં પાત્રો હતાં, તેઓ તે ગણીને બહાર લઈ જવાની અને ગણીને અંદર લાવવાની જવાબદારી હતી.
1 કાળવ્રત્તાંત 9 : 29 (IRVGU)
વળી તેઓમાંના કેટલાકને રાચરચીલું, પવિત્રસ્થાનનાં સર્વ પાત્રો, મેંદો, દ્રાક્ષારસ, તેલ, લોબાન તથા સુગંધીદ્રવ્ય સાચવવા માટે નીમવામાં આવ્યા હતા.
1 કાળવ્રત્તાંત 9 : 30 (IRVGU)
યાજકના દીકરાઓમાંના કેટલાક સુગંધીઓની મેળવણી તૈયાર કરવાની ફરજ બજાવતા હતા.
1 કાળવ્રત્તાંત 9 : 31 (IRVGU)
શાલ્લુમ કોરાહીનો જયેષ્ઠ દીકરો માત્તિથ્યા, જે એક લેવી હતો, તેને અર્પણો માટે રોટલીઓ તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
1 કાળવ્રત્તાંત 9 : 32 (IRVGU)
કહાથીઓના વંશજોમાંના કેટલાકને દર વિશ્રામવારે અર્પણ કરવાની રોટલી તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું.
1 કાળવ્રત્તાંત 9 : 33 (IRVGU)
ગાનારાઓ અને લેવીઓના કુટુંબનાં આગેવાનો પવિત્રસ્થાનના ઓરડાઓમાં રહેતા હતા, તેઓને અન્ય ફરજો બજાવવાની ન હતી, કેમ કે તેઓ રાત દિવસ પોતાના જ કામમાં વ્યસ્ત રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 9 : 34 (IRVGU)
તેઓ લેવીઓના પિતૃઓના કુટુંબનાં આગેવાનો હતા, એટલે પોતાની સર્વ પેઢીઓમાં મુખ્ય પુરુષો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 9 : 35 (IRVGU)
ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
1 કાળવ્રત્તાંત 9 : 36 (IRVGU)
તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બાલ, નેર તથા નાદાબ,
1 કાળવ્રત્તાંત 9 : 37 (IRVGU)
ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.
1 કાળવ્રત્તાંત 9 : 38 (IRVGU)
1 કાળવ્રત્તાંત 9 : 39 (IRVGU)
મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા. નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
1 કાળવ્રત્તાંત 9 : 40 (IRVGU)
યોનાથાનનો દીકરો મરીબ્બાલ હતો. મરીબ્બાલનો દીકરો મિખા હતો.
1 કાળવ્રત્તાંત 9 : 41 (IRVGU)
1 કાળવ્રત્તાંત 9 : 42 (IRVGU)
મિખાના દીકરાઓ; પિથોન, મેલેખ, તાહરેઆ તથા આહાઝ. આહાઝનો દીકરો યારા. યારાના દીકરાઓ; આલેમેથ, આઝમાવેથ તથા ઝિમ્રી. ઝિમ્રીનો દીકરો મોસા હતો.
1 કાળવ્રત્તાંત 9 : 43 (IRVGU)
મોસાનો દીકરો બિનઆ હતો. બિનઆનો દીકરો રફાયા હતો. રફાયાનો દીકરો એલાસા હતો. એલાસાનો દીકરો આસેલ હતો.
1 કાળવ્રત્તાંત 9 : 44 (IRVGU)
આસેલના છ દીકરાઓ; આઝ્રીકામ, બોખરુ, ઈશ્માએલ, શાર્યા, ઓબાદ્યા તથા હાનાન હતા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44