1 કાળવ્રત્તાંત 7 : 1 (IRVGU)
ઇસ્સાખારના ચાર દીકરાઓ: તોલા, પૂઆહ, યાશૂબ તથા શિમ્રોન.
1 કાળવ્રત્તાંત 7 : 2 (IRVGU)
તોલાના દીકરાઓ: ઉઝિઝ, રફાયા, યરીએલ, યાહમાય, યિબ્સામ તથા શમુએલ. તેઓ તેમના પિતૃઓના કુટુંબોના એટલે કે, તોલાના કુટુંબનાં આગેવાનો હતા. દાઉદ રાજાના સમયમાં તેઓની સંખ્યા બાવીસ હજાર છસોની હતી.
1 કાળવ્રત્તાંત 7 : 3 (IRVGU)
ઉઝિઝનો દીકરો યિઝાહયા. યિઝાહયાના દીકરાઓ: મિખાએલ, ઓબાદ્યા, યોએલ તથા યિશ્શીયા. આ પાંચ આગેવાનો હતા.
1 કાળવ્રત્તાંત 7 : 4 (IRVGU)
તેઓના પિતૃઓના કુટુંબોની વંશાવળી પ્રમાણે, તેઓની પાસે લડાઈને માટે હથિયારબંધ છત્રીસ હજાર માણસો હતા, કેમ કે તેઓની ઘણી પત્નીઓ તથા દીકરાઓ હતા.
1 કાળવ્રત્તાંત 7 : 5 (IRVGU)
ઇસ્સાખારના કુળના પિતૃઓનાં કુટુંબો મળીને તેઓના ભાઈઓની વંશાવળી પ્રમાણે ગણતાં તેઓ સિત્યાશી હજાર યોદ્ધાઓ હતા.
1 કાળવ્રત્તાંત 7 : 6 (IRVGU)
બિન્યામીનના ત્રણ દીકરાઓ: બેલા, બેખેર તથા યદીએલ.
1 કાળવ્રત્તાંત 7 : 7 (IRVGU)
બેલાના પાંચ દીકરાઓ; એસ્બોન, ઉઝિઝ, ઉઝિયેલ, યરિમોથ તથા ઈરી હતા. તેઓ કુટુંબોના સૈનિકો તથા આગેવાનો હતા. તેઓની ગણતરી પ્રમાણે તેઓના યોદ્ધાઓની સંખ્યા બાવીસ હજાર ચોત્રીસ હતી.
1 કાળવ્રત્તાંત 7 : 8 (IRVGU)
બેખેરના દીકરાઓ: ઝમિરા, યોઆશ, એલીએઝેર, એલ્યોનાય, ઓમ્રી, યરિમોથ, અબિયા, અનાથોથ તથા આલેમેથ. આ બધા તેના દીકરાઓ હતા.
1 કાળવ્રત્તાંત 7 : 9 (IRVGU)
તેઓનાં કુટુંબો પ્રમાણે તેમની ગણતરી કરતાં તેઓ વીસ હજાર બસો શૂરવીર પુરુષો તથા કુટુંબોના આગેવાનો હતા.
1 કાળવ્રત્તાંત 7 : 10 (IRVGU)
યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
1 કાળવ્રત્તાંત 7 : 11 (IRVGU)
આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
1 કાળવ્રત્તાંત 7 : 12 (IRVGU)
ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.
1 કાળવ્રત્તાંત 7 : 13 (IRVGU)
1 કાળવ્રત્તાંત 7 : 14 (IRVGU)
નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગુની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા. મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્ત્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.
1 કાળવ્રત્તાંત 7 : 15 (IRVGU)
માખીરે હુપ્પીમ અને શુપ્પીમકુળમાંથી બે પત્નીઓ સાથે લગ્ન કર્યા. એકનું નામ માકા હતું. મનાશ્શાના બીજા વંશજનું નામ સલોફહાદ હતું, તેને દીકરાઓ ન હતા, માત્ર દીકરીઓ જ હતી.
1 કાળવ્રત્તાંત 7 : 16 (IRVGU)
માખીરની પત્ની માકાને દીકરો જન્મ્યો. તેણે તેનું નામ પેરેશ રાખ્યું. તેના ભાઈનું નામ શેરેશ. તેના દીકરાઓ ઉલામ તથા રેકેમ.
1 કાળવ્રત્તાંત 7 : 17 (IRVGU)
ઉલામનો દીકરો બદાન. તેઓ મનાશ્શાના દીકરા માખીરના દીકરા ગિલ્યાદના વંશજો હતા.
1 કાળવ્રત્તાંત 7 : 18 (IRVGU)
ગિલ્યાદની બહેન હામ્મોલેખેથે ઈશ્હોદ, અબીએઝેર તથા માહલાને જન્મ આપ્યો.
1 કાળવ્રત્તાંત 7 : 19 (IRVGU)
શમિદાના દીકરાઓ; આહ્યાન, શેખેમ, લિકહી તથા અનીઆમ.
1 કાળવ્રત્તાંત 7 : 20 (IRVGU)
એફ્રાઇમના વંશજો નીચે પ્રમાણે છે; એફ્રાઇમનો દીકરો શુથેલા હતો. શુથેલાનો દીકરો બેરેદ હતો. બેરેદનો દીકરો તાહાથ હતો. તાહાથનો દીકરો એલાદા હતો. એલાદાનો દીકરો તાહાથ હતો.
1 કાળવ્રત્તાંત 7 : 21 (IRVGU)
તાહાથનો દીકરો ઝાબાદ હતો. ઝાબાદના દીકરા શુથેલા, એઝેર તથા એલાદ. તેઓને દેશના મૂળ રહેવાસીઓ ગાથના પુરુષોએ મારી નાખ્યા, કારણ કે તેઓનાં જાનવરને લૂંટી જવા માટે તેઓ આવ્યા હતા.
1 કાળવ્રત્તાંત 7 : 22 (IRVGU)
તેઓના પિતા એફ્રાઇમે ઘણાં દિવસો સુધી શોક કર્યો, તેના ભાઈઓ તેને દિલાસો આપવા આવ્યા.
1 કાળવ્રત્તાંત 7 : 23 (IRVGU)
એફ્રાઇમની પત્ની ગર્ભવતી થઈ તેણે પુત્રને જન્મ આપ્યો. એફ્રાઇમે તેનું નામ બરિયા (ભાગ્યહીન) રાખ્યું, કારણ કે તેના કુટુંબની દુર્દશા થઈ હતી.
1 કાળવ્રત્તાંત 7 : 24 (IRVGU)
તેને શેરા નામની એક દીકરી હતી. તેણે નીચેનું બેથ-હોરોન તથા ઉપરનું ઉઝ્ઝેન-શેરાહ એમ બે નગરો બાંધ્યા.
1 કાળવ્રત્તાંત 7 : 25 (IRVGU)
એફ્રાઇમના દીકરા રેફા તથા રેશેફ હતો. રેશેફનો દીકરો તેલાહ હતો. તેલાહનો દીકરો તાહાન હતો.
1 કાળવ્રત્તાંત 7 : 26 (IRVGU)
તાહાનનો દીકરો લાદાન હતો. લાદાનનો દીકરો આમિહુદ હતો. આમિહુદનો દીકરો અલીશામા હતો.
1 કાળવ્રત્તાંત 7 : 27 (IRVGU)
અલીશામાનો દીકરો નૂન હતો. નૂનનો દીકરો યહોશુઆ હતો.
1 કાળવ્રત્તાંત 7 : 28 (IRVGU)
તેઓનાં વતન તથા વસવાટ બેથેલ તથા તેની આસપાસનાં ગામો હતાં. તેઓ પૂર્વ તરફ નારાન, પશ્ચિમ તરફ ગેઝેર તથા તેનાં ગામો, વળી શખેમ તથા તેનાં ગામો અને અઝઝા તથા તેના ગામો સુધી વિસ્તરેલા હતા.
1 કાળવ્રત્તાંત 7 : 29 (IRVGU)
મનાશ્શાની સીમા પાસે બેથ-શાન તથા તેનાં ગામો, તાનાખ તથા તેનાં ગામો, મગિદ્દો તથા તેનાં ગામો, દોર તથા તેનાં ગામો હતા. આ બધાં નગરોમાં ઇઝરાયલના દીકરા યૂસફના વંશજો રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 7 : 30 (IRVGU)
આશેરના દીકરાઓ: યિમ્ના, યિશ્વા, યિશ્ચી, બરિયા. સેરા તેઓની બહેન હતી.
1 કાળવ્રત્તાંત 7 : 31 (IRVGU)
બરિયાના દીકરાઓ; હેબેર તથા માલ્કીએલ. માલ્કીએલનો દીકરો બિર્ઝાઈથ.
1 કાળવ્રત્તાંત 7 : 32 (IRVGU)
હેબેરના દીકરાઓ; યાફલેટ, શોમેર તથા હોથામ. શુઆ તેઓની બહેન હતી.
1 કાળવ્રત્તાંત 7 : 33 (IRVGU)
યાફલેટના દીકરાઓ; પાસાખ, બિમ્હાલ તથા આશ્વાથ. આ યાફલેટના બાળકો હતા.
1 કાળવ્રત્તાંત 7 : 34 (IRVGU)
યાફલેટના ભાઈ શેમેરના દીકરાઓ; અહી, રોહગા, યહુબ્બા તથા અરામ.
1 કાળવ્રત્તાંત 7 : 35 (IRVGU)
શોમેરના ભાઈ હેલેમના આ દીકરાઓ હતા; સોફાહ, યિમ્ના, શેલેશ તથા આમાલ.
1 કાળવ્રત્તાંત 7 : 36 (IRVGU)
સોફાહના દીકરાઓ; શુઆ, હાર્નેફેર, શુઆલ, બેરી, યિમ્રા,
1 કાળવ્રત્તાંત 7 : 37 (IRVGU)
બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.
1 કાળવ્રત્તાંત 7 : 38 (IRVGU)
યેથેરના દીકરાઓ; યફુન્ને, પિસ્પા, તથા અરા.
1 કાળવ્રત્તાંત 7 : 39 (IRVGU)
ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.
1 કાળવ્રત્તાંત 7 : 40 (IRVGU)
એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.
❮
❯