1 કાળવ્રત્તાંત 6 : 1 (IRVGU)
લેવીના દીકરાઓ: ગેર્શોન, કહાથ તથા મરારી.
1 કાળવ્રત્તાંત 6 : 2 (IRVGU)
કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન તથા ઉઝિયેલ.
1 કાળવ્રત્તાંત 6 : 3 (IRVGU)
આમ્રામના દીકરાઓ: હારુન, મૂસા તથા દીકરી મરિયમ. હારુનના દીકરાઓ: નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
1 કાળવ્રત્તાંત 6 : 4 (IRVGU)
એલાઝારનો દીકરો ફીનહાસ. ફીનહાસનો દીકરો અબીશૂઆ.
1 કાળવ્રત્તાંત 6 : 5 (IRVGU)
અબીશૂઆનો દીકરો બુક્કી. બુક્કીનો દીકરો ઉઝઝી.
1 કાળવ્રત્તાંત 6 : 6 (IRVGU)
ઉઝઝીનો દીકરો ઝરાહયા. ઝરાહયાનો દીકરો મરાયોથ.
1 કાળવ્રત્તાંત 6 : 7 (IRVGU)
મરાયોથનો દીકરો અમાર્યા. અમાર્યાનો દીકરો અહિટૂબ.
1 કાળવ્રત્તાંત 6 : 8 (IRVGU)
અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો અહિમાઆસ.
1 કાળવ્રત્તાંત 6 : 9 (IRVGU)
અહિમાઆસનો દીકરો અઝાર્યા. અઝાર્યાનો દીકરો યોહાનાન.
1 કાળવ્રત્તાંત 6 : 10 (IRVGU)
યોહાનાનનો દીકરો અઝાર્યા. સુલેમાને યરુશાલેમમાં જે ભક્તિસ્થાન બાંધ્યું તેમા જે સેવા કરતો હતો તે એ જ છે.
1 કાળવ્રત્તાંત 6 : 11 (IRVGU)
અઝાર્યાનો દીકરો અમાર્યા. અને અમાર્યાનો દીકરો અહિટૂબ.
1 કાળવ્રત્તાંત 6 : 12 (IRVGU)
અહિટૂબનો દીકરો સાદોક. સાદોકનો દીકરો શાલ્લુમ.
1 કાળવ્રત્તાંત 6 : 13 (IRVGU)
શાલ્લુમનો દીકરો હિલ્કિયા. હિલ્કિયાનો દીકરો અઝાર્યા.
1 કાળવ્રત્તાંત 6 : 14 (IRVGU)
અઝાર્યાનો દીકરો સરાયા. સરાયાનો દીકરો યહોસાદાક.
1 કાળવ્રત્તાંત 6 : 15 (IRVGU)
જયારે ઈશ્વરે નબૂખાદનેસ્સાર મારફતે યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદીવાન બનાવ્યાં હતા ત્યારે યહોસાદાકને બંદીવાસમાં લઈ જવામાં આવ્યો હતો.
1 કાળવ્રત્તાંત 6 : 16 (IRVGU)
લેવીના દીકરાઓ: ગેર્શોમ, કહાથ તથા મરારી.
1 કાળવ્રત્તાંત 6 : 17 (IRVGU)
ગેર્શોમના દીકરાઓ: લિબ્ની તથા શિમઈ.
1 કાળવ્રત્તાંત 6 : 18 (IRVGU)
કહાથના દીકરાઓ: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
1 કાળવ્રત્તાંત 6 : 19 (IRVGU)
મરારીના દીકરાઓ: માહલી તથા મૂશી. આ લેવીઓનાં કુળો તેમના પિતાના કુટુંબો પ્રમાણે:
1 કાળવ્રત્તાંત 6 : 20 (IRVGU)
ગેર્શોમનો દીકરો: લિબ્ની. લિબ્નીનો દીકરો યાહાથ, તેનો દીકરો ઝિમ્મા.
1 કાળવ્રત્તાંત 6 : 21 (IRVGU)
તેનો દીકરો યોઆહ, તેનો દીકરો યિદ્દો, તેનો દીકરો ઝેરા, તેનો દીકરો યેઆથરાય.
1 કાળવ્રત્તાંત 6 : 22 (IRVGU)
કહાથના વંશજો: તેનો દીકરો આમિનાદાબ, તેનો દીકરો કોરા, તેનો દીકરો આસ્સીર,
1 કાળવ્રત્તાંત 6 : 23 (IRVGU)
તેનો દીકરો એલ્કાના, તેનો દીકરો એબ્યાસાફ, તેનો દીકરો આસ્સીર,
1 કાળવ્રત્તાંત 6 : 24 (IRVGU)
તેનો દીકરો તાહાથ, તેનો દીકરો ઉરીએલ, તેનો દીકરો ઉઝિયા, તેનો દીકરો શાઉલ.
1 કાળવ્રત્તાંત 6 : 25 (IRVGU)
એલ્કાનાના દીકરાઓ: અમાસાય તથા અહિમોથ.
1 કાળવ્રત્તાંત 6 : 26 (IRVGU)
એલ્કાનાનો બીજો દીકરો સોફાય, તેનો દીકરો નાહાથ.
1 કાળવ્રત્તાંત 6 : 27 (IRVGU)
તેનો દીકરો અલિયાબ, તેનો દીકરો યરોહામ, તેનો દીકરો એલ્કાના.
1 કાળવ્રત્તાંત 6 : 28 (IRVGU)
1 કાળવ્રત્તાંત 6 : 29 (IRVGU)
શમુએલના દીકરાઓ: જયેષ્ઠપુત્ર યોએલ તથા બીજો અબિયા. મરારીનો દીકરો માહલી, તેનો દીકરો લિબ્ની, તેનો દીકરો શિમઈ તથા તેનો દીકરો ઉઝઝાહ.
1 કાળવ્રત્તાંત 6 : 30 (IRVGU)
તેનો દીકરો શિમા, તેનો દીકરો હાગ્ગિયા, તેનો દીકરો અસાયા.
1 કાળવ્રત્તાંત 6 : 31 (IRVGU)
કરારકોશને લાવીને એક જગ્યાએ પ્રસ્થાપિત કર્યા પછી ઈશ્વરના ભક્તિસ્થાનમાં દાઉદ રાજાએ ઈશ્વરની સ્તુતિ કરવા માટે સંગીતકારો પર આગેવાનો નીમ્યા.
1 કાળવ્રત્તાંત 6 : 32 (IRVGU)
જ્યાં સુધી સુલેમાને ઈશ્વરનું ભક્તિસ્થાન યરુશાલેમમાં બાંધ્યું નહોતું, ત્યાં સુધી તેઓ ગાયન કરીને મુલાકાતમંડપના તંબુ આગળ સેવા કરતા હતા. તેઓ તેમને આપેલા કામના ક્રમ પ્રમાણે સેવા માટે હાજર રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 6 : 33 (IRVGU)
જેઓ સેવા કરતા હતા તેઓ તથા તેઓના દીકરાઓ: કહાથીઓના કુટુંબનો ગાયક હેમાન, હેમાન યોએલનો દીકરો, યોએલ શમુએલનો દીકરો,
1 કાળવ્રત્તાંત 6 : 34 (IRVGU)
શમુએલ એલ્કાનાનો દીકરો, એલ્કાના યરોહામનો દીકરો, યરોહામ અલિયેલનો દીકરો, અલિયેલ તોઆનો દીકરો હતો.
1 કાળવ્રત્તાંત 6 : 35 (IRVGU)
તોઆ સૂફનો દીકરો, સૂફ એલ્કાનાનો દીકરો, એલ્કાના માહાથનો દીકરો, માહાથ અમાસાયનો દીકરો,
1 કાળવ્રત્તાંત 6 : 36 (IRVGU)
અમાસાય એલ્કાનાનો દીકરો, એલ્કાના યોએલનો દીકરો, યોએલ અઝાર્યાનો દીકરો, અઝાર્યા સફાન્યાનો દીકરો,
1 કાળવ્રત્તાંત 6 : 37 (IRVGU)
સફાન્યા તાહાથનો દીકરો, તાહાથ આસ્સીરનો દીકરો, આસ્સીર એબ્યાસાફનો દીકરો, એબ્યાસાફ કોરાનો દીકરો,
1 કાળવ્રત્તાંત 6 : 38 (IRVGU)
કોરા યિસ્હારનો દીકરો, યિસ્હાર કહાથનો દીકરો, કહાથ લેવીનો દીકરો, લેવી ઇઝરાયલનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 39 (IRVGU)
હેમાનનો સાથીદાર આસાફ, જે તેને જમણે હાથે ઊભો રહેતો હતો. આસાફ બેરેખ્યાનો દીકરો, બેરેખ્યા શિમઆનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 40 (IRVGU)
શિમઆ મિખાએલનો દીકરો, મિખાએલ બાસેયાનો દીકરો, બાસેયા માલ્કિયાનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 41 (IRVGU)
માલ્કિયા એથ્નીનો દીકરો, એથ્ની ઝેરાનો દીકરો, ઝેરા અદાયાનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 42 (IRVGU)
અદાયા એથાનનો દીકરો, એથાન ઝિમ્માનો દીકરો, ઝિમ્મા શિમઈનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 43 (IRVGU)
શિમઈ યાહાથનો દીકરો, યાહાથ ગેર્શોમનો દીકરો, ગેર્શોમ લેવીનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 44 (IRVGU)
હેમાનના ડાબા હાથે તેના સાથીદાર મરારીના દીકરાઓ હતા. તેઓમાં કીશીનો દીકરો એથાન. કીશી આબ્દીનો દીકરો, આબ્દી માલ્લૂખનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 45 (IRVGU)
માલ્લૂખ હશાબ્યાનો દીકરો, હશાબ્યા અમાસ્યાનો દીકરો, અમાસ્યા હિલ્કિયાનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 46 (IRVGU)
હિલ્કિયા આમ્સીનો દીકરો, આમ્સી બાનીનો દીકરો, બાની શેમેરનો દીકરો,
1 કાળવ્રત્તાંત 6 : 47 (IRVGU)
શેમેર માહલીનો દીકરો, માહલી મૂશીનો દીકરો, મૂશી મરારીનો દીકરો, મરારી લેવીનો દીકરો.
1 કાળવ્રત્તાંત 6 : 48 (IRVGU)
1 કાળવ્રત્તાંત 6 : 49 (IRVGU)
તેઓના લેવી સાથીઓ ઈશ્વરના મંડપની તમામ સેવાને માટે નિમાયેલા હતા.
1 કાળવ્રત્તાંત 6 : 50 (IRVGU)
હારુન તથા તેના દીકરાઓએ પરમપવિત્રસ્થાનને લગતું સઘળું કામ કર્યું. એટલે તેઓએ દહનીયાર્પણની વેદી પર અર્પણો ચઢાવ્યાં. તેઓએ ધૂપવેદી પર ધૂપ બાળ્યું. સર્વ ઇઝરાયલને માટે પ્રાયશ્ચિત કરવા સારુ, તેઓએ ઈશ્વરના સેવક મૂસાએ જે સર્વ આજ્ઞાઓ આપી હતી તે પ્રમાણે કરતા હતા. હારુનના વંશજો: હારુનનો દીકરો એલાઝાર, એલાઝારનો દીકરો ફીનહાસ, ફીનહાસનો દીકરો અબીશૂઆ,
1 કાળવ્રત્તાંત 6 : 51 (IRVGU)
અબીશૂઆનો દીકરો બુક્કી, બુક્કીનો દીકરો ઉઝઝી, ઉઝઝીનો દીકરો ઝરાહયા,
1 કાળવ્રત્તાંત 6 : 52 (IRVGU)
ઝરાયાનો દીકરો મરાયોથ, મરાયોથનો દીકરો અમાર્યા, અમાર્યાનો દીકરો અહિટૂબ,
1 કાળવ્રત્તાંત 6 : 53 (IRVGU)
અહિટૂબનો દીકરો સાદોક, સાદોકનો દીકરો અહિમાઆસ હતો.
1 કાળવ્રત્તાંત 6 : 54 (IRVGU)
જે જગ્યા હારુનના વંશજોને આપવામાં આવી હતી. એ જગ્યાઓ આ હતી. કોહાથીઓના કુટુંબો માટે ચિઠ્ઠીઓ નાખીને પહેલો ભાગ તેમને આપવામાં આવ્યો હતો:
1 કાળવ્રત્તાંત 6 : 55 (IRVGU)
તેઓને યહૂદાના દેશમાં હેબ્રોન તથા તેની આસપાસની ઘાસચારાવાળી જમીનો આપવામાં આવી હતી.
1 કાળવ્રત્તાંત 6 : 56 (IRVGU)
પણ તે નગરનાં ખેતરો તથા તેની આસપાસનાં ગામો તેઓએ યફુન્નેના દીકરા કાલેબને આપ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 57 (IRVGU)
હારુનના વંશજોને તેઓએ આશ્રયનગર એટલે હેબ્રોન આપ્યું. વળી લિબ્ના તેના ગોચરો સહિત યાત્તીર તથા એશ્તમોઆ તેના ગોચરો સહિત,
1 કાળવ્રત્તાંત 6 : 58 (IRVGU)
હિલેન તેના ગોચરો સહિત, દબીર તેના ગોચરો સહિત,
1 કાળવ્રત્તાંત 6 : 59 (IRVGU)
હારુનના વંશજોને આશન તેના ગૌચરો સહિત સાથે તથા બેથ-શેમેશ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 60 (IRVGU)
બિન્યામીનના કુળમાંથી ગેબા તેના ગોચરો સહિત, આલ્લેમેથ તેના ગોચરો સહિત તથા અનાથોથ તેના ગોચરો સહિત. કહાથીઓના કુટુંબોને આ સઘળાં મળીને તેર નગરો આપવામાં આવ્યા.
1 કાળવ્રત્તાંત 6 : 61 (IRVGU)
કહાથના બાકીના વંશજોને ચિઠ્ઠીઓ નાખીને એફ્રાઇમ, દાન, તથા મનાશ્શાના અડધા કુળમાંથી દસ નગરો આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 62 (IRVGU)
ગેર્શોમના વંશજોને તેઓનાં જુદાં જુદાં કુટુંબો માટે ઇસ્સાખારના કુળમાંથી, આશેરના કુળમાંથી, નફતાલીના કુળમાંથી તથા મનાશ્શાના કુળમાંથી બાશાનમાં તેર નગરો આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 63 (IRVGU)
મરારીના વંશજોને, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના, ગાદના તથા ઝબુલોનના કુળમાંથી ચિઠ્ઠીઓ નાખીને બાર નગરો આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 64 (IRVGU)
તેથી ઇઝરાયલના લોકોએ લેવીઓને આ નગરો તેઓનાં ગોચરો સહિત આપ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 65 (IRVGU)
તેઓએ યહૂદાના, શિમયોનના તથા બિન્યામીનના કુળમાંથી આ નગરો જેઓનાં નામ આપેલાં છે તે, ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 66 (IRVGU)
કહાથના કેટલાંક કુટુંબોને એફ્રાઇમના કુળમાંથી નગરો આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 67 (IRVGU)
તેઓને એફ્રાઇમના પહાડી પ્રદેશમાં આવેલું શખેમ આશ્રયનું નગર તેના ગોચરો સહિત, ગેઝેર તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 68 (IRVGU)
યોકમામ તેના ગોચરો સહિત, બેથ-હોરોન તેના ગોચરો સહિત,
1 કાળવ્રત્તાંત 6 : 69 (IRVGU)
આયાલોન તેના ગોચરો સહિત તથા ગાથ-રિમ્મોન તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 70 (IRVGU)
1 કાળવ્રત્તાંત 6 : 71 (IRVGU)
મનાશ્શાના અડધા કુળમાંથી આનેર તેના ગોચરો સહિત તથા બિલહામ તેના ગોચરો સહિત આપવામાં આવ્યા. આ સંપત્તિ બાકીના કહાથીઓના કુટુંબોની થઈ. ગેર્શોમના વંશજોને મનાશ્શાના અડધા કુળમાંથી બાશાનમાંનું ગોલાન તેના ગોચરો સહિત તથા આશ્તારોથ તેના ગોચરો સહિત આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 72 (IRVGU)
ઇસ્સાખારના કુળમાંથી ગેર્શોમના વંશજોએ કેદેશ તેના ગોચરો સહિત, દાબરાથ તેના ગોચરો સહિત,
1 કાળવ્રત્તાંત 6 : 73 (IRVGU)
રામોથ તેના ગોચરો સહિત તથા આનેમ તેના ગોચરો સહિત પણ આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 74 (IRVGU)
આશેરના કુળમાંથી તેઓને માશાલ તેના ગોચરો સહિત, આબ્દોન તેના ગોચરો સહિત,
1 કાળવ્રત્તાંત 6 : 75 (IRVGU)
હુકોક તેના ગોચરો સહિત, રહોબ તેના ગોચરો સહિત મળ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 76 (IRVGU)
નફતાલીના કુળમાંથી તેઓએ ગાલીલમાંનું કેદેશ તેના ગોચરો સહિત, હામ્મોન તેના ગોચરો સહિત તથા કિર્યાથાઈમ તેના ગોચરો સહિત પ્રાપ્ત કર્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 77 (IRVGU)
બાકીના લેવીઓને એટલે મરારીના વંશજોને ઝબુલોનના કુળમાંથી, રિમ્મોન તેના ગોચરો સહિત તથા તાબોર તેના ગોચરો સહિત આપવામાં આવ્યા.
1 કાળવ્રત્તાંત 6 : 78 (IRVGU)
તેઓના કુળોને યરીખોની પાસે યર્દનને પેલે પાર, એટલે નદીની પૂર્વ તરફ, અરણ્યમાંનું બેસેર તેના ગોચરો સહિત, યાહસા તેના ગોચરો સહિત;
1 કાળવ્રત્તાંત 6 : 79 (IRVGU)
કદેમોથ તેના ગોચરો સહિત તથા મેફાથ તેના ગોચરો સહિત રુબેનના કુળમાંથી આપવામાં આવ્યાં.
1 કાળવ્રત્તાંત 6 : 80 (IRVGU)
ગાદના કુળમાંથી તેઓને ગિલ્યાદમાંનું રામોથ તેના ગોચરો સહિત, માહનાઇમ તેના ગોચરો સહિત,
1 કાળવ્રત્તાંત 6 : 81 (IRVGU)
હેશ્બોન તેના ગોચરો સહિત તથા યાઝેર તેના ગોચરો સહિત નગરો આપવામાં આવ્યાં.
❮
❯