1 કાળવ્રત્તાંત 4 : 1 (IRVGU)
યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ.
1 કાળવ્રત્તાંત 4 : 2 (IRVGU)
શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા.
1 કાળવ્રત્તાંત 4 : 3 (IRVGU)
એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.
1 કાળવ્રત્તાંત 4 : 4 (IRVGU)
પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા.
1 કાળવ્રત્તાંત 4 : 5 (IRVGU)
તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી.
1 કાળવ્રત્તાંત 4 : 6 (IRVGU)
નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો.
1 કાળવ્રત્તાંત 4 : 7 (IRVGU)
હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન.
1 કાળવ્રત્તાંત 4 : 8 (IRVGU)
અને હાક્કોસના દીકરા; આનૂમ તથા સોબેબા. હારુમના દીકરા અહારહેલથી કુટુંબો થયાં.
1 કાળવ્રત્તાંત 4 : 9 (IRVGU)
યાબેસ પોતાના ભાઈઓ કરતાં વધારે નામાંકિત હતો. તેની માતાએ તેનું નામ યાબેસ પાડ્યું. તેણે કહ્યું “કેમ કે તેના જન્મ વખતે મને ખૂબ પીડા થઈ હતી.”
1 કાળવ્રત્તાંત 4 : 10 (IRVGU)
યાબેસે ઇઝરાયલના પ્રભુને પ્રાર્થના કરી, “તમે મને નિશ્ચે આશીર્વાદ આપો અને મારો પ્રદેશ વધારો. તમારો હાથ મારી સાથે રાખો અને મને આપત્તિથી બચાવો કે જેથી મારે દુઃખ સહન કરવું પડે નહિ!” પ્રભુએ તેની પ્રાર્થના માન્ય કરી.
1 કાળવ્રત્તાંત 4 : 11 (IRVGU)
શુહાના ભાઈ કલૂબનો દીકરો મહીર અને મહીરનો દીકરો એશ્તોન.
1 કાળવ્રત્તાંત 4 : 12 (IRVGU)
એશ્તોનના દીકરાઓ બેથરાફા, પાસેઆ તથા નાહાશ નગર વસાવનાર તહિન્ના. આ બધા રેખાહના કુટુંબીઓ હતા.
1 કાળવ્રત્તાંત 4 : 13 (IRVGU)
કનાઝના દીકરાઓ; ઓથ્નીએલ તથા સરાયા. ઓથ્નીએલના દીકરાઓ; હથાથ અને મોનોથાય.
1 કાળવ્રત્તાંત 4 : 14 (IRVGU)
મોનોથાયનો દીકરો ઓફ્રા. ગેહરાશીમનો પ્રણેતા સરાયાનો દીકરો યોઆબ અને યોઆબનો દીકરો ગેહરાશીમ, જે લોકો કારીગર હતા.
1 કાળવ્રત્તાંત 4 : 15 (IRVGU)
યફૂન્નેના દીકરા કાલેબના દીકરાઓ; ઈરુ, એલા તથા નાઆમ. એલાનો દીકરો કનાઝ.
1 કાળવ્રત્તાંત 4 : 16 (IRVGU)
યહાલ્લેલેલના દીકરાઓ; ઝીફ, ઝીફા, તીર્યા અને અસારેલ.
1 કાળવ્રત્તાંત 4 : 17 (IRVGU)
એઝરાના દીકરાઓ; યેથેર, મેરેદ, એફેર તથા યાલોન. મેરેદની મિસરી પત્નીએ મરિયમ, શામ્માય તથા યિશ્બાને જન્મ આપ્યો અને યિશ્બાનો દીકરો એશ્તોઆ.
1 કાળવ્રત્તાંત 4 : 18 (IRVGU)
તેની યહૂદી પત્નીએ યેરેદને જન્મ આપ્યો. યેરેદનો દીકરો ગદોર. હેબેરનો દીકરો સોખો તથા યકૂથીએલનો દીકરો ઝાનોઆ. તેઓ બિથ્યા નામની ફારુનની દીકરી જેની સાથે મેરેદે લગ્ન કર્યું હતું તેના દીકરાઓ હતા.
1 કાળવ્રત્તાંત 4 : 19 (IRVGU)
નાહામની બહેન હોદિયાની પત્નીના બે દીકરા; તેમાંના એકનો દીકરો કઈલાહ ગાર્મી, બીજો માખાથી એશ્તમોઆ.
1 કાળવ્રત્તાંત 4 : 20 (IRVGU)
શિમોનના દીકરાઓ; આમ્મોન, રિન્ના, બેન-હાનાન તથા તિલોન. યિશઈના દીકરાઓ; ઝોહેથ તથા બેન-ઝોહેથ.
1 કાળવ્રત્તાંત 4 : 21 (IRVGU)
યહૂદાના દીકરા શેલાના દીકરાઓ; લેખાનો પિતા એર, મારેશાનો પિતા લાદા તથા બેથ-આશ્બેઆના રહેવાસીઓ, એટલે જેઓ શણનાં ઝીણાં વસ્ત્ર વણનારા હતા, તેઓનાં કુટુંબો;
1 કાળવ્રત્તાંત 4 : 22 (IRVGU)
યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. (આ માહિતી પુરાતન લેખોને આધારે છે.)
1 કાળવ્રત્તાંત 4 : 23 (IRVGU)
તેઓ કુંભાર હતા જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા.
1 કાળવ્રત્તાંત 4 : 24 (IRVGU)
શિમયોનના વંશજો; નમુએલ, યામીન, યારીબ, ઝેરાહ તથા શાઉલ.
1 કાળવ્રત્તાંત 4 : 25 (IRVGU)
શાઉલનો દીકરો શાલ્લુમ, શાલ્લુમનો દીકરો મિબ્સામ, મિબ્સામનો દીકરો મિશ્મા હતો.
1 કાળવ્રત્તાંત 4 : 26 (IRVGU)
મિશ્માના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.
1 કાળવ્રત્તાંત 4 : 27 (IRVGU)
શિમઈને સોળ દીકરા તથા છ દીકરીઓ હતી. પરંતુ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હોવાથી તેઓનું કુટુંબ યહૂદાના કુટુંબની માફક વૃદ્ધિ પામ્યું નહિ.
1 કાળવ્રત્તાંત 4 : 28 (IRVGU)
તેઓ બેરશેબામાં, મોલાદામાં તથા હસાર શુઆલમાં રહ્યા.
1 કાળવ્રત્તાંત 4 : 29 (IRVGU)
તેઓ બિલ્લામાં, એસેમમાં તથા તોલાદમાં,
1 કાળવ્રત્તાંત 4 : 30 (IRVGU)
બથુએલમાં, હોર્મામાં તથા સિકલાગમાં,
1 કાળવ્રત્તાંત 4 : 31 (IRVGU)
બેથ-માર્કબોથમાં, હસાર-સુસીમમાં, બેથ-બિરઈમાં તથા શારાઈમમાં પણ રહેતા હતા. દાઉદના શાસન સુધી આ નગરોમાં તેઓનો વસવાટ હતો.
1 કાળવ્રત્તાંત 4 : 32 (IRVGU)
તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.
1 કાળવ્રત્તાંત 4 : 33 (IRVGU)
તથા બાલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.
1 કાળવ્રત્તાંત 4 : 34 (IRVGU)
મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા;
1 કાળવ્રત્તાંત 4 : 35 (IRVGU)
યોએલ, અસીએલના દીકરા સરાયાના દીકરા યોશિબ્યાનો દીકરો યેહૂ;
1 કાળવ્રત્તાંત 4 : 36 (IRVGU)
એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા;
1 કાળવ્રત્તાંત 4 : 37 (IRVGU)
અને શમાયાના દીકરા શિમ્રીના દીકરા પદાયાના દીકરા આલ્નોનના દીકરા શિફઈનો દીકરો ઝિઝા;
1 કાળવ્રત્તાંત 4 : 38 (IRVGU)
આ બધા સરદારોનો પોતાના કુટુંબોના નામ પ્રમાણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, તેઓનાં કુટુંબો બહુ વૃદ્ધિ પામ્યાં.
1 કાળવ્રત્તાંત 4 : 39 (IRVGU)
તેઓ જાનવરોને માટે ઘાસચારો શોધવા ખીણની પૂર્વ બાજુ ગદોર સુધી ગયા.
1 કાળવ્રત્તાંત 4 : 40 (IRVGU)
ત્યાં તેઓને પુષ્કળ પ્રમાણમાં સારો ઘાસચારો મળ્યો. તે પ્રદેશ વિશાળ, શાંત તથા સુલેહશાંતિવાળો હતો. અગાઉ હામના વંશજો ત્યાં રહેતા હતા.
1 કાળવ્રત્તાંત 4 : 41 (IRVGU)
આ નામવાર જણાવેલા આગેવાનો, યહૂદિયાના રાજા હિઝકિયાના સમયમાં તે પ્રદેશ પર ચઢાઈ કરીને અગાઉ હામના વંશજોનો વસવાટ હતો ત્યાં આવ્યા. મેઉનીમ ત્યાં જ મળી આવ્યા હતા. તેઓએ તેનો સંપૂર્ણપણે નાશ કર્યો અને ત્યાં રહ્યા કારણ કે તેઓને પોતાના જાનવરો માટે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ઘાસચારો મળ્યો.
1 કાળવ્રત્તાંત 4 : 42 (IRVGU)
તેઓમાંના શિમયોનના કુળમાંના પાંચસો પુરુષો સેઈર પર્વત તરફ, યિશઈના દીકરાઓ પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝિયેલની આગેવાનીમાં ગયા.
1 કાળવ્રત્તાંત 4 : 43 (IRVGU)
ત્યાં બાકીના બચી ગયેલા અમાલેકીઓનો તેઓએ સંહાર કર્યો અને તેઓ ત્યાં આજ સુધી વસી રહેલા છે.
❮
❯