1 કાળવ્રત્તાંત 24 : 1 (IRVGU)
હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
1 કાળવ્રત્તાંત 24 : 2 (IRVGU)
નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.
1 કાળવ્રત્તાંત 24 : 3 (IRVGU)
સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
1 કાળવ્રત્તાંત 24 : 4 (IRVGU)
એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.
1 કાળવ્રત્તાંત 24 : 5 (IRVGU)
તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
1 કાળવ્રત્તાંત 24 : 6 (IRVGU)
નથાનિયેલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એકપછી એક ગણવામાં આવતુ હતું.
1 કાળવ્રત્તાંત 24 : 7 (IRVGU)
પહેલી ચિઠ્ઠી યહોયારિબની અને બીજી યદાયાની નીકળી.
1 કાળવ્રત્તાંત 24 : 8 (IRVGU)
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
1 કાળવ્રત્તાંત 24 : 9 (IRVGU)
પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
1 કાળવ્રત્તાંત 24 : 10 (IRVGU)
સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
1 કાળવ્રત્તાંત 24 : 11 (IRVGU)
નવમી યેશુઆની, દસમી શખાન્યાની,
1 કાળવ્રત્તાંત 24 : 12 (IRVGU)
અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
1 કાળવ્રત્તાંત 24 : 13 (IRVGU)
તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
1 કાળવ્રત્તાંત 24 : 14 (IRVGU)
પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
1 કાળવ્રત્તાંત 24 : 15 (IRVGU)
સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
1 કાળવ્રત્તાંત 24 : 16 (IRVGU)
ઓગણીસમી પથાહ્યાની, વીસમી યહેઝકેલની,
1 કાળવ્રત્તાંત 24 : 17 (IRVGU)
એકવીસમી યાકીનની, બાવીસમી ગામૂલની,
1 કાળવ્રત્તાંત 24 : 18 (IRVGU)
ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
1 કાળવ્રત્તાંત 24 : 19 (IRVGU)
1 કાળવ્રત્તાંત 24 : 20 (IRVGU)
ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો. લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
1 કાળવ્રત્તાંત 24 : 21 (IRVGU)
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
1 કાળવ્રત્તાંત 24 : 22 (IRVGU)
ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
1 કાળવ્રત્તાંત 24 : 23 (IRVGU)
હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
1 કાળવ્રત્તાંત 24 : 24 (IRVGU)
ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
1 કાળવ્રત્તાંત 24 : 25 (IRVGU)
મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
1 કાળવ્રત્તાંત 24 : 26 (IRVGU)
મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
1 કાળવ્રત્તાંત 24 : 27 (IRVGU)
મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
1 કાળવ્રત્તાંત 24 : 28 (IRVGU)
માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.
1 કાળવ્રત્તાંત 24 : 29 (IRVGU)
1 કાળવ્રત્તાંત 24 : 30 (IRVGU)
મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરીમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
1 કાળવ્રત્તાંત 24 : 31 (IRVGU)
તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.
❮
❯