1 Chronicles 24 : 1 (IRVGU)
હારુનના પુત્રો; નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઈથામાર.
1 Chronicles 24 : 2 (IRVGU)
નાદાબ અને અબીહૂ પોતાના પિતાની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને સંતાન ન હતા, તેથી એલાઝાર તથા ઈથામાર યાજકનું કામ કરતા હતા.
1 Chronicles 24 : 3 (IRVGU)
સાદોક, એલાઝારના વંશજોમાંનો એક અને અહીમેલેખે, ઈથામારના વંશજોમાંનો એકની સાથે મળી, દાઉદે, યાજકો તરીકેના કામ માટે તેઓને વિવિધ જૂથોમાં ગોઠવ્યા.
1 Chronicles 24 : 4 (IRVGU)
એલાઝારના પુત્રોમાં, ઈથામારના પુત્રો કરતાં મુખ્ય પુરુષો સંખ્યામાં વધારે હતા, તેથી એલાઝારના પુત્રોના સોળ વર્ગ પાડવામાં આવ્યાં. ઈથામારના પુત્રોનાં કુટુંબોના આઠ મુખ્ય પુરુષો હતા, માટે તેઓના આઠ વર્ગ પાડવામાં આવ્યા.
1 Chronicles 24 : 5 (IRVGU)
તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
1 Chronicles 24 : 6 (IRVGU)
નથાનિયેલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એકપછી એક ગણવામાં આવતુ હતું.
1 Chronicles 24 : 7 (IRVGU)
પહેલી ચિઠ્ઠી યહોયારિબની અને બીજી યદાયાની નીકળી.
1 Chronicles 24 : 8 (IRVGU)
ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
1 Chronicles 24 : 9 (IRVGU)
પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
1 Chronicles 24 : 10 (IRVGU)
સાતમી હાક્કોસની, આઠમી અબિયાની,
1 Chronicles 24 : 11 (IRVGU)
નવમી યેશુઆની, દસમી શખાન્યાની,
1 Chronicles 24 : 12 (IRVGU)
અગિયારમી એલ્યાશિબની, બારમી યાકીમની,
1 Chronicles 24 : 13 (IRVGU)
તેરમી હુપ્પાની, ચૌદમી યશેબાબની,
1 Chronicles 24 : 14 (IRVGU)
પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની,
1 Chronicles 24 : 15 (IRVGU)
સત્તરમી હેઝીરની, અઢારમી હાપ્પીસ્સેસની,
1 Chronicles 24 : 16 (IRVGU)
ઓગણીસમી પથાહ્યાની, વીસમી યહેઝકેલની,
1 Chronicles 24 : 17 (IRVGU)
એકવીસમી યાકીનની, બાવીસમી ગામૂલની,
1 Chronicles 24 : 18 (IRVGU)
ત્રેવીસમી દલાયાની અને ચોવીસમી ચિઠ્ઠી માઝયાની નીકળી હતી.
1 Chronicles 24 : 19 (IRVGU)
1 Chronicles 24 : 20 (IRVGU)
ઇઝરાયલના ઈશ્વર, યહોવાહે તેઓના પિતા હારુનને આપેલી આજ્ઞા મુજબ તેની મારફતે અપાયેલા હુકમ મુજબ સેવા કરવાને યહોવાહના ભક્તિસ્થાનમાં આવવાનો તેઓનો અનુક્રમ એ મુજબનો હતો. લેવીના બાકીના પુત્રો નીચે મુજબ છે: આમ્રામના પુત્રોમાંનો શુબાએલ; શુબાએલના પુત્રોમાંનો યહદયા.
1 Chronicles 24 : 21 (IRVGU)
રહાબ્યાના પુત્રોમાંનો યિશ્શિયા જે આગેવાન હતો.
1 Chronicles 24 : 22 (IRVGU)
ઈસહારીઓમાંનો શલોમોથ. શલોમોથના પુત્રોમાં યાહાથ.
1 Chronicles 24 : 23 (IRVGU)
હેબ્રોનના પુત્રોમાં સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
1 Chronicles 24 : 24 (IRVGU)
ઉઝિયેલનો પુત્ર મિખા. મિખાના પુત્રોમાંનો શામીર.
1 Chronicles 24 : 25 (IRVGU)
મિખાનો ભાઈ યિશ્શિયા. યિશ્શિયાનો પુત્ર ઝખાર્યા.
1 Chronicles 24 : 26 (IRVGU)
મરારીના પુત્રો: માહલી તથા મુશી. યાઝિયાનો પુત્ર બનો.
1 Chronicles 24 : 27 (IRVGU)
મરારીના પુત્રો: યાઝિયાનો બનો, શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી.
1 Chronicles 24 : 28 (IRVGU)
માહલીના પુત્રો એલાઝાર, તે નિ:સંતાન હતા.
1 Chronicles 24 : 29 (IRVGU)
1 Chronicles 24 : 30 (IRVGU)
મુશીના પુત્રો: માહલી, એદેર તથા યરીમોથ. તે બધા તેમના કુટુંબ પ્રમાણે લેવીઓ હતા.
1 Chronicles 24 : 31 (IRVGU)
તેઓએ પણ હારુનના પુત્રોની માફક દાઉદ રાજા, સાદોક, અહીમેલેખ અને યાજકો તથા લેવીઓનાં કુટુંબનાં મુખ્ય પુરુષોની હાજરીમાં ચિઠ્ઠીઓ નાખી. કુટુંબના મુખ્ય માણસોએ પોતાના નાના ભાઈઓની કુટુંબોની માફક જ ચિઠ્ઠીઓ નાખી.
❮
❯