1 Chronicles 23 : 1 (IRVGU)
જયારે દાઉદ ઘણો વૃદ્ધ થયો. ત્યારે તેણે રાજપદેથી નિવૃત્તિ લીધી. અને તેણે તેના પુત્ર સુલેમાનને ઇઝરાયલ પર રાજા તરીકે નીમ્યો.
1 Chronicles 23 : 2 (IRVGU)
દાઉદે ઇઝરાયલના સર્વ આગેવાનોને, યાજકોને અને લેવીઓને એકઠા કર્યા.
1 Chronicles 23 : 3 (IRVGU)
ત્રીસ વર્ષના અને તેથી વધારે વય ધરાવતા લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની સંખ્યા આડત્રીસ હજાર થઈ.
1 Chronicles 23 : 4 (IRVGU)
તેઓમાંના ચોવીસ હજારને ઈશ્વરના ભક્તિસ્થાનના કામની દેખરેખ સોંપવામાં આવી અને છ હજારને અમલદારો અને ન્યાયાધીશો તરીકે નીમ્યા.
1 Chronicles 23 : 5 (IRVGU)
ચાર હજારને દ્વારપાળો તરીકે નીમ્યા. દાઉદે પોતે બનાવેલા વાજિંત્રો સાથે ઈશ્વરની સ્તુતિ કરવા માટે, ચાર હજાર ગાયકોને નિમણૂક આપી.
1 Chronicles 23 : 6 (IRVGU)
દાઉદે તેઓને; ગેર્શોન, કહાથ અને મરારી, એમ ત્રણ વિભાગમાં, લેવીઓના પુત્રોના નામ પ્રમાણે વહેંચ્યા.
1 Chronicles 23 : 7 (IRVGU)
1 Chronicles 23 : 8 (IRVGU)
ગેર્શોનના કુળના વંશજો: લાદાન અને શિમઈ. લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
1 Chronicles 23 : 9 (IRVGU)
શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
1 Chronicles 23 : 10 (IRVGU)
શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝિઝા, યેઉશ, અને બરીઆ.
1 Chronicles 23 : 11 (IRVGU)
યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝિઝા, પણ યેઉશ અને બરીઆને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.
1 Chronicles 23 : 12 (IRVGU)
કહાથના ચાર દીકરા: આમ્રામ, ઈસહાર, હેબ્રોન અને ઉઝિયેલ.
1 Chronicles 23 : 13 (IRVGU)
આમ્રામના દીકરા: હારુન અને મૂસા. હારુન અને તેના વંશજોને; પરમપવિત્ર વસ્તુઓ અર્પવા, યહોવાહ આગળ ધૂપ બાળવા, તેમની સેવા કરવા અને તેમના નામે આશીર્વાદ આપવા માટે કાયમી ધોરણે, પસંદ કરવામાં આવ્યા હતા.
1 Chronicles 23 : 14 (IRVGU)
પણ ઈશ્વરના સેવક મૂસાના સંદર્ભમાં, તેના દીકરાઓને, લેવીઓમાં ગણવામાં આવ્યા હતા.
1 Chronicles 23 : 15 (IRVGU)
મૂસાના દીકરા: ગેર્શોમ અને એલીએઝેર.
1 Chronicles 23 : 16 (IRVGU)
ગેર્શોમના વંશજોમાં શબુએલ, જ્યેષ્ઠ હતો.
1 Chronicles 23 : 17 (IRVGU)
એલીએઝરનો જ્યેષ્ઠ દીકરો રહાબ્યા. એલીએઝેરને બીજા દીકરા ન હતા, પણ રહાબ્યાનાં ઘણાં સંતાનો હતા.
1 Chronicles 23 : 18 (IRVGU)
ઈસહારનો જ્યેષ્ઠ દીકરો, શલોમિથ.
1 Chronicles 23 : 19 (IRVGU)
હેબ્રોનના દીકરા: સૌથી મોટો યરિયા, બીજો અમાર્યા, ત્રીજો યાહઝીએલ અને ચોથો યકામામ.
1 Chronicles 23 : 20 (IRVGU)
ઉઝિયેલના દીકરામાં જ્યેષ્ઠ મિખા અને બીજો યિશ્શિયા.
1 Chronicles 23 : 21 (IRVGU)
મરારીના દીકરા માહલી અને મુશી. માહલીના દીકરા: એલાઝાર અને કીશ.
1 Chronicles 23 : 22 (IRVGU)
એલાઆઝાર મૃત્યુ પામ્યો ત્યારે તેને એકપણ દીકરો નહોતો. તેને ફક્ત દીકરીઓ જ હતી. કિશના દીકરાઓએ તેઓની સાથે લગ્ન કર્યા.
1 Chronicles 23 : 23 (IRVGU)
મુશીના ત્રણ દીકરા: માહલી, એદેર અને યરિમોથ.
1 Chronicles 23 : 24 (IRVGU)
તેઓ પોતાનાં કુટુંબો પ્રમાણે લેવીઓના દીકરા હતા. જેઓ નામવાર ગણતરીમાં ગણાયા હતા. તેઓ વીસ તથા તેથી વધારે ઉંમરના હતા. તેઓ યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાનું કામ કરતા હતા. તેઓ પોતાના કુટુંબોનાં મુખ્ય આગેવાનો હતા.
1 Chronicles 23 : 25 (IRVGU)
દાઉદે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાહે, તેમના લોકોને વિશ્રામ આપ્યો છે. તેઓ સર્વકાળ યરુશાલેમમાં નિવાસ કરશે.
1 Chronicles 23 : 26 (IRVGU)
હવે લેવીઓને, પવિત્ર મંડપ અને તેની સેવાને સારુ સામગ્રી ઊંચકવાની જરૂર નહિ પડે.”
1 Chronicles 23 : 27 (IRVGU)
દાઉદના અંતિમ શબ્દોથી, વીસ અને તેથી વધારે વર્ષની વયના લેવીપુત્રોની ગણતરી કરવામાં આવી હતી.
1 Chronicles 23 : 28 (IRVGU)
તેઓનું કામ, યહોવાહના ભક્તિસ્થાનમાં સેવાને સારુ હારુનના પુત્રોને મદદ કરવાનું હતું. તેઓએ આંગણાઓમાં, ઓરડાઓમાં, સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં અને ઈશ્વરના ભક્તિસ્થાનમાં સેવાના કામમાં, હારુનપુત્રોને સહાયરૂપ થવાનું કામ કરવાનું હતું.
1 Chronicles 23 : 29 (IRVGU)
ઈશ્વરને અર્પેલી રોટલી માટે, ખાદ્યાર્પણો માટેના લોટ માટે, ખમીર વગરની રોટલીના કે તવામાં શેકેલા કે તળેલા ખાદ્યાર્પણ માટે અને તમામ વસ્તુઓના તોલ અને માપ માટે પણ તેઓએ ધ્યાન રાખવાનું હતું.
1 Chronicles 23 : 30 (IRVGU)
વળી તેઓએ દરરોજ સવારે યહોવાહનો આભાર માનવા અને સ્તુતિ કરવા માટે ઊભા રહેવાનું હતું. એ જ રીતે સાંજે પણ
1 Chronicles 23 : 31 (IRVGU)
તથા યહોવાહની આગળ કાયમના ઠરાવેલા કાનૂન પ્રમાણે વિશ્રામવારે તથા ચંદ્ર દર્શન અને નિયત તહેવારોને દિવસે ઠરાવેલી સંખ્યામાં યહોવાહને દહનાર્પણો અર્પણ કરવાની સેવામાં ઊભું રહેવાનું હતું.
1 Chronicles 23 : 32 (IRVGU)
યહોવાહના ભક્તિસ્થાનની સેવાને સારુ મુલાકાતમંડપની, પવિત્રસ્થાનની અને તેમના ભાઈઓ હારુનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓની જવાબદારી હતી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32