1 કાળવ્રત્તાંત 2 : 1 (IRVGU)
ઇઝરાયલના દીકરાઓ: રુબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલોન,
1 કાળવ્રત્તાંત 2 : 2 (IRVGU)
દાન, યૂસફ, બિન્યામીન, નફતાલી, ગાદ તથા આશેર.
1 કાળવ્રત્તાંત 2 : 3 (IRVGU)
યહૂદાના દીકરાઓ: એર, ઓનાન તથા શેલા. તેઓ કનાની બાથ-શૂઆથી જન્મ્યા હતા. યહૂદાનો જયેષ્ઠ દીકરો એર ઈશ્વરની દ્રષ્ટિમાં દુર્જન હતો. ઈશ્વરે તેને મારી નાખ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 4 (IRVGU)
યહૂદાના દીકરા: પેરેસ અને ઝેરા. આ દીકરાઓ તેની વિધવા પુત્રવધૂ તામાર સાથેના તેના સંબંધથી જન્મ્યા હતા. આમ યહૂદાને પાંચ દીકરાઓ હતા.
1 કાળવ્રત્તાંત 2 : 5 (IRVGU)
પેરેસના દીકરાઓ: હેસ્રોન તથા હામૂલ.
1 કાળવ્રત્તાંત 2 : 6 (IRVGU)
ઝેરાના દીકરાઓ: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા. તેઓ બધા મળીને કુલ પાંચ હતા.
1 કાળવ્રત્તાંત 2 : 7 (IRVGU)
કાર્મીનો દીકરો: આખાન તે પ્રભુને સમર્પિત વસ્તુ બાબતે ઉલ્લંઘન કરીને ઇઝરાયલ પર સંકટ લાવનાર હતો.
1 કાળવ્રત્તાંત 2 : 8 (IRVGU)
1 કાળવ્રત્તાંત 2 : 9 (IRVGU)
હેસ્રોનના પુત્રો: યરાહમેલ, રામ તથા કલૂબાય.
1 કાળવ્રત્તાંત 2 : 10 (IRVGU)
રામનો દીકરો આમિનાદાબ, આમિનાદાબનો દીકરો નાહશોન. તે યહૂદાના વંશજોનો આગેવાન થયો.
1 કાળવ્રત્તાંત 2 : 11 (IRVGU)
નાહશોનનો દીકરો સાલ્મા અને સાલ્માનો દીકરો બોઆઝ.
1 કાળવ્રત્તાંત 2 : 12 (IRVGU)
બોઆઝનો દીકરો ઓબેદ અને ઓબેદનો દીકરો યિશાઈ.
1 કાળવ્રત્તાંત 2 : 13 (IRVGU)
યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
1 કાળવ્રત્તાંત 2 : 14 (IRVGU)
ચોથો નથાનિયેલ, પાંચમો રાદાય,
1 કાળવ્રત્તાંત 2 : 15 (IRVGU)
છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
1 કાળવ્રત્તાંત 2 : 16 (IRVGU)
તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
1 કાળવ્રત્તાંત 2 : 17 (IRVGU)
અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
1 કાળવ્રત્તાંત 2 : 18 (IRVGU)
હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝુબા તથા યરીઓથ દ્વારા થયેલા તેના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.
1 કાળવ્રત્તાંત 2 : 19 (IRVGU)
અઝુબા મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 20 (IRVGU)
હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.
1 કાળવ્રત્તાંત 2 : 21 (IRVGU)
ત્યાર બાદ, હેસ્રોન સાઠ વર્ષનો હતો ત્યારે તેણે ગિલ્યાદના પિતા માખીરની દીકરી સાથે લગ્ન કર્યું. તેણે સગુબને જન્મ આપ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 22 (IRVGU)
સગુબનો દીકરો યાઈર, તેણે ગિલ્યાદના ત્રેવીસ નગરોને પોતાના નિયંત્રણમાં રાખ્યાં હતાં.
1 કાળવ્રત્તાંત 2 : 23 (IRVGU)
ગશૂર અને અરામના લોકોએ યાઈર અને કનાથનાં નગરો પોતાને તાબે કર્યા. બધાં મળીને સાઠ નગરો પડાવી લીધાં. ત્યાંના રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.
1 કાળવ્રત્તાંત 2 : 24 (IRVGU)
હેસ્રોનના મરણ પછી કાલેબ તેના પિતા હેસ્રોનની પત્ની એફ્રાથા સાથે સૂઈ ગયો. તેનાથી તેણીએ તકોઆના પિતા આશ્હૂરને જન્મ આપ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 25 (IRVGU)
હેસ્રોનના જ્યેષ્ઠ દીકરા યરાહમેલના દીકરાઓ આ હતા: જ્યેષ્ઠ દીકરો રામ પછી બૂના, ઓરેન, ઓસેમ તથા અહિયા.
1 કાળવ્રત્તાંત 2 : 26 (IRVGU)
યરાહમેલની બીજી પત્નીનું નામ અટારા હતું. તે ઓનામની માતા હતી.
1 કાળવ્રત્તાંત 2 : 27 (IRVGU)
યરાહમેલના જ્યેષ્ઠ દીકરા રામના દીકરાઓ: માસ, યામીન તથા એકેર.
1 કાળવ્રત્તાંત 2 : 28 (IRVGU)
ઓનામના દીકરાઓ: શામ્માય તથા યાદા. શામ્માયના દીકરાઓ: નાદાબ તથા અબિશુર.
1 કાળવ્રત્તાંત 2 : 29 (IRVGU)
અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 30 (IRVGU)
નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ:સંતાન મૃત્યુ પામ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 31 (IRVGU)
આપ્પાઈમનો દીકરો યીશી, યીશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.
1 કાળવ્રત્તાંત 2 : 32 (IRVGU)
શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 33 (IRVGU)
યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.
1 કાળવ્રત્તાંત 2 : 34 (IRVGU)
શેશાનને દીકરાઓ ન હતા પણ ફકત દીકરીઓ જ હતી. શેશાનને એક મિસરી ચાકર હતો, જેનું નામ યાર્હા હતું.
1 કાળવ્રત્તાંત 2 : 35 (IRVGU)
શેશાને પોતાની દીકરીનું લગ્ન તેના ચાકર યાર્હા સાથે કરાવ્યું. તેણે આત્તાયને જન્મ આપ્યો.
1 કાળવ્રત્તાંત 2 : 36 (IRVGU)
આત્તાયનો દીકરો નાથાન, નાથાનનો દીકરો ઝાબાદ.
1 કાળવ્રત્તાંત 2 : 37 (IRVGU)
ઝાબાદનો દીકરો એફલાલ, એફલાલનો દીકરો ઓબેદ.
1 કાળવ્રત્તાંત 2 : 38 (IRVGU)
ઓબેદનો દીકરો યેહૂ, યેહૂનો દીકરો અઝાર્યા.
1 કાળવ્રત્તાંત 2 : 39 (IRVGU)
અઝાર્યાનો દીકરો હેલેસ, હેલેસનો દીકરો એલાસા.
1 કાળવ્રત્તાંત 2 : 40 (IRVGU)
એલાસાનો દીકરો સિસ્માય, સિસ્માયનો દીકરો શાલ્લુમ.
1 કાળવ્રત્તાંત 2 : 41 (IRVGU)
શાલ્લુમનો દીકરો યકામ્યા, યકામ્યાનો દીકરો અલિશામા.
1 કાળવ્રત્તાંત 2 : 42 (IRVGU)
યરાહમેલના ભાઈ કાલેબના દીકરાઓ: જયેષ્ઠ દીકરો મેશા, મેશાનો દીકરો ઝીફ. કાલેબનો બીજો દીકરો મારેશા, તેનો દીકરો હેબ્રોન.
1 કાળવ્રત્તાંત 2 : 43 (IRVGU)
હેબ્રોનના દીકરાઓ: કોરા, તાપ્પુઆ, રેકેમ તથા શેમા.
1 કાળવ્રત્તાંત 2 : 44 (IRVGU)
શેમાનો દીકરો રાહામ, રાહામનો દીકરો યોર્કામ, રેકેમનો દીકરો શામ્માય.
1 કાળવ્રત્તાંત 2 : 45 (IRVGU)
શામ્માયનો દીકરો માઓન, માઓનનો દીકરો બેથ-સુર.
1 કાળવ્રત્તાંત 2 : 46 (IRVGU)
કાલેબની ઉપપત્ની એફાએ હારાન, મોસા તથા ગાઝેઝને જન્મ આપ્યો. હારાનનો દીકરો ગાઝેઝ.
1 કાળવ્રત્તાંત 2 : 47 (IRVGU)
યહદાયના દીકરાઓ: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા તથા શાફ.
1 કાળવ્રત્તાંત 2 : 48 (IRVGU)
કાલેબની ઉપપત્ની માકાએ શેબેર તથા તિર્હનાને જન્મ આપ્યાં.
1 કાળવ્રત્તાંત 2 : 49 (IRVGU)
વળી તેણે માદમાન્નાના પિતા શાફ, માખ્બેનાના પિતા શવા તથા ગિબયાના પિતાને જન્મ આપ્યાં. કાલેબની પુત્રી આખ્સાહ હતી.
1 કાળવ્રત્તાંત 2 : 50 (IRVGU)
કાલેબના વંશજો આ હતા: એફ્રાથાથી જન્મેલો તેનો જ્યેષ્ઠ દીકરો હૂર, તેનો દીકરો શોબાલ, તેનો દીકરો કિર્યાથ-યારીમ.
1 કાળવ્રત્તાંત 2 : 51 (IRVGU)
બેથલેહેમનો દીકરો સાલ્મા અને હારેફનો દીકરો બેથ-ગાદેર.
1 કાળવ્રત્તાંત 2 : 52 (IRVGU)
કિર્યાથ-યારીમના પિતા શોબાલના વંશજો આ હતા: હારોએ, મનુહોથના અડધા ભાગના લોકો,
1 કાળવ્રત્તાંત 2 : 53 (IRVGU)
કિર્યાથ યારીમના કુટુંબો: યિથ્રીઓ, પુથીઓ, શુમાથીઓ તથા મિશ્રાઇઓ. સોરાથીઓ તથા એશ્તાઓલીઓ, આ લોકોના વંશજ હતા.
1 કાળવ્રત્તાંત 2 : 54 (IRVGU)
સાલ્માના વંશજો આ પ્રમાણે હતા: બેથલેહેમ, નટોફાથીઓ, આટ્રોથ-બેથ-યોઆબ, માનાહાથીઓનો અડધો ભાગ તથા સોરાઈઓ.
1 કાળવ્રત્તાંત 2 : 55 (IRVGU)
યાબ્બેસવાસી લહિયાઓનાં કુટુંબો: તિરાથીઓ, શિમાથીઓ તથા સુખાથીઓ. રેખાબના કુટુંબનાં પૂર્વજ હામ્માથથી થયેલા જે કેનીઓ તેઓ એ છે.
❮
❯