1 Chronicles 15 : 1 (IRVGU)
દાઉદનગરમાં, દાઉદે પોતાને માટે મહેલો બનાવ્યાં. તેણે ઈશ્વરના કોશને સારુ જગ્યા તૈયાર કરીને ત્યાં તેને માટે મંડપ બાંધ્યો.
1 Chronicles 15 : 2 (IRVGU)
પછી દાઉદે કહ્યું, “ફક્ત લેવીઓ આ ઈશ્વરના કોશને ઊંચકે, કેમ કે યહોવાહે, તેઓને કોશ ઊંચકવા માટે તથા સદા તેમની સેવા કરવા માટે પસંદ કર્યા છે.”
1 Chronicles 15 : 3 (IRVGU)
પછી દાઉદે યહોવાહના કોશને માટે જે જગ્યા તૈયાર કરી હતી, ત્યાં તેને લઈ જવા માટે યરુશાલેમમાં સર્વ ઇઝરાયલીઓને ભેગા કર્યાં.
1 Chronicles 15 : 4 (IRVGU)
1 Chronicles 15 : 5 (IRVGU)
દાઉદે હારુનના વંશજોને તથા લેવીઓને એકત્ર કર્યા. તેઓમાં કહાથના વંશજોમાંના મુખ્ય આગેવાન ઉરીએલ તથા તેના ભાઈઓ, એક સો વીસ હતા.
1 Chronicles 15 : 6 (IRVGU)
મરારીના વંશજોમાંના મુખ્ય આગેવાન અસાયા તથા તેના ભાઈઓ, બસો વીસ હતા.
1 Chronicles 15 : 7 (IRVGU)
ગેર્શોમના વંશજોમાંના મુખ્ય આગેવાન યોએલ તથા તેના ભાઈઓ, એકસો ત્રીસ હતા.
1 Chronicles 15 : 8 (IRVGU)
અલિસાફાનના વંશજોમાંના મુખ્ય આગેવાન શમાયા તથા તેના ભાઈઓ, બસો હતા.
1 Chronicles 15 : 9 (IRVGU)
હેબ્રોનના વંશજોમાંના મુખ્ય આગેવાન અલીએલ તથા તેના ભાઈઓ, એંશી હતા.
1 Chronicles 15 : 10 (IRVGU)
ઉઝિયેલના વંશજોમાંના મુખ્ય આગેવાન આમિનાદાબ તથા તેના ભાઈઓ, એકસો બાર હતા.
1 Chronicles 15 : 11 (IRVGU)
દાઉદે સાદોક અને અબ્યાથાર યાજકોને તથા ઉરીએલ, યસાયા, યોએલ, શમાયા, અલીએલ તથા આમિનાદાબ લેવીઓને બોલાવ્યા.
1 Chronicles 15 : 12 (IRVGU)
તેણે તેઓને કહ્યું, “તમે લેવીઓનાં કુટુંબોના આગેવાનો છો. તમે તથા તમારા ભાઈઓ બન્ને પ્રકારના સેવકો પોતાને શુદ્ધ કરો, એ માટે કે જે જગ્યા મેં ઇઝરાયલના ઈશ્વર, યહોવાહના કોશને માટે તૈયાર કરી છે, ત્યાં તમે તેને લઈ આવો.
1 Chronicles 15 : 13 (IRVGU)
તમે અગાઉ તેને ઊંચક્યો ન હતો. તે માટે આપણા ઈશ્વર યહોવાહ, આપણા પર શિક્ષા લાવ્યા કેમ કે આપણે નિયમ પ્રમાણે તેમની હજૂરમાં ગયા નહિ.”
1 Chronicles 15 : 14 (IRVGU)
તેથી યાજકોએ તથા લેવીઓએ ઇઝરાયલના ઈશ્વર યહોવાહનો કોશ લઈ આવવા સારુ પોતાને શુદ્ધ કર્યા.
1 Chronicles 15 : 15 (IRVGU)
તેથી ઈશ્વરના વચન પ્રમાણે મૂસાએ જે આજ્ઞા આપી હતી, તે પ્રમાણે લેવીઓએ પોતાના ખભા પર ઈશ્વરનો કોશ તેની અંદરનાં દાંડા વડે ઉપાડ્યો.
1 Chronicles 15 : 16 (IRVGU)
દાઉદે લેવીઓના આગેવાનોને વાજિંત્રો, એટલે સિતાર, વીણા, ઝાંઝ ઊંચે સ્વરે વગાડવા માટે તથા ઉત્સાહથી મોટી ગર્જના કરવા માટે પોતાના ગાયક ભાઈઓને નીમવાને કહ્યું.
1 Chronicles 15 : 17 (IRVGU)
માટે લેવીઓએ યોએલના પુત્ર હેમાનને, તેના ભાઈઓમાંના બેરેખ્યાના પુત્ર આસાફને તથા તેઓના ભાઈઓ, એટલે મરારીના વંશજોમાંના કૂશાયાના પુત્ર એથાનને નીમ્યા.
1 Chronicles 15 : 18 (IRVGU)
તેઓની સાથે તેઓના બીજા યોદ્ધા ભાઈઓને, એટલે ઝર્ખાયા, બની, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, બનાયા, માસેયા, માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ તથા યેઈએલને દ્વારપાળો તરીકે નીમ્યા.
1 Chronicles 15 : 19 (IRVGU)
હેમાન, આસાફ તથા એથાન, એ ગાયકોને પિત્તળની ઝાંઝ મોટેથી વગાડવા સારુ નીમવામાં આવ્યા.
1 Chronicles 15 : 20 (IRVGU)
સિતારો વગાડવા માટે ઝખાર્યા, યઝીએલ, શમિરામોથ, અહીએલ, ઉન્ની, અલિયાબ, માસેયા તથા બનાયાને પસંદ કર્યા.
1 Chronicles 15 : 21 (IRVGU)
વીણા વગાડવા માટે માતિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.
1 Chronicles 15 : 22 (IRVGU)
લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો.
1 Chronicles 15 : 23 (IRVGU)
બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.
1 Chronicles 15 : 24 (IRVGU)
શબાન્યા, યોશાફાટ, નાથાનિયેલ, અમાસાઈ, ઝર્ખાયા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.
1 Chronicles 15 : 25 (IRVGU)
પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.
1 Chronicles 15 : 26 (IRVGU)
જયારે ઈશ્વર યહોવાહનો કરારકોશ ઊંચકનારા લેવીઓને સહાય કરી, ત્યારે તેઓએ સાત બળદો તથા સાત ઘેટાંઓનું અર્પણ કર્યું.
1 Chronicles 15 : 27 (IRVGU)
દાઉદે કોશ ઊંચકનારા સર્વ લેવીઓ, ગાયકો તથા ગાયકોના ઉપરી કનાન્યાની જેમ સુંદર શણનો એફોદ (ઝભ્ભો) પહેરેલો હતો. દાઉદે સુંદર શણનો એફોદ પહેરેલો હતો.
1 Chronicles 15 : 28 (IRVGU)
તેથી સર્વ ઇઝરાયલીઓ યહોવાહના કરારકોશને હર્ષનાદ સહિત તથા શરણાઈ, રણશિંગડાં, ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી ઊંચા અવાજો સાથે લઈ આવ્યા.
1 Chronicles 15 : 29 (IRVGU)
યહોવાહનો કરારકોશ દાઉદનગરમાં લાવવામાં આવ્યો, ત્યારે શાઉલની પુત્રી મીખાલે બારીમાંથી બહાર જોયું. તેણે દાઉદ રાજાને, નૃત્ય કરતો તથા ઉજવણી કરતો જોયો. તેથી તેણે પોતાના મનમાં તેને તુચ્છકાર્યો.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29