1 કાળવ્રત્તાંત 11 : 1 (IRVGU)
પછી સમગ્ર ઇઝરાયલે, હેબ્રોનમાં દાઉદની પાસે એકઠા થઈને કહ્યું, “જો, અમારો તારી સાથે લોહીનો સંબંધ છે, તારા કુટુંબીઓ છીએ.
1 કાળવ્રત્તાંત 11 : 2 (IRVGU)
ગતકાળમાં શાઉલ રાજા હતો ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તું જ હતો. તારા પ્રભુ યહોવાહે તને કહ્યું હતું કે, 'તું મારા ઇઝરાયલી લોકોનું પાલન કરશે, તું મારા ઇઝરાયલી લોકો પર અધિકારી થશે.”
1 કાળવ્રત્તાંત 11 : 3 (IRVGU)
પછી ઇઝરાયલના બધા વડીલો હેબ્રોનમાં રાજા સમક્ષ આવ્યા, દાઉદે હેબ્રોનમાં યહોવાહની સમક્ષ તેઓની સાથે કરાર કર્યો. શમુએલ મારફતે અપાયેલા યહોવાહના વચન પ્રમાણે તેઓએ દાઉદને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો.
1 કાળવ્રત્તાંત 11 : 4 (IRVGU)
દાઉદ તથા સર્વ ઇઝરાયલ, યરુશાલેમ (એટલે યબૂસ) ગયા. દેશના રહેવાસી યબૂસીઓ ત્યાં હતા.
1 કાળવ્રત્તાંત 11 : 5 (IRVGU)
યબૂસના રહેવાસીઓએ દાઉદને કહ્યું, “તારાથી અંદર આવી શકાશે નહિ.” તો પણ દાઉદે સિયોનનો કિલ્લો જીતી લીધો. તે જ દાઉદ નગર છે.
1 કાળવ્રત્તાંત 11 : 6 (IRVGU)
દાઉદે કહ્યું, જે કોઈ યબૂસીઓને પ્રથમ મારશે તે સેનાપતિ થશે.” સરુયાના દીકરા યોઆબે પ્રથમ હુમલો કર્યો, તે સેનાપતિ બન્યો.
1 કાળવ્રત્તાંત 11 : 7 (IRVGU)
પછી દાઉદ કિલ્લામાં રહ્યો. માટે તેઓએ તેનું નામ દાઉદનગર પાડ્યું.
1 કાળવ્રત્તાંત 11 : 8 (IRVGU)
તેણે મિલ્લોથી લઈને ચોતરફ નગર બાંધ્યું. યોઆબે બાકીના નગરને સમાર્યું.
1 કાળવ્રત્તાંત 11 : 9 (IRVGU)
દાઉદ વધુ અને વધુ મહાન થતો ગયો, કેમ કે સૈન્યના ઈશ્વર તેની સાથે હતા.
1 કાળવ્રત્તાંત 11 : 10 (IRVGU)
દાઉદના મુખ્ય યોદ્ધાઓ કે જેઓ, ઇઝરાયલ વિષે ઈશ્વરના વચન પ્રમાણે તેને રાજા બનાવવા માટે ઇઝરાયલની સાથે દ્રઢપણે તેના રાજયમાં તેની પડખે રહ્યા.
1 કાળવ્રત્તાંત 11 : 11 (IRVGU)
તેઓની દાઉદે ગણતરી કરી. તેઓ આ છે: હાખ્મોનીનો દીકરો યાશોબામ એ ત્રણમાંનો મુખ્ય સેનાપતિ હતો. તેણે પોતાની બરછીથી ત્રણસો માણસોને એક જ વખતે મારી નાખ્યા હતા.
1 કાળવ્રત્તાંત 11 : 12 (IRVGU)
તેના પછી અહોહી દોદોનો દીકરો એલાઝાર હતો, જે ત્રણ યોદ્ધાઓમાંનો એક હતો.
1 કાળવ્રત્તાંત 11 : 13 (IRVGU)
પાસ-દામ્મીમમાં તે દાઉદની સાથે હતો, ત્યાં જવના ખેતરમાં પલિસ્તીઓ લડાઈને સારુ એકઠા થયા હતા, લોકો પલિસ્તીઓની આગળથી નાસતા હતા.
1 કાળવ્રત્તાંત 11 : 14 (IRVGU)
ત્યારે તેઓએ તે ખેતરની વચ્ચે ઊભા રહીને તેનો બચાવ કર્યો, પલિસ્તીઓને મારી નાખ્યા. ઈશ્વરે મોટો જય કરીને તેઓને બચાવ્યા.
1 કાળવ્રત્તાંત 11 : 15 (IRVGU)
ત્રીસ આગેવાનોમાંના ત્રણ દાઉદની પાસે અદુલ્લામની ગુફામાં ગઢ આગળ જઈ પહોંચ્યા. પલિસ્તીઓના સૈન્યએ રફાઈમના મેદાનમાં છાવણી નાખી હતી.
1 કાળવ્રત્તાંત 11 : 16 (IRVGU)
દાઉદ તે સમયે ગઢમાં હતો, બેથલેહેમમાં પલિસ્તીઓનું થાણું હતું.
1 કાળવ્રત્તાંત 11 : 17 (IRVGU)
દાઉદે પાણી માટે આતુર થઈને કહ્યું, “જો કોઈ મને બેથલેહેમના દરવાજા પાસેના ફૂવાનું પાણી પીવડાવે તો કેવું સારુ!”
1 કાળવ્રત્તાંત 11 : 18 (IRVGU)
તેથી આ ત્રણ શૂરવીર પુરુષોએ પલિસ્તીઓની છાવણીમાં ધસી જઈને તે દરવાજા પાસેના બેથલેહેમના કૂવામાંથી પાણી કાઢ્યું. તેઓ તે પાણી લઈને દાઉદની પાસે આવ્યા, પણ દાઉદે તે પાણી પીવાની ના પાડી. પણ તેણે તે ઈશ્વરની આગળ રેડી દીધું.
1 કાળવ્રત્તાંત 11 : 19 (IRVGU)
પછી તેણે કહ્યું, હું આ કેમ પીઉં? “મારા ઈશ્વર મને એવું કરવા ન દો. આ પુરુષો કે જેઓએ પોતાના જીવ જોખમમાં નાખ્યા છે તેઓનું લોહી હું કેમ પીઉં? કેમ કે તેઓ તો પોતાના જીવના જોખમે તે લાવ્યા છે.” માટે તે પીવાને રાજી ન હતો. આ કાર્યો એ ત્રણ યોદ્ધાઓએ કર્યાં હતાં.
1 કાળવ્રત્તાંત 11 : 20 (IRVGU)
યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણનો ઉપરી હતો. કેમ કે તેણે પોતાની બરછી ત્રણસો માણસોની વિરુદ્ધ ઉઠાવીને તેઓને મારી નાખ્યા. એમ કરીને તેણે ત્રણમાં નામના મેળવી.
1 કાળવ્રત્તાંત 11 : 21 (IRVGU)
ત્રીસમાં તે વધારે નામાંકિત હતો અને તે તેઓનો ઉપરી થયો. જો કે તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
1 કાળવ્રત્તાંત 11 : 22 (IRVGU)
કાબ્સએલના પરાક્રમી કૃત્યો કરનાર શૂરવીર પુરુષના દીકરા યહોયાદાનો દીકરો બનાયા હતો. તેણે મોઆબી અરીએલના બે દીકરાઓને મારી નાખ્યા. વળી તેણે હીમ પડતું હતું ત્યારે ગુફામાં જઈને એક સિંહને મારી નાખ્યો.
1 કાળવ્રત્તાંત 11 : 23 (IRVGU)
વળી તેણે પાંચ હાથ ઊંચા મિસરી પુરુષને પણ મારી નાખ્યો. તે મિસરીના હાથમાં વણકરની તોરના જેવી એક બરછી હતી, પરંતુ તે ફક્ત લાકડી લઈને તેની સામે થયો. તેણે તે બરછી મિસરીના હાથમાંથી છીનવી લઈને તેની જ બરછીથી તેને મારી નાખ્યો.
1 કાળવ્રત્તાંત 11 : 24 (IRVGU)
યહોયાદાના દીકરા બનાયાએ એ કાર્યો કર્યાં, તેથી તે પેલા ત્રણ યોદ્ધાઓના જેવો નામાંકિત થયો.
1 કાળવ્રત્તાંત 11 : 25 (IRVGU)
તે પેલા ત્રીસ યોદ્ધાઓ કરતાં પણ વધારે નામાંકિત હતો, પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ. દાઉદે તેને પોતાના અંગરક્ષકોનો ઉપરી ઠરાવ્યો.
1 કાળવ્રત્તાંત 11 : 26 (IRVGU)
વળી સૈન્યમાં આ યોદ્ધાઓ પણ હતા: યોઆબનો ભાઈ અસાહેલ, બેથલેહેમના દોદોનો દીકરો એલ્હાનાન,
1 કાળવ્રત્તાંત 11 : 27 (IRVGU)
શામ્મોથ હરોરી, હેલેસ પલોની,
1 કાળવ્રત્તાંત 11 : 28 (IRVGU)
તકોઈ ઈક્કેશનો દીકરો ઈરા, અબીએઝેર અનાથોથી,
1 કાળવ્રત્તાંત 11 : 29 (IRVGU)
સિબ્બખાય હુશાથી, ઈલાહ અહોહી,
1 કાળવ્રત્તાંત 11 : 30 (IRVGU)
માહરાય નટોફાથી, નટોફાથી બાનાનો દીકરો હેલેદ,
1 કાળવ્રત્તાંત 11 : 31 (IRVGU)
બિન્યામીનપુત્રોના ગિબ્યાના રિબાયનો દીકરો ઈથાય, બનાયા પિરઆથોની,
1 કાળવ્રત્તાંત 11 : 32 (IRVGU)
ગાઆશની ખીણવાળો હુરાય, અબીએલ આર્બાથી,
1 કાળવ્રત્તાંત 11 : 33 (IRVGU)
આઝમા-વેથ બાહરૂમી, એલ્યાહબા શાઆલ્બોની,
1 કાળવ્રત્તાંત 11 : 34 (IRVGU)
ગેઝોની હાશેમના દીકરાઓ, હારારી શાગેનો દીકરો યોનાથાન,
1 કાળવ્રત્તાંત 11 : 35 (IRVGU)
હારારી સાખારનો દીકરો અહીઆમ, ઉરનો દીકરો અલિફાહ,
1 કાળવ્રત્તાંત 11 : 36 (IRVGU)
હેફેર મખેરાથી, અહિયા પલોની,
1 કાળવ્રત્તાંત 11 : 37 (IRVGU)
હેસરો કાર્મેલી, એઝબાયનો દીકરો નારાય,
1 કાળવ્રત્તાંત 11 : 38 (IRVGU)
નાથાનનો ભાઈ યોએલ, હાગ્રીનો દીકરો મિબ્હાર,
1 કાળવ્રત્તાંત 11 : 39 (IRVGU)
સેલેક આમ્મોની, સરુયાના દીકરા યોઆબનો શસ્ત્રવાહક નાહરાય બેરોથી,
1 કાળવ્રત્તાંત 11 : 40 (IRVGU)
ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી,
1 કાળવ્રત્તાંત 11 : 41 (IRVGU)
ઉરિયા હિત્તી, આહલાયનો દીકરો ઝાબાદ,
1 કાળવ્રત્તાંત 11 : 42 (IRVGU)
રુબેનીઓનો મુખ્ય રુબેની શિઝાનો દીકરો અદીના અને તેની સાથે ત્રીસ સરદારો.
1 કાળવ્રત્તાંત 11 : 43 (IRVGU)
માકાનો દીકરો હાનાન, યહોશાફાટ મિથ્ની,
1 કાળવ્રત્તાંત 11 : 44 (IRVGU)
ઉઝિયા આશ્તરોથી, અરોએરી હોથામના દીકરા શામા તથા યેઈએલ,
1 કાળવ્રત્તાંત 11 : 45 (IRVGU)
શિમ્રીનો દીકરો યદિયેલ, તેનો ભાઈ તીસી નો યોહા,
1 કાળવ્રત્તાંત 11 : 46 (IRVGU)
અલીએલ માહવી, એલ્તામના દીકરો યરીબાઈ તથા યોશાવ્યા, યિથ્મા મોઆબણ,
1 કાળવ્રત્તાંત 11 : 47 (IRVGU)
અલીએલ, ઓબેદ તથા યાસિયેલ મસોબાથી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47