ઝખાર્યા 7 : 1 (GUV)
દર્યાવેશ રાજાને ચોથે વર્ષે, તેના નવમા, એટલે કિસ્લેવ, માસની ચોથીએ યહોવાનું વચન ઝખાર્યા પાસે આવ્યું.
ઝખાર્યા 7 : 2 (GUV)
હવે બેથેલવાસીઓએ, શારએસેરને, રેગેન-મેલેખને તથા તેમના માણસોને, યહોવાની કૃપા વીનવવા માટે,
ઝખાર્યા 7 : 3 (GUV)
તથા સૈન્યોના [ઇશ્વર] યહોવાના મંદિરના યાજકોને તથા પ્રબોધકોને પૂછવા માટે મોકલ્યા હતા કે, જેમ હું આટલાં બધા વર્ષથી કરતો આવ્યો છું તેમ એકાંતમાં બેસીને મારે પાંચમા માસમાં વિલાપ કરવો જોઈએ?
ઝખાર્યા 7 : 4 (GUV)
ત્યારે સૈન્યોના [ઇશ્વર] યહોવાનું વચન મારી પાસે આવ્યું,
ઝખાર્યા 7 : 5 (GUV)
“દેશના સર્વ લોકોને તથા યાજકોને કહે કે, તમે આ સિત્તેર વર્ષો થયાં, પાંચમા તથા સાતમા [માસ] માં ઉપવાસ તથા શોક કર્યો, તે ઉપવાસ તમે જરાયે પણ મારે માટે, હા, મારે માટે કર્યો હતો?
ઝખાર્યા 7 : 6 (GUV)
જ્યારે તમે ખાઓ છો પીઓ છો, ત્યારે શું તમે તમારે પોતાને માટે નથી ખાતાપીતા?
ઝખાર્યા 7 : 7 (GUV)
જ્યારે યરુશાલેમ તથા તેની આસપાસનાં તેનાં નગરો વસતિવાળાં અને આબાદ હતાં, ને દક્ષિણમાં તથા નીચાણના પ્રદેશમાં વસતિ હતી, ત્યારે જે વચનો મેં આગલા પ્રબોધકોની મારફતે પોકાર્યાં છે તે તમારે સાંભળવાં નહિ જોઈએ?”
ઝખાર્યા 7 : 8 (GUV)
પછી યહોવાનું વચન ઝખાર્યાની પાસે આવ્યું,
ઝખાર્યા 7 : 9 (GUV)
જેમાં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ કહ્યું છે, “અદલ ઈનસાફ કરો, દરેક માણસ પોતાના ભાઈ પર કૃપા તથા દયા રાખો.
ઝખાર્યા 7 : 10 (GUV)
વિધવા, અનાથ, પરદેશી તથા ગરીબ પર જુલમ ન કરો; અને તમારામાંનો કોઈ પોતાના મનમાં પોતાના ભાઈનું બૂરું કરવાનો ખ્યાલ પણ મનમાં ના લાવે.
ઝખાર્યા 7 : 11 (GUV)
પણ તેઓએ સાંભળવાને ના પાડી, ને પોતે સાંભળે નહિ માટે હઠીલા થઈને પૂઠ ફેરવી, ને પોતાના કાન બંધ કર્યા.
ઝખાર્યા 7 : 12 (GUV)
હા, નિયમશાસ્ત્ર તથા જે વચનો સૈન્યોના [ઇશ્વર] યહોવાએ પોતાના આત્મા વડે અગાઉના પ્રબોધકોની હસ્તક મોકલ્યાં હતાં, તે રખેને તેઓ સાંભળે તે માટે તેઓએ પોતાનાં હ્રદય વજ્ જેવાં કર્યાં; તેથી સૈન્યોના [ઇશ્વર] યહોવાની હજૂરમાંથી ઉગ્ર કોપ આવ્યો.
ઝખાર્યા 7 : 13 (GUV)
અને જે પ્રમાણે તેમણે પોકાર્યું, ત્યારે તેઓએ સાંભળ્યું નહિ; તે પ્રમાણે તેઓ પોકારશે, ત્યારે હું પણ સાંભળીશ નહિ, એવું સૈન્યોના [ઇશ્વર] યહોવાએ કહ્યું.
ઝખાર્યા 7 : 14 (GUV)
પણ જે સર્વ પ્રજાઓથી તેઓ અજાણ્યા છે, તેઓમાં હું તેમને વંટોળિયાથી વિખેરી નાખીશ. એમ તેમના [ગયા] પછી દેશ એવો ઉજ્જડ થઈ ગયો કે કોઈ પણ માણસ તેમાં થઈને જતુંઆવતું નહોતું, કેમ કે તેઓએ એ રળિયામણા દેશને ઉજ્જડ કરી મૂકયો હતો.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: