ઝખાર્યા 13 : 1 (GUV)
સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે.
ઝખાર્યા 13 : 2 (GUV)
તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન નાબૂદ કરીશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહિ; અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ.
ઝખાર્યા 13 : 3 (GUV)
અને જ્યારે કોઈ હજી પણ ભવિષ્ય કહેશે, ત્યારે તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તેને કહેશે, ‘તું જીવતો રહેવાનો નથી, કેમ કે યહોવાને નામે તું જૂઠાં વચનો બોલે છે.’ અને તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તે ભવિષ્ય કહેતો હશે તે વખતે તેને વીંધી નાખશે.
ઝખાર્યા 13 : 4 (GUV)
તે દિવસે પ્રબોધકો ભવિષ્યવચનો બોલતી વખતે પોતપોતાનાં સંદર્શનોને લીધે લજ્‍જિત થશે. તેઓ રૂઆંવાળા ઝભ્ભા પહેરીને લોકોને ઠગશે નહિ.
ઝખાર્યા 13 : 5 (GUV)
પણ તે કહેશે, ‘હું પ્રબોધક નથી, હું તો જમીન ખેડનારો છું; કેમ કે મને તો નાનપણથી ગુલામ કરવામાં આવ્યો છે.’
ઝખાર્યા 13 : 6 (GUV)
કોઈ તેને પૂછશે, ‘તારા હાથો પર આ ઘા શાના છે?’ ત્યારે તે ઉત્તર દેશે, ‘એ તો મારા મિત્રોના ઘરમાં જે ઘા મને પડયા હતા તે છે.’”
ઝખાર્યા 13 : 7 (GUV)
સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.”
ઝખાર્યા 13 : 8 (GUV)
વળી યહોવા કહે છે, આખા દેશમાંના બે ભાગ સંહાર પામીને માર્યા જશે; પણ ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે.
ઝખાર્યા 13 : 9 (GUV)
અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: