Song of Solomon 3 : 1 (GUV)
મેં રાત્રે મારા પ્રાણપ્રિયને મારા પલંગમાં શોધ્યો, પણ તે મને મળ્યો નહિ.
Song of Solomon 3 : 2 (GUV)
હું શહેરની ગલી ગલી અને રસ્તા ફરી વળી; છતાંય મારી સઘળી શોધખોળ નિષ્ફળ નીવડી.
Song of Solomon 3 : 3 (GUV)
નગરમાં રોન ફરતાં ચોકીદારોનો મને ભેટો થયો; મેં તેઓને પૂછયું, “મારા પ્રાણપ્રિયને તમે જોયો?”
Song of Solomon 3 : 4 (GUV)
થોડા સમય પછી મને મળ્યો મારો પ્રાણપ્રિય, પકડી લીધો મેં તેને, તે લાવી નિવાસસ્થાને; ને ખેંચી ગઇ મુજ જનેતાના ઘરમાં; ત્યાં સુધી નહિ છોડ્યાં મેં મારા પ્રીતમને.
Song of Solomon 3 : 5 (GUV)
હે યરૂશાલેમની યુવતીઓ, હું તમને હરણીઓના તથા મૃગલીઓના સમ દઇને વીનવું છું કે યર્થાથ સમય આવ્યા પહેલાં મારા પ્રીતમને જગાડશો નહિ.
Song of Solomon 3 : 6 (GUV)
રણ તરફથી આવતો, આ જે મધુર સુગંધી ધૂપ બાળીને બનાવેલાં ધુમાડાંના સ્તંભ જેવો લાગે છે તે કોણ છે?
Song of Solomon 3 : 7 (GUV)
જુઓ, આ તો સુલેમાનની પાલખી છે; તેની સાથે છે ઇસ્રાએલી સૈન્યના સાઠ યોદ્ધાઓ
Song of Solomon 3 : 8 (GUV)
તેઓ કુશળ તરવારબાજ અને અનુભવી અંગરક્ષકો છે, રાત્રીના ભયને કારણે દરેકની કમરે તરવાર લટકે છે.
Song of Solomon 3 : 9 (GUV)
લબાનોનના કાષ્ટમાંથી બનાવ્યો છે રથ, સુલેમાન રાજાએ પોતાના ઉપયોગાર્થે.
Song of Solomon 3 : 10 (GUV)
તેણે તેના સ્તંભ ચાંદીના અને છત સોનાની, અને તેનું આસન બનાવ્યું જાંબુડા રંગનું; યરૂશાલેમની દીકરીઓ દ્વારા અંદરથી તે પ્રેમપૂર્વક શણગારાયેલી હતી.
Song of Solomon 3 : 11 (GUV)
“ઓ સિયોનની યુવતીઓ, જાઓ અને જુઓ સુલેમાન રાજાને, એના આનંદના દિવસે એટલે તેના લગ્નના દિવસે તેની માતાએ તેને પહેરાવ્યો છે, તે મુગટસહિત નિહાળો તેને.”

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: