સોલોમનનાં ગીતો 2 : 1 (GUV)
હું શારોનનું ગુલાબ, અને ખીણોની ગુલછડી છું.
સોલોમનનાં ગીતો 2 : 2 (GUV)
જેમ કાંટાઓમાં ગુલછડી [હોય છે], તે જ પ્રમાણે કુમારિકાઓમાં મારી પ્રિયતમા છે.
સોલોમનનાં ગીતો 2 : 3 (GUV)
જેમ જંગલનાં ઝાડમાં સફરજનવૃક્ષ [હોય], તે જ પ્રમાણે પુત્રોમાં મારો પ્રીતમ છે. હું તેની છાયા નીચે બેસીને ઘણો આનંદ પામી, અને તેના ફળનો સ્વાદ મને મીઠો લાગ્યો.
સોલોમનનાં ગીતો 2 : 4 (GUV)
તે મને ભોજન કરવાને ઘેર લાવ્યો, અને તેનો પ્રેમરૂપ ધ્વજ મારા પર હતો.
સોલોમનનાં ગીતો 2 : 5 (GUV)
સૂકી દ્રાક્ષોથી મને હોશમાં રાખો, સફરજનથી મને હિંમત આપો; કેમ કે હું પ્રેમપીડિત છું.
સોલોમનનાં ગીતો 2 : 6 (GUV)
તેનો ડાબો હાથ મારા માથા નીચે છે, ને તેના જમણા હાથે મને આલિંગન કરેલું છે.
સોલોમનનાં ગીતો 2 : 7 (GUV)
હે યરુશાલેમની પુત્રીઓ, હું તમને હરણીઓના તથા જંગલની સાબરીઓના સોગન દઈને વિનવું છું કે, મારા પ્રીતમની મરજી થાય ત્યાં સુધી તમે તેને ઢંઢોળીને ઉઠાડશો નહિ કે જગાડશો નહિ.
સોલોમનનાં ગીતો 2 : 8 (GUV)
મારા પ્રીતમનો સ્વર [સંભળાય છે]! પણ જુઓ, તે પર્વતો પર કૂદતો, ડુંગરો પર ઠેકડા મારતો આવે છે.
સોલોમનનાં ગીતો 2 : 9 (GUV)
મારો પ્રીતમ હરણ કે મૃગના બચ્ચા જેવો છે; તે અમારી ભીંત પાછળ ઊભેલો છે, તે બારીઓમાંથી અંદર ડોકિયા કરે છે, તે જાળીમાંથી દેખાયુ છે.
સોલોમનનાં ગીતો 2 : 10 (GUV)
મારો પ્રીતમ મારી સાથે બોલ્યો, અને મને કહ્યું કે, મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠ, અને નીકળી આવ.
સોલોમનનાં ગીતો 2 : 11 (GUV)
કેમ કે શિયાળો ઊતર્યો છે, વર્ષાઋતુ પણ સમાપ્ત થઈ છે;
સોલોમનનાં ગીતો 2 : 12 (GUV)
ફૂલો જમીન પર ખીલવા લાગ્યાં છે; [પક્ષીઓના] કલરવનો વખત આવ્યો છે, અને આપણા દેશમાં કપોતના સ્વર સંભળાય છે;
સોલોમનનાં ગીતો 2 : 13 (GUV)
અંજીરીનાં લીલાં અંજીર પાકે છે, અને દ્રાક્ષાવેલા ઉપર ફૂલો ખીલ્યાં છે, તેઓ પોતાની સુગંધ ફેલાવે છે. મારી પ્રિયતમા, મારી સુંદરી, ઊઠીને નીકળી આવ.
સોલોમનનાં ગીતો 2 : 14 (GUV)
હે ખડકની ફાટોમાં, કઢણમાંના ગુપ્ત સ્થળમાં રહેનાર મારી હોલી, મને તારું વદન નિરખવા દે, મને તારો સૂર સંભળાવ; કેમ કે તારો સૂર કેવો મધુર છે, અને તારું વદન કેવું ખૂબસૂરત છે!
સોલોમનનાં ગીતો 2 : 15 (GUV)
જે શિયાળવાં, નાનાં શિયાળવાં, દ્રાક્ષાવાડીઓને ભેલાડે છે, તેઓને અમારી ખાતર પકડો; કેમ કે અમારી દ્રાક્ષાવાડીઓ ફૂલોથી ખીલી રહી છે.
સોલોમનનાં ગીતો 2 : 16 (GUV)
મારો પ્રીતમ મારો જ છે, ને હું પણ તેની જ છું; તે [પોતાનાં ટોળાં] ગુલછડીઓમાં ચારે છે.
સોલોમનનાં ગીતો 2 : 17 (GUV)
પ્રભાત થાય, અને અંધારું લોપ થાય ત્યાં સુધીમાં હે મારા પ્રીતમ, પાછો આવ, અને બેથેર પર્વતો પરના હરણ કે મૃગના બચ્ચા જેવો થા.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17

BG:

Opacity:

Color:


Size:


Font: