રોમનોને પત્ર 12 : 1 (GUV)
તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.
રોમનોને પત્ર 12 : 2 (GUV)
આ જગતનું રૂપ તમે ન ધરો, પણ તમારા મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.
રોમનોને પત્ર 12 : 3 (GUV)
વળી મને આપેલા કૃપાદાનને આશરે હું તમારામાંના દરેક જણને કહું છું કે, પોતાને જેવો ગણવો જોઈએ, તે કરતાં વિશેષ ન ગણવો. પણ ઈશ્વરે જેટલે દરજ્જે દરેકને વિશ્વાસનું માપ વહેંચી આપ્યું છે, તેના પ્રમાણમાં નમ્રતાથી [દરેકે પોતાને યોગ્ય] ગણવો.
રોમનોને પત્ર 12 : 4 (GUV)
કેમ કે જેમ આપણા શરીરના ઘણા અવયવો છે, અને બધા અવયવોને એક જ કામ [કરવાનું] નથી,
રોમનોને પત્ર 12 : 5 (GUV)
તેમ આપણે ઘણાં હોવા છતાં ખ્રિસ્તમાં એક શરીર છીએ, અને અરસપરસ એકબીજાના અવયવો [છીએ].
રોમનોને પત્ર 12 : 6 (GUV)
આપણને જે કૃપાદાન આપવામાં આવ્યું છે, તે પ્રમાણે આપણને જુદાં જુદાં વરદાન મળ્યાં છે. તેથી જો પ્રબોધ કરવાનું [દાન મળ્યું હોય], તો પોતાના વિશ્વાસના પ્રમાણમાં તેણે [પ્રબોધ] કરવો.
રોમનોને પત્ર 12 : 7 (GUV)
અથવા જો સેવાનું, તો સેવામાં [તત્પર રહેવું]; વળી જે શિક્ષક હોય તેણે શિક્ષણ આપવામાં [મંડયા રહેવું].
રોમનોને પત્ર 12 : 8 (GUV)
અને જે સુબોધ કરનાર, તેણે સુબોધ કરવામાં લાગુ રહેવું, જે દાન કરે છે, તેણે ઉદારતાથી કરવું. જે અધિકારી‌ છે, તેણે ખંતથી અધિકાર ચલાવવો, અને જે દયા રાખે, તેણે ઉમંગથી રાખવી.
રોમનોને પત્ર 12 : 9 (GUV)
[તમારો] પ્રેમ ઢોંગ વગરનો હોય, જે ભૂંડું છે તેને ધિક્કારો; જે સારું છે તેને વળગી રહો.
રોમનોને પત્ર 12 : 10 (GUV)
ભાઈઓ પ્રત્યે જેવો પ્રેમ ઘટે છે તેવો ગાઢ પ્રેમ એકબીજા પર રાખો. માન [આપવા] માં પોતાના કરતાં બીજાને અધિક ગણો.
રોમનોને પત્ર 12 : 11 (GUV)
ઉદ્યોગમાં આળસુ ન થાઓ. આત્મામાં ઉત્સાહી થાઓ. પ્રભુની સેવા કરો.
રોમનોને પત્ર 12 : 12 (GUV)
આશામાં આનંદ કરો. સંકટમાં ધીરજ રાખો. પ્રાર્થનામાં લાગુ રહો.
રોમનોને પત્ર 12 : 13 (GUV)
સંતોની જરૂરિયાતો પૂરી પાડો. પરોણાગત કરવામાં તત્પર રહો.
રોમનોને પત્ર 12 : 14 (GUV)
તમારા સતાવનારાઓને આશીર્વાદ આપો; આશીર્વાદ જ આપો, અને શાપ આપતા નહિ.
રોમનોને પત્ર 12 : 15 (GUV)
આનંદ કરનારાઓની સાથે આનંદ કરો. રડનારાઓની સાથે રડો
રોમનોને પત્ર 12 : 16 (GUV)
અરસપરસ એક દિલના થાઓ. તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો, પણ નમ્ર ભાવે દીનોની કાળજી રાખો. તમે પોતાને બુદ્ધિમાન ન સમજો.
રોમનોને પત્ર 12 : 17 (GUV)
ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. બધાં માણસોની નજરમાં જે શોભે છે, તે [કરવાને] કાળજી રાખો,
રોમનોને પત્ર 12 : 18 (GUV)
જો બની શકે, તો ગમે તેમ કરીને બધાં માણસોની સાથે હળીમળીને ચાલો.
રોમનોને પત્ર 12 : 19 (GUV)
ઓ વહાલાઓ, તમે સામું વૈર ન વાળો, પણ [ઈશ્વરના] કોપને માટે માર્ગ મૂકો; કેમ કે લખેલું છે, “પ્રભુ કહે છે કે, વૈર વાળવું એ મારું [કામ] છે; હું બદલો લઈશ.
રોમનોને પત્ર 12 : 20 (GUV)
પણ જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને [પાણી] પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ.”
રોમનોને પત્ર 12 : 21 (GUV)
ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: