રોમનોને પત્ર 1 : 1 (GUV)
ઈશ્વરના વહાલાં, તથા પવિત્ર [થવા માટે] તેડાયેલાં જેઓ રોમમાં રહે છે, તે સર્વને લખનાર ઈસુ ખ્રિસ્તનો દાસ પાઉલ. તેને પ્રેરિત [થવા માટે] બોલાવવામાં આવ્યો છે, તથા ઈશ્વરની સુવાર્તાને અર્થે જુદો કરવામાં આવ્યો છે,
રોમનોને પત્ર 1 : 2 (GUV)
એ [સુવાર્તા] વિષે [ઈશ્વરે] પોતાના પ્રબોધકોદ્વારા પવિત્ર શાસ્‍ત્રમાં અગાઉથી વચન આપ્યું હતું.
રોમનોને પત્ર 1 : 3 (GUV)
તે [સુવાર્તા] તેમના દીકરા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની છે, એ મનુષ્યદેહે તો દાઉદના વંશજ હતા,
રોમનોને પત્ર 1 : 4 (GUV)
પણ પવિત્ર આત્માને પ્રતાપે મૂએલાંઓમાંથી પાછા ઊઠ્યાથી પરાક્રમમાં ઈશ્વરના દીકરા ઠર્યા છે.
રોમનોને પત્ર 1 : 5 (GUV)
સર્વ પ્રજાઓ તેમના નામની ખાતર વિશ્વાસને આધીન થાય, એ માટે અમે તેમની મારફતે કૃપા તથા પ્રેરિતપદ પામ્યા છીએ.
રોમનોને પત્ર 1 : 6 (GUV)
તેઓમાંનાં તમે પણ ઈસુ ખ્રિસ્તનાં [થવાને] તેડાયેલાં છો.
રોમનોને પત્ર 1 : 7 (GUV)
આપણા પિતા ઈશ્વરથી તથા પ્રભુ ઈસુ ખ્રિસ્તથી તમને કૃપા તથા શાંતિ થાઓ.
રોમનોને પત્ર 1 : 8 (GUV)
પ્રથમ તો, આખા જગતમાં તમારો વિશ્વાસ જાહેર થયો છે, એથી તમો સર્વને માટે હું ઈસુ ખ્રિસ્તની મારફતે મારા ઈશ્વરનો આભાર માનું છું.
રોમનોને પત્ર 1 : 9 (GUV)
કેમ કે જે ઈશ્વરની સેવા હું મારા આત્માએ તેમના દીકરાની સુવાર્તામાં કરું છું, તે મારા સાક્ષી છે કે હું નિરંતર તમારું સ્મરણ કરું છું,
રોમનોને પત્ર 1 : 10 (GUV)
અને સદા પ્રાર્થના કરીને માગું છું કે, હવે આખરે કોઈ પણ રીતે ઈશ્વરની ઇચ્છાથી તમારી પાસે નિર્વિધ્ને મારાથી આવી શકાય.
રોમનોને પત્ર 1 : 11 (GUV)
કેમ કે હું તમને જોવાની બહુ ઇચ્છા રાખું છું, જેથી તમને સ્થિર કરવાને અર્થે હું તમને કોઈ આત્મિક દાન પમાડું,
રોમનોને પત્ર 1 : 12 (GUV)
એટલે અરસપરસ એકબીજાના વિશ્વાસથી, તમારા અને મારા [વિશ્વાસથી], હું તમારી સાથે તમારામાં દિલાસો પામું.
રોમનોને પત્ર 1 : 13 (GUV)
જેમ બીજા વિદેશીઓમાં, તેમ તમારામાં પણ હું કંઈ ફળ મેળવું, એ માટે મેં ઘણી વાર તમારી પાસે આવવાનો ઠરાવ કર્યો, એ વિષે, હે ભાઈઓ, તમે અજાણ્યા રહો એવી મારી ઇચ્છા નથી. પરંતુ હજી સુધી મને અડચણ નડી છે.
રોમનોને પત્ર 1 : 14 (GUV)
ગ્રીક લોકોનો તેમ જ બર્બરોનો પણ, અને જ્ઞાનીઓનો તેમ જ મૂર્ખોનો પણ હું ઋણી છું.
રોમનોને પત્ર 1 : 15 (GUV)
માટે હું તમો રોમનોને પણ મારી શક્તિ પ્રમાણે સુવાર્તા પ્રગટ કરવાને આતુર છું.
રોમનોને પત્ર 1 : 16 (GUV)
કેમ કે સુવાર્તા વિષે મને શરમ લાગતી નથી; કારણ કે દરેક વિશ્વાસ કરનારને તે ઈશ્વરનું તારણ પમાડનારું પરાક્રમ છે, પ્રથમ યહૂદીને અને પછી ગ્રીકને.
રોમનોને પત્ર 1 : 17 (GUV)
કેમ કે તેમાં ઈશ્વરનું ન્યાયીપણું પ્રગટ થયેલું છે, તે [ન્યાયીપણું] વિશ્વાસથી છે, અને વિશ્વાસને અર્થે છે. જેમ લખેલું છે તેમ, ‘ન્યાયી વિશ્વાસથી જીવશે.’
રોમનોને પત્ર 1 : 18 (GUV)
કેમ કે જે માણસો દુષ્ટતાથી સત્યને દાબી રાખે છે, તેઓના સર્વ અધર્મીપણા પર તથા દુષ્ટતા પર સ્વર્ગમાંથી ઈશ્વરનો કોપ પ્રગટ થયેલો છે.
રોમનોને પત્ર 1 : 19 (GUV)
કારણ કે ઈશ્વર વિષેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે, કેમ કે ઈશ્વરે તે તેઓને પ્રસિદ્ધ કર્યું છે.
રોમનોને પત્ર 1 : 20 (GUV)
કેમ કે તેમના અદશ્ય ગુણો, એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ, જગત ઉત્પન્‍ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે. તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી.
રોમનોને પત્ર 1 : 21 (GUV)
કારણ કે ઈશ્વરને ઓળખીને તેઓએ તેમને ઈશ્વર તરીકે મહિમા આપ્યો નહિ, અને તેમનો આભાર માન્યો નહિ. પણ તેઓએ મિથ્યા તર્ક-વિતર્કો કર્યા, અને તેઓનાં નિર્બુદ્ધ મન અંધકારમય થયાં.
રોમનોને પત્ર 1 : 22 (GUV)
અમે જ્ઞાની છીએ એવો દાવો કરતાં તેઓ મૂર્ખ બન્યા.
રોમનોને પત્ર 1 : 23 (GUV)
તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગાં અને પેટે ચાલનારાં પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી.
રોમનોને પત્ર 1 : 24 (GUV)
માટે ઈશ્વરે તેઓને તેઓનાં અંત:કરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા કે તેઓ અંદરોઅંદર પોતાનાં શરીરોને ભ્રષ્ટ કરે.
રોમનોને પત્ર 1 : 25 (GUV)
કેમ કે તેઓએ ઈશ્વરના સત્યને બદલે અસત્ય સ્વીકાર્યું, અને ઉત્પન્‍નકર્તા (જે સર્વકાળ સ્તુત્ય હો, આમીન. તેમ)ની ભક્તિ ન કરતાં ઉત્પન્‍ન કરેલાંની ભક્તિ તથા ઉપાસના કરી.
રોમનોને પત્ર 1 : 26 (GUV)
તે કારણથી ઈશ્વરે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. કેમ કે તેઓની સ્‍ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક [વ્યવહાર] કર્યો.
રોમનોને પત્ર 1 : 27 (GUV)
એમ જ પુરુષો પણ સ્‍ત્રીઓ સાથેના સ્વાભાવિક વ્યવહાર તજીને, પોતાની દુર્વાસનાઓથી પરસ્પર કામાતુર બન્યા, એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને [શરીરે] ભોગવ્યું.
રોમનોને પત્ર 1 : 28 (GUV)
ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.
રોમનોને પત્ર 1 : 29 (GUV)
તેઓ તો સર્વ પ્રકારના અધર્મીપણાથી, દુરાચારથી, લોભથી, [તથા] અંટસથી ભરપૂર હતા. [અને વળી] ઈર્ષાથી, હત્યાથી, કલહથી, કપટથી તથા દ્વેષભાવથી ભરપૂર હતા. [વળી] ચુગલીખોર,
રોમનોને પત્ર 1 : 30 (GUV)
નિંદાખોર, ઈશ્વરદ્વેષી, ઉદ્ધત, અભિમાની, બડાશ મારનારા પ્રપંચી, માતાપિતાની અવગણના કરનારા,
રોમનોને પત્ર 1 : 31 (GUV)
બુદ્ધિહીન, વિશ્વાસઘાતી, કુદરતી મમતાહીન, [તથા] નિર્દયી હતા:
રોમનોને પત્ર 1 : 32 (GUV)
આવાં કામ કરનારાઓ મરણને યોગ્ય છે, એવો ઈશ્વરનો નિયમ જાણ્યા છતાં તેઓ પોતે એ કામો કરે છે એટલું જ નહિ, પણ એવાં કામ કરનારાઓને ઉત્તેજન આપે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32

BG:

Opacity:

Color:


Size:


Font: