ગીતશાસ્ત્ર 95 : 1 (GUV)
આવો, યહોવા સમક્ષ આપણે ગાઇએ; આપણા તારણના ખડક સમક્ષ હર્ષનાદ કરીએ.
ગીતશાસ્ત્ર 95 : 2 (GUV)
તેની હજૂરમાં આભારસ્તુતિ સાથે આવીએ; અને આપણે તેની સમક્ષ સ્તુતિગાન કરીએ.
ગીતશાસ્ત્ર 95 : 3 (GUV)
કારણ, યહોવા મહાન દેવ છે; તે સર્વ દેવો પર મહાન રાજા છે.
ગીતશાસ્ત્ર 95 : 4 (GUV)
તેમનાં હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; અને ઊંચા પર્વતોના માલિક પણ તે છે.
ગીતશાસ્ત્ર 95 : 5 (GUV)
જેણે સમુદ્ર બનાવ્યો અને કોરી ભૂમિ પણ બનાવી તેમના તે માલિક છે.
ગીતશાસ્ત્ર 95 : 6 (GUV)
આવો આપણે તેને ભજીએ અને નમીએ; ને આપણા કર્તા યહોવાને ઘૂંટણિયે પડીએ.
ગીતશાસ્ત્ર 95 : 7 (GUV)
કારણ તે આપણા દેવ છે, આપણે તેના ચારાના લોક અને તેના હાથના ઘેટાં છીએ. આજે જો તમે તેની વાણી સાંભળો તો કેવું સારું!
ગીતશાસ્ત્ર 95 : 8 (GUV)
દેવ કહે છે, “ઇસ્રાએલી લોકોએ અરણ્યમાં મરીબાહમાં તથા માસ્સાહમાં, પોતાના હૃદય કઠણ કર્યા, તેવું તમે કરશો નહિ.
ગીતશાસ્ત્ર 95 : 9 (GUV)
તમારા પિતૃઓએ મારી કસોટી કરી, પરંતુ પછીથી તેઓએ જોયું કે હું શું કરી શકું છું!”
ગીતશાસ્ત્ર 95 : 10 (GUV)
યહોવા દેવ કહે છે, “ચાળીસ વર્ષ સુધી મેં તે પેઢીને સહન કરી છે પણ જ્યારે હું તેમનાથી કંટાળ્યો ત્યારે મેં કહ્યું; તે લોકો અવિનયી છે. તેઓએ મારા માગોર્ કદી શીખ્યાં નથી.
ગીતશાસ્ત્ર 95 : 11 (GUV)
મેં મારા અતીશય ક્રોધમાં પ્રતિજ્ઞા લીધી કે મેં તેઓ માટે નક્કી કરેલા વિશ્રામમાં વચનનાં દેશમાં, તેઓ કદાપિ પ્રવેશ કરશે જ નહિ.”
❮
❯