ગીતશાસ્ત્ર 88 : 1 (GUV)
કોરાના દીકરાઓનું ગાયન; ગીત. મુખ્ય ગવૈયાને માટે; રાગ માહલાથ-લાનોથ. હેમાન એઝ્રાહીનું માસ્કીલ. હે યહોવા, મારા તારણના ઈશ્વર, મેં રાતદિવસ તમને અરજ કરી છે.
ગીતશાસ્ત્ર 88 : 2 (GUV)
મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવો; મારો પોકાર તમારે કાને પડો;
ગીતશાસ્ત્ર 88 : 3 (GUV)
કેમ કે મારો જીવ ઘણો દુ:ખી છે, અને મારો પ્રાણ શેઓલ તરફ ખેંચાઈ જાય છે.
ગીતશાસ્ત્ર 88 : 4 (GUV)
કબરમાં ઊતરનાર ભેગો હું ગણાયેલો છું; હું નિરાધાર માણસના જેવો છું.
ગીતશાસ્ત્ર 88 : 5 (GUV)
મને તજીને મૂએલા ભેગો ગણી લીધો છે, મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી, અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે [તેમના જેવો હું છું].
ગીતશાસ્ત્ર 88 : 6 (GUV)
નીચલા ખાડામાં, અંધારી જગાઓમાં તથા ઊંડાણોમાં તમે મને નાખ્યો છે.
ગીતશાસ્ત્ર 88 : 7 (GUV)
તમારો કોપ મારા પર ભારે છે, તમારાં સર્વ મોજાં [મારા પર ફરી વળ્યા] થી હું દુ:ખમાં ડૂબી ગયો છું. (સેલાહ)
ગીતશાસ્ત્ર 88 : 8 (GUV)
તમે મારા ઓળખીતાને મારી પાસેથી દૂર કર્યા છે; તેઓ મારાથી કંટાળે, એવો તમે મને કર્યો છે. હું બંદીખાનામાં પડેલો છું, તેથી હું બરાબર નીકળી શકતો નથી.
ગીતશાસ્ત્ર 88 : 9 (GUV)
દુ:ખને લીધે મારી આંખો ક્ષીણ થાય છે; હે યહોવા, મેં દરરોજ તમને અરજ કરી છે, તમારી આગળ મેં મારા હાથ જોડ્યા છે.
ગીતશાસ્ત્ર 88 : 10 (GUV)
શું તમે મૂએલાને ચમત્કાર બતાવશો? શું મૂએલા ઊઠીને તમારી આભારસ્તુતિ કરશે? (સેલાહ)
ગીતશાસ્ત્ર 88 : 11 (GUV)
શું કબરમાં તમારી કૃપા કે, વિનાશમાં તમારું વિશ્વાસુપણું, જાહેર કરવામાં આવશે?
ગીતશાસ્ત્ર 88 : 12 (GUV)
શું અંધકારમાં તમારાં આશ્ચર્યકારક કૃત્યો, અને વિસ્મરણના દેશમાં તમારું ન્યાયીપણું, જણાવવામાં આવશે?
ગીતશાસ્ત્ર 88 : 13 (GUV)
પરંતુ, હે યહોવા, મેં તમને અરજ કરી છે, સવારે મારી પ્રાર્થના તમારી હજૂરમાં આવશે.
ગીતશાસ્ત્ર 88 : 14 (GUV)
હે યહોવા, મારા આત્માને તમે કેમ તજી દો છો? તમારું મુખ તમે મારાથી કેમ ફેરવો છો?
ગીતશાસ્ત્ર 88 : 15 (GUV)
મારી જુવાનીના વખતથી હું દુ:ખી તથા મરણતોલ થઈ ગયેલો છું; તમારો ત્રાસ વેઠતાં હું ગભરાઈ ગયો છું.
ગીતશાસ્ત્ર 88 : 16 (GUV)
તમારો ઉગ્ર કોપ મારા ઉપર થયો છે; તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.
ગીતશાસ્ત્ર 88 : 17 (GUV)
તેઓએ પાણીની જેમ દરરોજ મને ઘેર્યો; તેઓ ભેગા થઈને મારી આસપાસ ફરી વળ્યા.
ગીતશાસ્ત્ર 88 : 18 (GUV)
મારા પ્રિય જનોને તથા મિત્રોને તમે મારાથી દૂર કર્યા છે, મારા ઓળખીતાઓમાં હવે તો અંધકાર જ [રહ્યો છે].

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: