ગીતશાસ્ત્ર 87 : 1 (GUV)
તેમણે તેનો પાયો પવિત્ર પર્વત પર સ્થાપન કર્યો છે.
ગીતશાસ્ત્ર 87 : 2 (GUV)
યાકૂબના સર્વ નગરો કરતાઁ, સિયોનના દરવાજાઓને યહોવા વધુ ચાહે છે.
ગીતશાસ્ત્ર 87 : 3 (GUV)
હે દેવના નગર, તમારા વિષે અદભૂત વાતો કહેવાય છે.
ગીતશાસ્ત્ર 87 : 4 (GUV)
જેઓ મને જાણે છે તેમની વચ્ચે હું મિસર અને બાબિલનો એક યાદીમાં ઉમેરો કરીશ; મારા કેટલાક લોકો પલિસ્તી, તૂર અને કૂશમાં જન્મ્યા છે.
ગીતશાસ્ત્ર 87 : 5 (GUV)
વળી સિયોન વિષે કહેવાશે કે: “આ માણસ સિયોનમાં જન્મેલો હતો, અને તે માણસ પણ ત્યાં જન્મ્યો હતો.” દેવે તે શહેર બાંધ્યુ અને તેની સ્થાપના કરી.
ગીતશાસ્ત્ર 87 : 6 (GUV)
યહોવા પોતાના બધા લોકોની એક યાદી રાખે છે, જેમાં દરેક જન્મ્યો હતો તે જગાનો સમાવેશ થાય છે.
ગીતશાસ્ત્ર 87 : 7 (GUV)
વળી તેઓ ઉત્સવમાં ગીત ગાશે, “મારું સર્વસ્વ તારામાં છે.”

1 2 3 4 5 6 7