ગીતશાસ્ત્ર 85 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. કોરાના દીકરાઓનું ગીત. હે યહોવા, તમે તમારા દેશ પર પ્રસન્ન થયા છો. તમે યાકૂબનું દાસત્વ પાછું વાળ્યું છે.
ગીતશાસ્ત્ર 85 : 2 (GUV)
તમે તમારા લોકોનો અન્યાય માફ કર્યો છે. તમે તેઓનાં સર્વ પાપ ઢાંકી દીધાં છે. (સેલાહ)
ગીતશાસ્ત્ર 85 : 3 (GUV)
તમે તમારો સર્વ રોષ દૂર કર્યો છે; તમે તમારા ક્રોધાવેશથી પાછા ફર્યા છો.
ગીતશાસ્ત્ર 85 : 4 (GUV)
હે અમારા તારણના ઈશ્વર, અમને ફેરવો, અમારા પરથી તમારો કોપ દૂર કરો.
ગીતશાસ્ત્ર 85 : 5 (GUV)
શું તમે અમારા પર સદા કોપાયમાન રહેશો? શું તમે પેઢી દરપેઢી તમારો કોપ લંબાવશો?
ગીતશાસ્ત્ર 85 : 6 (GUV)
શું તમે અમને ફરીથી સજીવન નહિ કરો કે, તમારામાં તમારા લોકો હર્ષ પામે?
ગીતશાસ્ત્ર 85 : 7 (GUV)
હે યહોવા, તમારી કૃપાનો અમને અનુભવ કરાવો, અને તમારું તારણ અમને આપો.
ગીતશાસ્ત્ર 85 : 8 (GUV)
યહોવા ઈશ્વર જે બોલે તે હું સાંભળીશ; કેમ કે તે પોતાના લોકો તથા પોતાના ભક્તોની સાથે શાંતિની વાત કરશે; પણ તેઓ મૂર્ખાઈ તરફ પાછા ફરી ન જાય.
ગીતશાસ્ત્ર 85 : 9 (GUV)
નિશ્ચે તેમનું તારણ તેમના ભક્તોની પાસે છે; જેથી અમારા દેશમાં ગૌરવ રહે.
ગીતશાસ્ત્ર 85 : 10 (GUV)
કૃપા તથા સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યું છે.
ગીતશાસ્ત્ર 85 : 11 (GUV)
સત્યતા પૃથ્વીમાંથી નીકળી આવે છે; અને ન્યાયીપણાએ આકાશમાંથી નજર કરી છે.
ગીતશાસ્ત્ર 85 : 12 (GUV)
વળી યહોવા કલ્યાણ બક્ષશે; અને આપણો દેશ સારી ઊપજ આપશે.
ગીતશાસ્ત્ર 85 : 13 (GUV)
ન્યાયીપણું તેમની આગળ ચાલશે; અને તેમનાં પગલાંને આપણે માટે માર્ગરૂપ કરશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: