ગીતશાસ્ત્ર 82 : 1 (GUV)
દેવની સભામાં ઇશ્વર ન્યાયાધીશ તરીકે ઊભા રહે છે.
ગીતશાસ્ત્ર 82 : 2 (GUV)
દેવ કહે છે, “તમે ક્યાં સુધી ખોટો ન્યાય કરવાનું ચાલુ રાખશો? ક્યાં સુધી તમે દુષ્ટો ઉપર વિશેષ કૃપા કરવાનું ચાલુ રાખશો?”
ગીતશાસ્ત્ર 82 : 3 (GUV)
“તમે અબળ અને અનાથને ન્યાય કરો, દુ:ખિત અને લાચારને તેમના હકો પાછા મેળવવા મદદ કરો.
ગીતશાસ્ત્ર 82 : 4 (GUV)
અબળ અને દરિદ્રી ને છોડી મૂકો તેમને દુષ્ટોની પકડમાંથી મુકત કરો.
ગીતશાસ્ત્ર 82 : 5 (GUV)
તેઓ જાણતા નથી કે સમજતા નથી; તેઓ અંધકારમાં ચાલે છે. જ્યારે દુનિયા તેમની આજુબાજુ નીચે ઉતરી રહી છે.”
ગીતશાસ્ત્ર 82 : 6 (GUV)
મેં કહ્યું કે “તમે દેવો છો, અને તમે પરાત્પર દેવના દીકરાઓ છો.
ગીતશાસ્ત્ર 82 : 7 (GUV)
તો પણ માણસની જેમ મૃત્યુ પામશો અને અન્ય સરદારની મ પડશો.”
ગીતશાસ્ત્ર 82 : 8 (GUV)
હે દેવ, ઊઠો! પૃથ્વીનો ન્યાય કરો; કારણ, સર્વ પ્રજાઓ તમારા હાથમાં છે.
❮
❯