ગીતશાસ્ત્ર 81 : 1 (GUV)
દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ, યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો.
ગીતશાસ્ત્ર 81 : 2 (GUV)
ઢોલક અને સિતાર અને મધુર વીણા સાથે તેમના સ્તુતિ-ગાન ગાઓ.
ગીતશાસ્ત્ર 81 : 3 (GUV)
રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો, નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો.
ગીતશાસ્ત્ર 81 : 4 (GUV)
એમ કરવુંએ ઇસ્રાએલનાં લોકો માટે તે વિધિ છે, દેવે યાકૂબને તે હુકમ આપ્યો છે.
ગીતશાસ્ત્ર 81 : 5 (GUV)
જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં ત્યારે દેવે યૂસફસાથે કરાર કર્યો; જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી.
ગીતશાસ્ત્ર 81 : 6 (GUV)
દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા, મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા.
ગીતશાસ્ત્ર 81 : 7 (GUV)
સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યાં; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુતર આપ્યો; મરીબાહનાં પાણી આગળ મેં તમારી પરીક્ષા કરી.”
ગીતશાસ્ત્ર 81 : 8 (GUV)
“હે મારા લોકો, સાંભળો; હે ઇસ્રાએલ માત્ર મારું સાંભળો; હું તમને” કડક ચેતવણી આપું છું.
ગીતશાસ્ત્ર 81 : 9 (GUV)
અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ, અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ.
ગીતશાસ્ત્ર 81 : 10 (GUV)
કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું ‘યહોવા’ તમારો દેવ છું! તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ. હું તમને ખવડાવીશ.
ગીતશાસ્ત્ર 81 : 11 (GUV)
પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ; ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી.
ગીતશાસ્ત્ર 81 : 12 (GUV)
તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માગેર્; અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા.
ગીતશાસ્ત્ર 81 : 13 (GUV)
મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે, ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માગોર્ પર ચાલે તો કેવું સારું!
ગીતશાસ્ત્ર 81 : 14 (GUV)
તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું; અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું!
ગીતશાસ્ત્ર 81 : 15 (GUV)
જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ૂજશે; પણ તેમની સજા તો સદાને માટે રહેશે.
ગીતશાસ્ત્ર 81 : 16 (GUV)
પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ; અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.”

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16