ગીતશાસ્ત્ર 80 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ-એદૂથ. આસાફનું ગીત. હે ઇઝરાયલના પાળક, યૂસફને ટોળાની જેમ, દોરનાર, કાન ધરો; કરૂબીમ પર બિરાજનાર, પ્રકાશ કરો.
ગીતશાસ્ત્ર 80 : 2 (GUV)
એફ્રાઈમ તથા બિન્યામીન તથા મનાશ્શાની સંમુખ તમારું સામર્થ્ય પ્રગટ કરો, અમને તારવાને આવો.
ગીતશાસ્ત્ર 80 : 3 (GUV)
હે ઈશ્વર, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.
ગીતશાસ્ત્ર 80 : 4 (GUV)
હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારા લોકો [તમારી] પ્રાર્થના કરે છે, છતાં તમારો કોપ ક્યાં સુધી સળગતો રહેશે?
ગીતશાસ્ત્ર 80 : 5 (GUV)
તમે તેઓને આંસુવાળી રોટલી ખવડાવી છે, અને તેઓને પુષ્કળ આંસુઓ પાયાં છે.
ગીતશાસ્ત્ર 80 : 6 (GUV)
તમે અમને અમારા પડોશીઓ પ્રત્યે તકરારનું કારણ બનાવો છો; અમારા શત્રુઓ અંદરોઅંદર અમારી હાંસી કરે છે.
ગીતશાસ્ત્ર 80 : 7 (GUV)
હે સૈન્યોના ઈશ્વર; અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.
ગીતશાસ્ત્ર 80 : 8 (GUV)
તમે મિસરમાંથી દ્રાક્ષાવેલો લાવ્યા; તમે વિદેશીઓને હાંકી કાઢીને તેને રોપ્યો.
ગીતશાસ્ત્ર 80 : 9 (GUV)
તમે તેને માટે [જગા] તૈયાર કરી, તેની જડ બાઝી, ને તેથી દેશ ભરપૂર થયો.
ગીતશાસ્ત્ર 80 : 10 (GUV)
તેની છાયાથી પર્વતો ઢંકાયા, તેની ડાળીઓ ઈશ્વરનાં દેવદારો [જેવી] હતી.
ગીતશાસ્ત્ર 80 : 11 (GUV)
તેણે પોતાની ડાળીઓ સમુદ્ર સુધી, અને ડાંખળીઓ નદી સુધી, પ્રસારી.
ગીતશાસ્ત્ર 80 : 12 (GUV)
તમે તેની વાડ એવી રીતે કેમ તોડી છે કે, સર્વ વટેમાર્ગુઓ તેને ચૂંટી લે છે?
ગીતશાસ્ત્ર 80 : 13 (GUV)
ડુક્કર જંગલમાંથી [આવીને] તેને બગાડે છે, અને રાની પશુઓ તેને ખાઈ જાય છે.
ગીતશાસ્ત્ર 80 : 14 (GUV)
હે સૈન્યોના ઈશ્વર, કૃપા કરીને પાછા આવો; આકાશમાંથી નજર કરો, અને આ દ્રાક્ષાવેલાની મુલાકાત લો.
ગીતશાસ્ત્ર 80 : 15 (GUV)
જે [દ્રાક્ષાવેલો] તમે તમારે જમણે હાથે રોપ્યો છે, અને જે પુત્રને તમે તમારે માટે બળવાન કર્યો છે, તેનું રક્ષણ કરો.
ગીતશાસ્ત્ર 80 : 16 (GUV)
તે અગ્નિથી બાળવામાં આવ્યો છે, તેને કાપી નાખવામાં આવ્યો છે; તેઓ તમારા મુખની ધમકીથી નાશ પામે છે.
ગીતશાસ્ત્ર 80 : 17 (GUV)
તમારા જમણા હાથના માણસ પર, એટલે જે માનવપુત્રને તમે પોતાને માટે બળવાન કરેલો છે તેના પર, તમારો હાથ રહો.
ગીતશાસ્ત્ર 80 : 18 (GUV)
એટલે અમે તમારાથી પાછા હઠીશું નહિ; અમને પુનર્જીવન આપો, તો અમે તમારા નામની વિનંતી કરીશું.
ગીતશાસ્ત્ર 80 : 19 (GUV)
હે સૈન્યોના ઈશ્વર યહોવા, અમને પાછા ફેરવો; તમારા મુખનો પ્રકાશ પાડો, એટલે અમે બચી જઈશું.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

BG:

Opacity:

Color:


Size:


Font: