ગીતશાસ્ત્ર 76 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; તારવાળાં વાજાં સાથે ગાવાને, આસાફનું ગીત; ગાયન. યહૂદિયામાં ઈશ્વર પ્રગટ થયેલા છે; ઇઝરાયલમાં તેમનું નામ મોટું છે.
ગીતશાસ્ત્ર 76 : 2 (GUV)
વળી સાલેમમાં તેમનો મંડપ છે, અને સિયોનમાં તેમનું નિવાસસ્થાન છે.
ગીતશાસ્ત્ર 76 : 3 (GUV)
ત્યાં તેમણે ધનુષ્યનાં ચળકતાં બાણોને ભાંગી નાખ્યાં; ઢાલ, તરવાર તથા યુદ્ધસામગ્રી તેમણે ભાંગી નાખ્યાં. (સેલાહ)
ગીતશાસ્ત્ર 76 : 4 (GUV)
સનાતન પર્વતોમાંથી તમે મહિમાવાન [તથા] ઉત્તમ છો.
ગીતશાસ્ત્ર 76 : 5 (GUV)
જેઓ શૂરવીર છે તેઓ લૂંટાયેલા છે, તેઓ નિદ્રાવશ થયા છે; અને પરાક્રમીઓમાંના કોઈના હાથથી કંઈ પણ થઈ શક્યું નથી.
ગીતશાસ્ત્ર 76 : 6 (GUV)
હે યાકૂબના ઈશ્વર, તમારી ધમકીથી રથ તથા ઘોડો બન્ને ભરનિદ્રામાં પડેલા છે.
ગીતશાસ્ત્ર 76 : 7 (GUV)
તમે, એકલા તમે જ ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી દષ્ટિ આગળ કોણ ટકી શકે?
ગીતશાસ્ત્ર 76 : 8 (GUV)
તમે આકાશમાંથી તમારો નિર્ણય સંભળાવી દીધો છે;
ગીતશાસ્ત્ર 76 : 9 (GUV)
ઇનસાફ કરવાને, પૃથ્વીના સર્વ રંકોને તારવાને ઈશ્વર ઊઠ્યા, ત્યારે પૃથ્વી ભયભીત થઈને છાની રહી. (સેલાહ)
ગીતશાસ્ત્ર 76 : 10 (GUV)
ખચીત માણસનો કોપ તમારું સ્તવન કરશે; બાકી રહેલો [તેનો] કોપ તમે તમારી કમરે બાંધશો.
ગીતશાસ્ત્ર 76 : 11 (GUV)
તમારા ઈશ્વર યહોવાની માનતા લઈને પૂરી કરો; તેમની આસપાસના સર્વ ભયાવહ ઈશ્વરની પાસે દાન લાવો.
ગીતશાસ્ત્ર 76 : 12 (GUV)
તે સરદારોનું અભિમાન ઉતારશે, પૃથ્વીના રાજાઓની પ્રત્યે તે ભયાવહ છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: