ગીતશાસ્ત્ર 74 : 1 (GUV)
હે દેવ તમે અમને સદાને માટે શા માટે તજી દીધા છે? તમે તમારાં ઘેટાનાં ટોળા સામે હજી આજેય ગુસ્સામાં છો?
ગીતશાસ્ત્ર 74 : 2 (GUV)
હે યહોવા, સ્મરણ કરો; પુરાતન સમયમાં તમે લોકોને પસંદ કરીને ખરીદ્યા. તમે લોકોને બચાવ્યાં અને તેમને તમારા પોતાના બનાવ્યા. સ્મરણ કરો સિયોન પર્વત, જે જગાએ તમે રહો છો.
ગીતશાસ્ત્ર 74 : 3 (GUV)
દેવ આવો અને આ પ્રાચીન ખંડેરમાંથી ચાલ્યા આવો. તમારા પવિત્રસ્થાનને શત્રુઓએ કેટલું મોટું નુકશાન કર્યુ છે!
ગીતશાસ્ત્ર 74 : 4 (GUV)
તમે જ્યાં અમારી મુલાકાત લો છો, તે સ્થળમાં શત્રુ ગર્જના કરે છે; પોતાનો વિજય દર્શાવવા તેઓએ પોતાની ધ્વજાઓ ઊભી કરી છે.
ગીતશાસ્ત્ર 74 : 5 (GUV)
તેઓ જંગલનાં વૃક્ષો પર કુહાડા ઉગામનારાઓના જેવા છે.
ગીતશાસ્ત્ર 74 : 6 (GUV)
તેઓ તેનું તમામ નકશીદાર કામ કુહાડી-હથોડાથી તોડી નાખે છે.
ગીતશાસ્ત્ર 74 : 7 (GUV)
તેઓએ તમારા પવિત્રસ્થાનને આગ લગાડી છે. તેઓએ તમારાં રહેઠાણનો નાશ કર્યો છે.
ગીતશાસ્ત્ર 74 : 8 (GUV)
તેઓએ તેમને પોતાને કહ્યું હતું: “તેમને પૂરેપૂરા કચડી નાંખીએ.” તેઓએ દેશમાંના દેવના બધાં સભા સ્થાનોને બાળી મૂક્યાં.
ગીતશાસ્ત્ર 74 : 9 (GUV)
અમે તમારા લોકો છીએને દર્શાવતી એક પણ નિશાની બચી નથી, નાશ પામ્યાં છે સર્વ પ્રબોધકો, આ સર્વનો અંત ક્યારે? કોણ કરી શકે?
ગીતશાસ્ત્ર 74 : 10 (GUV)
હે દેવ, ક્યાં સુધી અમારા શત્રુઓ તમારા નામનું અપમાન કરશે? શું તમે તેઓને સદા આમ કરવા દેશો?
ગીતશાસ્ત્ર 74 : 11 (GUV)
શા માટે તમે વિલંબ કરો છો? શા માટે તમારા સાર્મથ્યને અટકાવી રાખો છો? હાથ ઉગામીને તેઓ પર તમારો અંતિમ ઘા કરો.
ગીતશાસ્ત્ર 74 : 12 (GUV)
પુરાતન કાળથી, દેવ મારા રાજા છે. તે પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી લોકોનું તારણ કરે છે.
ગીતશાસ્ત્ર 74 : 13 (GUV)
તમે તમારા મહાન પરાક્રમ વડે રાતા સમુદ્રનાં બે ભાગ પાડ્યાં, વળી તમે પાણીમાં મહા મત્સ્યોનાં માથાં ફોડી નાખ્યાઁ.
ગીતશાસ્ત્ર 74 : 14 (GUV)
પેલા પ્રચંડ પ્રાણીઓના માથાઓને ટૂકડે ટૂકડા કરીને ભાંગી નાખ્યા અને તેમના શરીરને રણનાં પ્રાણીઓને ખાવા માટે આપી દીધાં.
ગીતશાસ્ત્ર 74 : 15 (GUV)
તમારા લોકોને પાણી પૂરુ પાડવાં, ઝરણાં અને નદીઓ સઘળે વહેવડાવી; નિરંતર વહેતી નદીઓને સૂકવીને તમે સૂકી ભૂમિનો રસ્તો તૈયાર કર્યો .
ગીતશાસ્ત્ર 74 : 16 (GUV)
દિવસ અને રાત બંને તમારા છે, અને તમે જ સૂર્ય અને ચંદ્રનું સર્જન કર્યુ છે.
ગીતશાસ્ત્ર 74 : 17 (GUV)
પૃથ્વીની સીમાઓ, સ્થાપન તમે જ કરી છે; ઉનાળો-શિયાળો ઋતુઓ પણ તમે બનાવી છે.
ગીતશાસ્ત્ર 74 : 18 (GUV)
હે યહોવા, શત્રુઓ તમારી મશ્કરી કરે છે, મૂર્ખ લોકો તમારા નામનો તિરસ્કાર કરે છે, આ વસ્તુઓ યાદ રાખો.
ગીતશાસ્ત્ર 74 : 19 (GUV)
હે યહોવા, તમારા હોલાનો જીવ હિંસક પ્રાણીઓનાં હાથમાં જવા દેશો નહિ; તમારા લોકોને ભૂલશો નહિ અને હિંસક પ્રાણીઓથી બચાવો.
ગીતશાસ્ત્ર 74 : 20 (GUV)
હે યહોવા, તમે કરેલો કરારનું સ્મરણ કરો, આ દેશના અંધકારમય ભાગમાં હિંસા વ્યાપક બની છે.
ગીતશાસ્ત્ર 74 : 21 (GUV)
હે દેવ, તમારા આ દુ:ખી લોકોનું સતત અપમાન થવા ના દેશો. દરિદ્રીઓ અને લાચારોને તમારું સ્તવન કરવાને કારણ આપો.
ગીતશાસ્ત્ર 74 : 22 (GUV)
હે દેવ તમે ઉઠો, અને તમારી લડાઇમાં લડો! મૂખોર્ આખો દિવસ તમારું અપમાન કરે છે, તેનું સ્મરણ કરો.
ગીતશાસ્ત્ર 74 : 23 (GUV)
જેઓ તમારી વિરુદ્ધ થયા છે અને નિત્ય ઊંચાને ઊંચા ચઢે છે તે તમારા શત્રુઓની ધાંધલ અને બરાડાઓને તમે ના વિસરશો.
❮
❯