ગીતશાસ્ત્ર 70 : 1 (GUV)
હે દેવ, મારું રક્ષણ કરો; હે યહોવા, મને સહાય કરવાં દોડી આવો.
ગીતશાસ્ત્ર 70 : 2 (GUV)
જેઓ મારો પ્રાણ લેવા ઇચ્છે છે, તેઓ નિરાશ થાઓ અને મુંજાઇ જાઓ. જેઓ મારું અનિષ્ટ ઇચ્છે છે તેઓ પાછા પડો અને શરમ અનુભવો.
ગીતશાસ્ત્ર 70 : 3 (GUV)
જેઓ મારી મશ્કરી કરે છે, તેઓ પોતાના પરાજયથી લજ્જિત થાઓ.
ગીતશાસ્ત્ર 70 : 4 (GUV)
જેઓ તમારું મુખ શોધે છે, તેઓ તમારામાં આનંદ કરો અને હર્ષ પામો; જેઓ તમારા તારણ પર પ્રેમ કરે છે તેઓ પોકારીને કહો કે દેવને મહાન માનો.
ગીતશાસ્ત્ર 70 : 5 (GUV)
પણ હું તો દરિદ્રી અને લાચાર છું, હે યહોવા, ઝટ તમે મારી મદદે આવો; તમે જ એકલાં મારા સહાયક તથા ઉદ્ધાર કરનાર છો; હે યહોવા, હવે જરાપણ વિલંબ ન કરો.

1 2 3 4 5