ગીતશાસ્ત્ર 69 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે; રાગ શોશાન્નીમ. દાઉદનું [ગીત]. હે ઈશ્વર, મને બચાવો. કેમ કે મારા પ્રાણ સુધી પાણી ચઢી આવ્યું છે.
ગીતશાસ્ત્ર 69 : 2 (GUV)
હું ઊંડા કીચડમાં ડૂબી જાઉં છું કે, જ્યાં ઊભા રહેવાને કંઈ આધાર નથી; હું ઊંડા પાણીંમાં આવી પડ્યો છું, રેલ મારે માથે ફરી વળી છે.
ગીતશાસ્ત્ર 69 : 3 (GUV)
હું બૂમ પાડતાં થાકી ગયો છું; મારું ગળું સુકાઈ ગયું છે. ઈશ્વરની રાહ જોતાં મારી આંખો ક્ષીણ થાય છે.
ગીતશાસ્ત્ર 69 : 4 (GUV)
જેઓ વિનાકારણ મારો દ્વેષ કરે છે, તેઓ મારા માથાના નિમાળા કરતાં વધારે છે; જેઓ ગેરવાજબી રીતે મારો નાશ કરવા ઇચ્છનાર શત્રુઓ છે તેઓ બળવાન છે. જે મેં લૂંટી લીધું નહોતું, તે મારે પાછું આપવું પડ્યું.
ગીતશાસ્ત્ર 69 : 5 (GUV)
હે ઈશ્વર, તમે મારી મૂર્ખાઈ જાણો છો; અને મારા દોષ તમારાથી છુપાયેલા નથી.
ગીતશાસ્ત્ર 69 : 6 (GUV)
હે સૈન્યના પ્રભુ યહોવા, તમારી રાહ, જોનારા મારે લીધે ફજેત ન થાય; હે ઇઝરાયલના ઈશ્વર, મારે લીધે તમને શોધનારાઓનું અપમાન ન થાય.
ગીતશાસ્ત્ર 69 : 7 (GUV)
કેમ કે તમારે લીધે મેં મહેણાં સહન કર્યાં છે; મારા મુખ પર શરમ પથરાયેલી છે.
ગીતશાસ્ત્ર 69 : 8 (GUV)
હું મારા ભાઈઓને પારકા જેવો, અને મારી માના પુત્રોને પરદેશી જેવો થયો છું.
ગીતશાસ્ત્ર 69 : 9 (GUV)
કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.
ગીતશાસ્ત્ર 69 : 10 (GUV)
જ્યારે મેં રુદન કર્યું, અને ઉપવાસ કરીને મારા આત્માને લીન કર્યો, ત્યારે તેને લીધે મારી નિંદા થઈ,
ગીતશાસ્ત્ર 69 : 11 (GUV)
જ્યારે મેં ટાટનાં વસ્ત્ર પહેર્યાં, ત્યારે તેઓમાં હું ઉપહાસરૂપ થયો.
ગીતશાસ્ત્ર 69 : 12 (GUV)
ભાગળમાં બેસનારાઓ મારી મશ્કરી કરે છે; અને છાકટાઓ મારા વિષે રાસડા ગાય છે.
ગીતશાસ્ત્ર 69 : 13 (GUV)
પરંતુ, હે યહોવા, હું તમારી પ્રાર્થના કરું છું; હે ઈશ્વર, માન્યકાળમાં તમારી ઘણી કૃપાએ, અને તમારા તારણની સત્યતાએ મને ઉત્તર આપો.
ગીતશાસ્ત્ર 69 : 14 (GUV)
કીચડમાંથી મને કાઢો, મને ડૂબવા ન દો; મારા દ્વેષીઓથી અને પાણીના ઊંડાણમાંથી હું બચી જાઉં.
ગીતશાસ્ત્ર 69 : 15 (GUV)
પાણીની રેલ મને ન ડુબાડો, ઊંડાણ મને ગળી ન જાઓ; અને કબર મારા પર તેનું મોં બંધ ન કરો.
ગીતશાસ્ત્ર 69 : 16 (GUV)
હે યહોવા, મને ઉત્તર આપો; કેમ કે તમારી કૃપા ઉત્તમ છે; તમારા પુષ્કળ વાત્સલ્ય પ્રમાણે મારી તરફ ફરો.
ગીતશાસ્ત્ર 69 : 17 (GUV)
તમારા દાસથી તમારું મુખ ન ફેરવો, કેમ કે હું સંકટમાં છું; મને વહેલો ઉત્તર આપો.
ગીતશાસ્ત્ર 69 : 18 (GUV)
મારા આત્મા પાસે આવીને તેને છોડાવી લો; મારા શત્રુઓથી મારો છૂટકો કરો.
ગીતશાસ્ત્ર 69 : 19 (GUV)
તમે મારી નિંદા તથા શરમ તથા અપમાન જાણો છો; મારા સર્વ વૈરીઓ તમારી આગળ છે.
ગીતશાસ્ત્ર 69 : 20 (GUV)
નિંદાએ મને હ્રદયભંગ કર્યો છે, અને હું મરણતોલ થયો છું; મેં કરુણા કરનારની રાહ જોઈ, પણ કોઈ જડ્યો નહિ; દિલાસો આપનારની રાહ જોઈ, પણ કોઈ મળ્યો નહિ.
ગીતશાસ્ત્ર 69 : 21 (GUV)
વળી તેઓએ મને ખાવા માટે પિત્ત આપ્યું; અને મને તરસ લાગતાં તેઓએ સરકો પાયો.
ગીતશાસ્ત્ર 69 : 22 (GUV)
તેઓનું ભોજન તેમને માટે પાશરૂપ થાઓ; તેઓ શાંતિમાં હોય, ત્યારે તે ફાંદારૂપ થાઓ.
ગીતશાસ્ત્ર 69 : 23 (GUV)
તેઓની આંખો એવી ઝાંખી થાઓ કે, તેઓ આંધળા થઈ જાય; અને તેઓની કમરો નિત્ય કાંપે એવું કરો.
ગીતશાસ્ત્ર 69 : 24 (GUV)
તેઓના ઉપર તમારો કોપ વરસાવો, તમારો ક્રોધાવેશ તેઓને પકડી પાડો.
ગીતશાસ્ત્ર 69 : 25 (GUV)
તેઓની છાવણી ઉજ્જડ થાઓ; તેઓના તંબુઓમાં કોઈ ન રહો.
ગીતશાસ્ત્ર 69 : 26 (GUV)
કેમ કે જેને તમે શિક્ષા કરી છે તેનો પીછો તેઓ પકડે છે; અને જેને તમે ઘાયલ કર્યો છે તેના દુ:ખની વાતો કરીને તેઓ [ખુશ થાય] છે.
ગીતશાસ્ત્ર 69 : 27 (GUV)
તમે તેઓના અન્યાય પર અન્યાય વધવા દો; અને તમારા ન્યાયીપણામાં તેઓને આવવા ન દો.
ગીતશાસ્ત્ર 69 : 28 (GUV)
તેઓ [નાં નામ] જીવનના પુસ્તકમાંથી ભૂંસી નાખવામાં આવે, અને ન્યાયીઓની સાથે તેઓ [નાં નામ] નોંધાય નહિ.
ગીતશાસ્ત્ર 69 : 29 (GUV)
પણ હું તો દીન તથા દુ:ખી છું; હે ઈશ્વર, તમારું તારણ મને ઊંચો કરો.
ગીતશાસ્ત્ર 69 : 30 (GUV)
હું ગીત ગાઈને ઈશ્વરના નામનું સ્તવન કરીશ, અને હું આભારસ્તુતિથી તેમને મોટા માનીશ.
ગીતશાસ્ત્ર 69 : 31 (GUV)
અને તે [સેવા] ગોધા કરતાં, શિંગડા તથા ખરીવાળા બળદ કરતાં, યહોવાને પસંદ પડશે.
ગીતશાસ્ત્ર 69 : 32 (GUV)
નમ્રજનો તે જોઈને આનંદ પામ્યા છે; હે ઈશ્વરને શોધનારાઓ, તમારાં હ્રદયો નવજીવન પામો.
ગીતશાસ્ત્ર 69 : 33 (GUV)
કેમ કે યહોવા દરિદ્રીઓનું સાંભળે છે, તે પોતાના બંદીવાનોને તુચ્છ ગણતા નથી.
ગીતશાસ્ત્ર 69 : 34 (GUV)
આકાશ તથા પૃથ્વી તેમનું સ્તવન કરો, સમુદ્રો તથા તેમાંનાં સર્વ જળચર તેમની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 69 : 35 (GUV)
કેમ કે ઈશ્વર સિયોનને તારશે, અને યહૂદિયાનાં નગરોને બાંધશે; તેઓ તેમાં વસશે, અને તેનું વતન પામશે.
ગીતશાસ્ત્ર 69 : 36 (GUV)
વળી તેમના સેવકોનાં સંતાન તેનો વારસો પામશે; તેમના નામ પર પ્રેમ રાખનારાં તેમાં વસશે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36

BG:

Opacity:

Color:


Size:


Font: