ગીતશાસ્ત્ર 68 : 1 (GUV)
હે દેવ ઊઠો, તમારા શત્રુઓ વિખરાઇ જાઓ; તેનાં સર્વ શત્રુઓ તેની પાસેથી ભાગી જાઓ.
ગીતશાસ્ત્ર 68 : 2 (GUV)
તેઓને ધુમાડાની જેમ ઉડાવી નાંખો, જેમ મીણ અગ્નિથી ઓગળી જાય છે; તેમ દુષ્ટો દેવ સંમુખ નાશ પામો.
ગીતશાસ્ત્ર 68 : 3 (GUV)
પણ ન્યાયીઓ આનંદ કરો, અને હર્ષ પામો દેવ સંમુખ; હા, સૌ અતિ આનંદ કરો.
ગીતશાસ્ત્ર 68 : 4 (GUV)
દેવ સમક્ષ ગીત-ગાન કરો, તેમનાં નામનાં સ્તુતિગાન કરો; જે રેતીનાં રણમાં તેનાં રથ પર સવારી કરે છે. રણમાં તેમના માટે સડકો બાંધો; જેમનું નામ છે યાહ, તેમની સામે ઉલ્લાસ કરો.
ગીતશાસ્ત્ર 68 : 5 (GUV)
આ દેવ, પોતાના પવિત્રસ્થાનમાં અનાથનાં પિતા ને વિધવાઓનાં રક્ષક છે.
ગીતશાસ્ત્ર 68 : 6 (GUV)
દેવ એકાકી લોકોને ઘર આપે છે. કેદીઓને બંધનમાથી મુકત કરે છે અને સંપન્ન કરે છે. પણ બંડખોરોને સૂકા અને વેરાન પ્રદેશમાં રહેવાની ફરજ પાડે છે.
ગીતશાસ્ત્ર 68 : 7 (GUV)
હે દેવ, જ્યારે તમે લોકોની આગળ આગળ ચાલ્યાં, અને તમે વેરાન રણમાં કૂચ કરી.
ગીતશાસ્ત્ર 68 : 8 (GUV)
દેવ, ઇસ્રાએલના દેવ સિનાઇ પર્વત પાસે આવ્યાં અને ઘરા ધ્રુજી ઊઠી અને આકાશ ઓગળી ગયું.
ગીતશાસ્ત્ર 68 : 9 (GUV)
હે દેવ, તમે ધોધમાર વરસાદ મોકલ્યો; અને સૂક્કી જમીનને તાજી કરી.
ગીતશાસ્ત્ર 68 : 10 (GUV)
ત્યાં તમારી પ્રજાએ કાયમી વસવાટ કર્યો, હે દેવ, તમે તમારી સમૃદ્ધિથી દરિદ્રીઓની ભૂખ ભાંગી.
ગીતશાસ્ત્ર 68 : 11 (GUV)
જ્યારે યહોવાએ આદેશ આપ્યો, સ્ત્રીઓનું મોટું ટોળું બધી જગાએ હતું. લોકોને તે વિષે તું સારા સમાચાર વિષે કહે.
ગીતશાસ્ત્ર 68 : 12 (GUV)
“ઉતાવળથી રાજાઓ અને તેના સૈન્યો ભાગી જાય છે અને ઘરે સ્રીઓ લડાઇમાં કરેલી લૂંટ વહેંચી લે છે.
ગીતશાસ્ત્ર 68 : 13 (GUV)
જેઓ ધેર રહ્યાં છે તેમને રૂપાથી મઢેલી અને સુવર્ણથી ચળકતી કબૂતરની પાંખો મળશે.”
ગીતશાસ્ત્ર 68 : 14 (GUV)
જેમ સાલ્મોનના હિમાચ્છાદિત શિખરોનો બરફ પીગળી જાય છે, તેમ જુઓ દેવે તેઓના શત્રુઓને વિખેરી નાંખ્યા છે.
ગીતશાસ્ત્ર 68 : 15 (GUV)
બાશાનનો પર્વત દેવનો ભવ્ય પર્વત છે, બાશાનનો ઘણાં શિખરોવાળો પર્વત ઘણો મજબૂત છે.
ગીતશાસ્ત્ર 68 : 16 (GUV)
હે પર્વતો, શા માટે તમે સિયોન પર્વતની અદેખાઇ કરો છો? કે જેને યહોવા પોતાને રહેવા માટે ઇચ્છતા હતાં જ્યાં તે સદાકાળ રહેશે.
ગીતશાસ્ત્ર 68 : 17 (GUV)
યહોવા, પોતાના અસંખ્ય રથો સાથે સિનાઇના પર્વત પરથી આવે છે; અને તે પોતાના પવિત્ર મંદિરમાં આવે છે.
ગીતશાસ્ત્ર 68 : 18 (GUV)
જ્યારે તે ઉંચાઇ પર જાય છે, તે બંદીવાનોની કૂચને ઘેરે છે, જે લોકો તેમની વિરુદ્ધ થયા હતા તેમની પાસેથી તથા માણસોપાસેથી ભેટો સ્વીકારવા યહોવા દેવ ત્યાં નિવાસ કરવાં ગયા.
ગીતશાસ્ત્ર 68 : 19 (GUV)
ધન્ય છે પ્રભુને, કે જેઓ રોજ આપણો બોજો ઊંચકી લે છે, અને તેઓજ સૌનું તારણ કરે છે.
ગીતશાસ્ત્ર 68 : 20 (GUV)
તેઓજ આપણને મૃત્યુથી મુકત કરે છે, યહોવા જ આપણા તારણના દેવ છે.
ગીતશાસ્ત્ર 68 : 21 (GUV)
પણ દેવ પોતાનાં શત્રુઓનાં માથા ફોડી નાખશે, કારણ, તેઓ અપરાધના માગોર્ છોડી દેવાની ના પાડે છે.
ગીતશાસ્ત્ર 68 : 22 (GUV)
મારા પ્રભુને કહ્યું, “હું તેમને બાશાનથી પાછા લાવીશ, પરંતુ શત્રુઓને ઊંડા સમુદ્રમાંથી પાછા લાવીશ.
ગીતશાસ્ત્ર 68 : 23 (GUV)
જેથી ભલે તમે શત્રુઓનાં રકતમાં ચાલો, અને તમારા કૂતરાઓની જીભને પણ તે ભલે ચાખવા મળે.”
ગીતશાસ્ત્ર 68 : 24 (GUV)
હે દેવ, તેઓ તમારી વિજયકૂચ જોશે! તેઓ મારા રાજાને, વિજય કૂચને દોરતા મારા પવિત્ર દેવને જોશે.
ગીતશાસ્ત્ર 68 : 25 (GUV)
આગલી હરોળમાં ગાયકો કૂચ કરતાં આવે છે. તેમના પછી સંગીતકારો, અને તેઓ ડફલી વગાડતી કન્યાઓથી ઘેરાયેલા છે.
ગીતશાસ્ત્ર 68 : 26 (GUV)
હે મંડળો, તમે દેવની સ્તુતિ કરો; ઇસ્રાએલના સંતાનો તમે યહોવાની સ્તુતિ કરો. કારણ, એ ઇસ્રાએલનાં ઝરા સમાન છે.
ગીતશાસ્ત્ર 68 : 27 (GUV)
બિન્યામીનનું નાનું કુળ ત્યાં આગેવાની આપે છે, યહૂદાના સરદારો, ઝબુલોન-નફતાલીના સરદારો તેઓની સભા પાછળ છે.
ગીતશાસ્ત્ર 68 : 28 (GUV)
હે યહોવા, તમારુ સામથર્ય બતાવો અને અગાઉ તમે અમારે માટે કર્યુ હતું તેમ, તમારા મોટાં કાર્યો અમારી ભલાઇ માટે જાણ થાય.
ગીતશાસ્ત્ર 68 : 29 (GUV)
યરૂશાલેમનાં તમારાં મંદિરમાં પૃથ્વીનાં રાજાઓ ઉપહારો લઇને આવે છે.
ગીતશાસ્ત્ર 68 : 30 (GUV)
બરુઓ વચ્ચે છુપાયેલા “પ્રાણીઓને” ઠપકો આપો, રાષ્ટોના વાછરડાઁ જેવા લોકોને આખલાઓનાં ટોળાઓને પણ ઠપકો આપો, જેથી તેઓ તમારે શરણે આવે અને તમારા માટે ચાંદીની ભેટો લાવે, યુદ્ધમાં આનંદ માણનારાઓને વિખેરી નાંખો.
ગીતશાસ્ત્ર 68 : 31 (GUV)
મિસરવાસીઓ તમારા માટે તેમની સંપત્તિ લઇને આવશે. કૂશનાં લોકો દેવને તેઓની અર્પણ પ્રશંસા આપવાં ઉતાવળા થશે.
ગીતશાસ્ત્ર 68 : 32 (GUV)
હે પૃથ્વીના સર્વ રાજ્યો તમે દેવ સમક્ષ ગાઓ, અને યહોવાનું સ્તવન કરો.
ગીતશાસ્ત્ર 68 : 33 (GUV)
પુરાતન કાળનાં આકાશોમાં થઇને વાદળ પર સવારી કરનારા, એ અને જેમનાં પરાક્રમી અવાજથી આકાશમાં ગર્જના થાય છે તે દેવની સ્તુતિ કરો.
ગીતશાસ્ત્ર 68 : 34 (GUV)
પરાક્રમ કેવળ દેવનું છે, તેમની સત્તા ઇસ્રાએલ પર છે; તેમનું સાર્મથ્ય તથા પરાક્રમ પણ આકાશોમાં છે.
ગીતશાસ્ત્ર 68 : 35 (GUV)
હે દેવ, તમે તમારા પવિત્રસ્થાનોમાં અતિ મહિમાવાન અને ભયાવહ છો, ઇસ્રાએેલના દેવ જેઓ પોતાના લોકોને સાર્મથ્ય તથા પરાક્રમ આપે છે, તેમને ધન્ય હો!

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35