ગીતશાસ્ત્ર 66 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે. ગાયન; ગીત હે સર્વ ભૂવાસીઓ, ઈશ્વરની આગળ હર્ખનાં ગીત ગાઓ;
ગીતશાસ્ત્ર 66 : 2 (GUV)
તેમના નામના ગૌરવની સ્તુતિ ગાઓ; તેમના સ્તવનને મહિમાવાન કરો.
ગીતશાસ્ત્ર 66 : 3 (GUV)
ઈશ્વરને કહો, “તમારાં કામ કેવાં ભયંકર છે! તમારા મહા સામર્થ્યને લીધે તમારા શત્રુઓ તમારી આગળ નમી જશે.
ગીતશાસ્ત્ર 66 : 4 (GUV)
આખી પૃથ્વી તમારું ભજન કરશે, તે તમારી આગળ ગાયન કરશે; તેઓ તમારા નામનું સ્તવન કરશે.” (સેલાહ)
ગીતશાસ્ત્ર 66 : 5 (GUV)
આવો, અને ઈશ્વરનાં કૃત્યોનું અવલોકન કરો; માણસો પ્રત્યે તેમનાં કામ ભયંકર [છે].
ગીતશાસ્ત્ર 66 : 6 (GUV)
તેમણે સમુદ્રને સૂકવી નાખ્યો! તેઓ પગે ચાલીને નદીને સામે પાર ગયા! ત્યાં આપણે પ્રભુમાં આનંદ કર્યો હતો.
ગીતશાસ્ત્ર 66 : 7 (GUV)
તે પોતાના પરાક્રમથી સદા રાજ કરે છે; તેમની આંખો પ્રજાઓને નિહાળે છે; બંડખોરો ફાવી જઈને ઊંચા ન થઈ જાય. (સેલાહ)
ગીતશાસ્ત્ર 66 : 8 (GUV)
હે લોકો, તમે આપણા ઈશ્વરને ધન્યવાદ આપો, અને તેમના સ્તવનનો ધ્વનિ સંભળાવો.
ગીતશાસ્ત્ર 66 : 9 (GUV)
તે આપણા આત્માને જીવનમાં [સહીસલામત] રાખે છે, અને આપણા પગને લપસી જવા દેતા નથી.
ગીતશાસ્ત્ર 66 : 10 (GUV)
કેમ કે, હે ઈશ્વર, તમે અમને પારખ્યા છે; જેમ રૂપું કસાય છે તેમ તમે અમને કસ્યા છે.
ગીતશાસ્ત્ર 66 : 11 (GUV)
તમે અમને જાળમાં પાડયા; તમે અમારી કમરો પર ત્રાસદાયક બોજો મૂક્યો.
ગીતશાસ્ત્ર 66 : 12 (GUV)
તમે અમારાં માથાં પર માણસો પાસે સવારી કરાવી; અમારે અગ્નિ તથા પાણીમાંથી ચાલવું પડયું; પણ તમે અમોને કાઢી લાવીને સમૃદ્ધિવાન જગાએ પહોંચાડયા.
ગીતશાસ્ત્ર 66 : 13 (GUV)
દહનીયાર્પણો લઈને હું તમારા મંદિરમાં આવીશ; હું તમારી આગળ મારી માનતાઓ પૂરી કરીશ;
ગીતશાસ્ત્ર 66 : 14 (GUV)
મારા હોઠોએ જે ઉચ્ચાર્યું, સંકટને સમયે મારે મુખે જે હું બોલ્યો, તે [હું પૂરું કરીશ].
ગીતશાસ્ત્ર 66 : 15 (GUV)
પુષ્ટ જનાવરનાં દહનીયાર્પણો મેંઢાઓના ધૂપ સાથે હું તમારી આગળ ચઢાવીશ; હું બકરાં તેમ જ ગોધા ચઢાવીશ. (સેલાહ)
ગીતશાસ્ત્ર 66 : 16 (GUV)
હે ઈશ્વરના ભક્તો, તમે સર્વ સાંભળો, એટલે તેમણે મારા આત્માને માટે જે જે કર્યું છે, તે હું કહી સંભળાવીશ.
ગીતશાસ્ત્ર 66 : 17 (GUV)
મારે મુખે મેં તેમને અરજ કરી, અને મારી જીભે તેમનું સ્તવન કર્યું.
ગીતશાસ્ત્ર 66 : 18 (GUV)
જો હું મારા હ્રદયમાં ભૂંડાઈ કરવાનો ઇરાદો રાખું, તો પ્રભુ મારું સાંભળે જ નહિ;
ગીતશાસ્ત્ર 66 : 19 (GUV)
પણ ઈશ્વરે નિશ્ચે મારું સાંભળ્યું છે; તેમણે મારી પ્રાર્થના પર કાન ધર્યો છે.
ગીતશાસ્ત્ર 66 : 20 (GUV)
ઈશ્વરને ધન્ય હોજો કે, જેમણે મારી પ્રાર્થનાની અવગણના કરી નથી, તથા મારા પરની તેમની કૃપા અટકાવી નથી.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20

BG:

Opacity:

Color:


Size:


Font: