ગીતશાસ્ત્ર 65 : 1 (GUV)
મુખ્ય ગવૈયાને માટે ગીત. દાઉદનું ગાયન. હે ઈશ્વર, સિયોનમાં તમારી સ્તુતિ થાય તે ઘટિત છે; તમારી આગળ માનતા પૂરી કરવામાં આવશે.
ગીતશાસ્ત્ર 65 : 2 (GUV)
હે પ્રાર્થનાના સાંભળનાર, તમારી પાસે સર્વ લોક આવશે.
ગીતશાસ્ત્ર 65 : 3 (GUV)
ભૂંડાઈની વાતો મારા પર જય પામે છે. અમારાં ઉલ્લઘંનો તમે નિવારશો.
ગીતશાસ્ત્ર 65 : 4 (GUV)
જેને તમે પસંદ કરીને પાસે લાવો છો, જે તમારાં આંગણાંમાં વસે છે તેને ધન્ય છે. અમે તમારા ઘરની, એટલે તમારા મંદિરના પવિત્રસ્થાનની ઉત્તમતાથી તૃપ્ત થઈશું.
ગીતશાસ્ત્ર 65 : 5 (GUV)
હે અમારા તારણના ઈશ્વર, ન્યાયીકરણથી તમે ભયંકર કૃત્યો વડે અમને ઉત્તર આપશો; તમે પૃથ્વીની સર્વ દિશાઓના તથા દૂરના સમુદ્રોના આશ્રય છો.
ગીતશાસ્ત્ર 65 : 6 (GUV)
તેમણે પોતાને બળે પર્વતો સ્થાપ્યા; તે પરાક્રમથી ભરપૂર છે.
ગીતશાસ્ત્ર 65 : 7 (GUV)
તે સમુદ્રોની ગર્જના, તેઓનાં મોજાંના ઘુઘવાટ શાંત કરે છે, લોકોનું હુલ્લડ [પણ તે શાંત પાડે છે]
ગીતશાસ્ત્ર 65 : 8 (GUV)
પૃથ્વીની સરહદના રહેનારાઓ પણ તમારાં અદભુત કાર્યોથી બીએ છે; તમે સૂર્યના ઉદય તથા અસ્તનાં સ્થળોને આનંદમય કરો છો.
ગીતશાસ્ત્ર 65 : 9 (GUV)
તમે પૃથ્વીની મુલાકાત લો છો, અને તેને પાણીથી સિંચો છો; તમે તેને ઘણી ફળદ્રુપ કરો છો. ઈશ્વરની નદી પાણીથી ભરેલી છે! તમે પૃથ્વીને તૈયાર કરીને તેઓને માટે ધાન્ય પકવો છો.
ગીતશાસ્ત્ર 65 : 10 (GUV)
તમે તેના ચાસોને પુષ્કળ પાણી પાઓ છો; તમે તેના ઊમરાઓને સપાટ કરો છો; તમે ઝાપટાંથી તેને નરમ કરો છો; તેના ઊગતા ફણગાને તમે આશીર્વાદ આપો છો.
ગીતશાસ્ત્ર 65 : 11 (GUV)
તમે તમારા ઉપકારથી વર્ષને આબાદી બક્ષો છો; અને તમારા માર્ગોમાંથી સમૃદ્ધિ વરસે છે.
ગીતશાસ્ત્ર 65 : 12 (GUV)
અરણ્યનાં બીડો પર તે ટપકે છે, અને ટેકરીઓ આનંદમય થાય છે.
ગીતશાસ્ત્ર 65 : 13 (GUV)
વળી બીડો ટોળાંઓથી ઢંકાઈ જાય છે; ખીણોની સપાટીઓ પણ ધાન્યથી ઢંકાયેલી છે; તેઓ હર્ષનાદ કરે છે, હા, તેઓ ગાયન કરે છે.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: